________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આત્માની અમૂર્તતા પુદ્ગલથી કેવી રીતે ભિન્ન છે તે અહીં સમજાવ્યું છે. આત્મામાં એટલે કે જીવદ્રવ્યમાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ કે શબ્દ નથી, કારણ કે આત્મા અમૂર્ત છે. આમ છતાં આત્મા દેહસ્વરૂપ મૂર્ત છે એવો ભ્રમ થાય છે, કારણ કે દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી છે. આથી દેહની સાથે એકતાબુદ્ધિ થાય છે. દેહ અને આત્મા એકબીજાની સાથે અણુએ અણુ નીરક્ષીરની જેમ રહેલા હોવા છતાં સમજવું જોઈએ કે દેહ ક્યારેય આત્મા થવાનો નથી અને આત્મા ક્યારેય દેહ થવાનો નથી. દેહ અને આત્માનું એકત્વ વ્યવહારમાં ઉપચાર માત્રથી કહેવાતું હોય તો પણ શુદ્ધ નિશ્ચયનયથી બંને વચ્ચે એકત્વ નથી એમ જાણવું જોઈએ. દેહ સાથેની એકત્વબુદ્ધિને લીધે દેહ પ્રત્યેનો રાગ જન્મે છે. દેહને જે અનુકૂળ પુદ્ગલો હોય તે પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પુદ્ગલો હોય તે પ્રત્યે દ્વેષ થાય છે. પરંતુ જીવ જો નિશ્ચયનયથી શુદ્ધ, અમૂર્ત આત્મદ્રવ્યનું ચિંતન કરવાનો, સ્વસ્વરૂપ પ્રત્યે અભિમુખ થવાનો અભ્યાસ કરે તો દેહ સાથેની એની તાદાત્મ્યબુદ્ધિ ઓછી થતી જાય અને મુક્તિની પ્રાપ્તિનું બીજ વવાય.
[૭૧૫] દશાદછ્યું વાગ્નાનું વાવાપિ ન ગોવર: ।
स्वप्रकाशं हि यद् रूपं तस्य का नाम मूर्तता ॥३८॥
અનુવાદ : જે રૂપ દૃષ્ટિ વડે દેખાય તેવું નથી, હૃદય વડે ગ્રાહ્ય નથી, વાણી વડે ગોચર નથી, પરંતુ જે સ્વયં પ્રકાશ છે, તેને વળી મૂર્તતા કેવી રીતે હોય ?
વિશેષાર્થ : આત્માનું સ્વરૂપ કેવું છે તે દર્શાવતાં અહીં ગ્રંથકારશ્રી કહે છે કે એનું રૂપ દૃષ્ટિ વડે દેખાય એવું નથી, હૃદયથી તે ગ્રાહ્ય નથી અને વાણીથી તે ગોચર નથી. સ્થૂલ પુદ્ગલરૂપ પદાર્થ હોય તેને આકાર હોય. તે આંખથી જોઈ શકાય, હૃદયથી (એટલે અહીં દ્રવ્ય મનથી) ગ્રહણ કરી શકાય અને તેને વાણીનો વિષય બનાવી શકાય. પરંતુ દરેક ઇન્દ્રિયને જેમ પોતાની શક્તિ હોય છે, તેમ મર્યાદા પણ હોય છે. આત્મા અમૂર્ત છે. તે ચક્ષુથી જોઈ શકાય એવો નથી. તે વર્ણવી શકાય એવો નથી. તે વચનાતીત છે. તેને પ્રકાશવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી, કારણ કે તે પોતે જ સૂર્યાદિની જેમ પ્રકાશસ્વરૂપ છે. જ્ઞાન એનો પ્રકાશ છે.
૭૧૬] આત્મા સચિવાનન્ત: સૂક્ષ્માસૂક્ષ્મ: પરાત્પર: ।
स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥३९॥
અનુવાદ : સત્ (સત્ય), ચિત્ અને આનંદ સ્વરૂપ, સૂક્ષ્મથી સૂક્ષ્મ, પરથી પર એવો આત્મા મૂર્તત્વને સ્પર્શ પણ કરતો નથી. વળી બીજાઓ(અન્ય દર્શનીઓ)એ પણ એમ કહ્યું છે.
વિશેષાર્થ : આત્મા સત્ સ્વરૂપ છે, યથાર્થ સ્વરૂપ છે. દેહાદિથી ભિન્ન સ્વસત્તાને તે ધારણ કરનાર છે. આત્મા ચિત્ સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા આનંદસ્વરૂપ છે. આમ, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અલબત્ત, એમ કહેવું સરળ છે, પણ અંતરમાં એનો બોધ થવો, અનુભવ થવો તે બહુ કઠિન છે, કારણ કે આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. પુદ્ગલ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે, પણ આત્મા તો એથી
Jain Education International_2017_05
૪૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org