________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
આ નયો પ્રમાણે આત્માને સ્વગુણો સાથે એકત્વ છે અને સર્વ આત્માઓ સાથે પણ એકત્વ છે. પરસામાન્યની દૃષ્ટિએ સર્વ આત્માઓમાં એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન પ્રકાશમય, જ્યોતિસ્વરૂપ છે.
શુદ્ધ આત્મસ્વરૂપને જોનાર સર્વ શુદ્ધ નયોની અપેક્ષાએ સંસારમાં આત્મા એક છે એમ કહેવામાં આવ્યું છે. એવા એકત્વરૂપ આત્માનું અનુભૂતિપૂર્વક દર્શન કરવું એ ઘણું દુષ્કર છે. એટલે જ ગ્રંથકારશ્રી હવે પછીના શ્લોકમાં એવું દર્શન કરાવવા માટે પોતાનામાં રહેલા ભગવાન આત્માને પ્રાર્થના કરે છે.
[૭૧૦] પ્રપંચસંચયવિનાન્માયારૂપાવિમિ તે ।
प्रसीद भगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ॥३३॥
અનુવાદ : હે ભગવાન્ આત્મા ! પ્રપંચના સંચયથી ક્લિષ્ટ એવા તમારા માયાના રૂપથી હું ભય પામું છું. માટે મારા પર પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપને પ્રકાશિત કરો.
વિશેષાર્થ : આત્માના કર્મથી ખરડાયેલા સ્વરૂપ અને વિશુદ્ધ સ્વરૂપ વચ્ચે કેટલું બધું અંતર છે ! કર્મના પ્રપંચને લીધે ક્લિષ્ટ બનેલું સ્વરૂપ એટલું બધું માયાવી છે કે લોકો એને જ સાચું માની લે છે. જેમ ખોટી વાતમાં સારા સાચા માણસોને પણ ફસાઈ જવાનું જોખમ રહે છે તેમ સંસારી જીવોની પ્રપંચી લીલાથી જ્ઞાની મહાત્માઓને પણ ભય રહે છે. ડુક્કર કાદવમાં આળોટતું હોય અને ગંદી વસ્તુ ખાતું હોય તો તે જોઈને આપણને ચીતરી ચડે છે, પણ ડુક્કરને એમાં અતિશય આનંદ અનુભવવા મળે છે. આવું જ અવિવેકી મનુષ્યોનું છે. પરંતુ શુભ કર્મને લીધે માણસોને ભૌતિક માયાવી સુખમાં મહાલતા જોઈને જ્ઞાનીને ખેદ થાય છે.
ઉપાધ્યાયજી મહારાજ અહીં, સ્વગતોક્તિરૂપે પોતાના આત્માને પ્રાર્થે છે કે ‘હે ભગવાન આત્મા, મારા પર પ્રસન્ન થાઓ અને મારા શુદ્ધ રૂપને પ્રકાશિત કરો, કારણ કે મને માયાવી પ્રપંચનો ડર લાગે છે.' તેઓ પોતાના આત્માને ‘ભગવાન' કહીને સંબોધે છે. તેઓ પોતાના આત્મામાં જ રહેલા પરમાત્મસ્વરૂપને નિહાળે છે. આત્મા એ જ પરમાત્મા છે. વિકૃતિ અને માયાપ્રપંચની જાળમાં ફસાયેલા આત્માને તેમાંથી મુક્ત કરી એના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનું કર્તવ્ય જીવનું છે.
[૭૧૧] વેહેન સમમેત્યું મન્યતે વ્યવહારવિત્ ।
कथंचिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥३४॥
અનુવાદ : વ્યવહારને જાણનાર દેહની સાથે (આત્માનું) એકત્વ માને છે, કારણ કે (આત્માને) કોઈક પ્રકારે મૂર્તતાની પ્રાપ્તિ થવાથી વેદના વગેરેનો ઉદ્ભવ થાય છે.
વિશેષાર્થ : આત્મા મૂર્ત છે કે અમૂર્ત ? રૂપી છે કે અરૂપી ? આ પ્રશ્નનો જવાબ આપતાં વ્યવહારવિદ્ એટલે કે દ્રવ્યાર્થિક નયમાં માનનાર એમ કહે છે કે આત્મામાં કથંચિત્—કંઈક અંશે મૂર્તતા છે, કારણ કે તેનામાં વેદનાનો ઉદ્ભવ થાય છે. દેહ અને આત્મા એક ક્ષેત્રે રહેલા છે. હવે કોઈ માણસ દેહને લાકડીથી પ્રહાર કરે તો ત્યાં વેદના, આઘાત ઉદ્ભવે છે. એ આત્માને થાય છે. મૂર્ત દ્રવ્યકૃત પરિણામ
Jain Education International_2010_05
૪૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org