________________
અધ્યાત્મસાર
મૂર્ત દ્રવ્યમાં જ થાય. ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને, સિદ્ધગતિના જીવોને કોઈ મૂર્ત દ્રવ્યથી પ્રહાર કરે તો તેમને વેદના થતી નથી, કારણ કે તે અમૂર્ત છે. પરંતુ દેહધારી જીવને પ્રહાર કરે તો દેહમાં પોતાપણાનો ભાવ હોવાથી વેદના થાય છે. એટલે આત્મામાં કંઈક અંશે મૂર્તતા સ્વીકારવી પડશે. આમ વ્યવહારનય કહે છે, કારણ કે તે અમુક અંશે દેહની સાથે આત્માની અભિન્નતામાં માને છે. [૭૧૨] તન્નશ્ચય ન સહતે યમૂર્તો ન મૂર્તિતામ્
अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥३५॥ અનુવાદ : તે વાતને નિશ્ચયનય સહન કરતો નથી (સ્વીકારતો નથી), કારણ કે જેમ અગ્નિ (પાવક) શીતલતા પામતો નથી, તેમ અમૂર્ત (આત્મા) મૂર્તપણાને અંશે પણ અવગાહતો નથી.
વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે આત્મા કથંચિત્ મૂર્ત છે અને દેહ સાથેની એની એકતા છે, કારણ કે દેહ ઉપર કંઈ પ્રહાર થાય તો આત્મા તે વેદના અનુભવે છે. પરંતુ નિશ્ચયનય આ વાત સહન કરતો નથી એટલે કે આ વાતને જરા પણ સ્વીકારતો નથી. તે કહે છે કે આત્મામાં અંશે પણ મૂર્તતા નથી. અહીં અગ્નિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અગ્નિ અંશે પણ શીતલતા પામતો નથી. અગ્નિ ઉષ્ણ છે એટલે ઉષ્ણ જ છે. એમાં અંશે પણ શીતલતા સંભવી શકતી નથી. તેવી રીતે અમૂર્ત આત્મા ક્યારેય મૂર્ત, રૂપી, સાકાર એટલે આકારવાળો બની શકતો નથી. [૭૧૩] ૩Jસ્થાનેર્યથા યોદ્ધૃતમુwામિતિ પ્રમ:..
तथा मूर्तीगसंबंधादात्मा मूर्त इति भ्रमः ॥३६॥ અનુવાદ : જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી ઘી ઉષ્ણ છે એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિ અંગના સંબંધથી આત્મા મૂર્તિ છે એવો ભ્રમ થાય છે.
વિશેષાર્થ : દેહમાં આત્મા રહેલો છે, પણ તે દેહથી ભિન્ન છે. દેહાકારે સંસારી જીવ રહેલો હોવાથી સામાન્ય માણસોને એવો ભ્રમ થાય છે કે આત્મા મૂર્તિ છે. વસ્તુતઃ આત્મા અમૂર્ત છે, પરંતુ મૂર્ત દેહના સંયોગથી આત્મા મૂર્ત છે એવો આભાસ થાય છે. એટલે વ્યવહારમાં પણ “હું ગોરો છું, હું નીચો છું, હું જાડો છું' ઇત્યાદિ બોલાય છે. વસ્તુતઃ આત્મા અરૂપી છે, અદશ્યમાન છે. અહીં ઉદાહરણ ઘી અને અગ્નિનું આપવામાં આવ્યું છે. અગ્નિનો ગુણધર્મ ઉષ્ણતા છે. ઘીનો ગુણધર્મ શીતળતા છે. પરંતુ ચૂલા ઉપર ઘી મૂકવામાં આવે તો ઘી ગરમ થાય છે. તે વખતે ઘીના શીતલ પરમાણુઓની વચ્ચે અગ્નિના ઉષ્ણ પરમાણુઓ પ્રવેશી જાય છે. એટલે ઘી ગરમ છે એવો ભ્રમ થાય છે. ગરમ ઘી તે ખાનારને તો શરીરમાં ઠંડક જ કરે છે, કારણ કે શીતલતા એનો સ્વભાવ છે. એવી રીતે આત્મા શરીરમાં રહેલો હોવાથી મૂર્ત દેખાય છે, પરંતુ સ્વગુણલક્ષણથી તો તે અમૂર્ત જ છે. [૭૧૪] ન રૂપ ન રસો ગંથો ન ન સ્વ ન રીતિઃ
___ यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥३७॥ અનુવાદ ઃ જે(આત્મા)નો ધર્મ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી તથા શબ્દ પણ નથી, તેનું મૂર્તત્વ ક્યાંથી હોય ?
૪૧૦ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org