________________
અધ્યાત્મસાર
પણ સૂક્ષમ છે. વળી આત્મા પરાત્પર એટલે પરથી પર છે. પર એટલે શ્રેષ્ઠ, પ્રકૃષ્ટ, ચડિયાતો. જગતમાં એક કરતાં બીજી અને બીજી કરતાં ત્રીજી વસ્તુ ચડિયાતી હોય છે. પરંતુ તેવી ચડિયાતી સ્કૂલ વસ્તુઓ અથવા ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કરતાં પણ આત્મા ચડિયાતો છે. પર એટલે સૂક્ષ્મ એવો અર્થ લઈએ તો તે પરાત્પર અર્થાત્ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. એટલે આત્મા પૂલ, મૂર્ત ન હોઈ શકે. તે મૂર્તત્વને સ્પર્શતો નથી.
[૭૧] ક્રિયાનિ પારિજિગ્યા પર મનઃ
मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥४०॥ અનુવાદ : ઇન્દ્રિયોને પર કહેલી છે. મન ઇન્દ્રિયોથી પણ પર છે. બુદ્ધિ મનથી પણ પર છે. તે (આત્મા) બુદ્ધિથી પણ પર છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્રીમદભગવદગીતાના ત્રીજા અધ્યાયનો ૪૫મો શ્લોક અહીં પોતાના કથનના સમર્થનમાં ટાંક્યો છે.
આત્મતત્ત્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, અમૂર્ત છે એમ અન્ય દર્શનો પણ કહે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જનને સમજાવે છે કે કામશત્રુ ઉપર વિજય મેળવવા માટે આત્મજ્ઞાન, આત્મસાક સાધન છે. આત્મા ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પર છે એટલે કે સૂક્ષ્મ છે. બરાબર વિચારીએ તો ઇન્દ્રિયો પોતે સૂક્ષ્મ છે. આંખ, નાક, કાન વગેરે તો ઇન્દ્રિયનાં માધ્યમ છે. મડદાને આંખ હોવા છતાં તે જોઈ શકતું નથી અને કાન હોવા છતાં સાંભળતું નથી. એટલે આંખ, કાન વગેરે દ્વારા જે શક્તિ કામ કરે છે તે ઇન્દ્રિયો છે. તે સક્ષ્મ છે. ઇન્દ્રિયોના વિષયો સ્થલ હોઈ શકે. ઇન્દ્રિયોથી મન સુક્ષ્મ છે, કારણ કે જયાં ઇન્દ્રિયો ન પહોંચે ત્યાં મન પહોંચી શકે છે. ઇન્દ્રિયની સહાય વગર પણ મન તે વિષયોને ગ્રહણ કરી શકે છે. એટલે મન સુક્ષ્મ છે. પણ પોતાનું મન ચંચળ છે, શાન્ત છે. લોભી છે, ઉદાર છે એમ બુદ્ધિ જાણે છે. એટલે બુદ્ધિ મન કરતાં સૂક્ષ્મ છે. પરંતુ પોતાની બુદ્ધિ કામે લાગી ગઈ છે અથવા પોતાની બુદ્ધિ હવે ચાલતી નથી એવું જે જાણે છે તે આત્મા છે. એટલે બુદ્ધિ કરતાં આત્મા સૂક્ષ્મ છે. આત્મા આ રીતે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર છે એટલે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. [૭૧૮] વિન્ને દત્ત નોસ્પિન્નમૂર્ત પૂર્તતાઝમાત્
पश्यत्याश्चर्यवद् ज्ञानी वदत्याश्चर्यवद्वचः ॥४१॥ અનુવાદ : અરે, અમૂર્ત(આત્મા)ને વિશે મૂર્તતાના ભ્રમને કારણે વિવેક વિનાના (વિકલ) આ લોકને વિશે જ્ઞાની આશ્ચર્યની જેમ જુએ છે અને આશ્ચર્યની જેમ વચન બોલે છે.
વિશેષાર્થ : સામાન્ય માણસોની અને જ્ઞાનીની દૃષ્ટિમાં ફરક હોય છે. સામાન્ય માણસ બાહ્ય ચક્ષુથી જે નજરે દેખાય એ જુએ છે. જ્ઞાની બાહ્ય જગતને જોતા હોવા છતાં પોતાનાં આંતરચક્ષુથી પદાર્થના મર્મને અથવા યથાર્થ સ્વરૂપને નિહાળે છે. એટલે લોકોને હરતા ફરતા જોઈને આત્મા મૂર્તિ છે એમ સામાન્ય માણસો કહે છે, પરંતુ જ્ઞાની નાશવંત શરીરની અંદર રહેલા અરૂપી, અમૂર્ત, અમર આત્માને
૪૧૨
Jain Education Intemational 2010_05
in Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org