________________
અધ્યાત્મસાર
આકાશમાં નાનાંમોટાં કાળાધોળાં વાદળાંઓની અવરજવર વારંવાર દેખાય છે. એ વાદળાં-વાદળીઓમાં વિવિધ આકારો જોવા મળે છે. ક્યારેક સંધ્યાટાળે સૂર્યનાં કિરણોના સંયોગથી રંગરંગની વાદળીઓમાં, જાણે તે ગંધર્વનગરી હોય એવી આકૃતિનો ભાસ થાય છે, પરંતુ એ માત્ર આભાસ છે. એ આકૃતિ તે ગંધર્વનગરી નથી, પણ માત્ર વાદળીઓ છે. ભ્રમને લીધે એવો આભાસ જણાય છે. થોડીવારમાં જ એ વાદળીઓ ખસી જતાં એ બધા આકારો મિથ્યા હતા એવી પ્રતીતિ થાય છે. એવી જ રીતે જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો સંસારરૂપી સમગ્ર વિલાસ પણ સત્ય નથી, મિથ્યા છે, ભ્રમરૂપ છે.
[૭૦૮] તિ શબ્દનાયત્તમેળવં પ્રતિમત્મિન !
अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥३१॥ અનુવાદ : આમ આત્માને વિશે શુદ્ધ નયનિશ્ચયનય)ને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે, કારણ કે આ પૂર્ણવાદી(નિશ્ચયનય)ને અંશાદિકની કલ્પના પણ ઈષ્ટ નથી.
વિશેષાર્થ : આત્મદ્રવ્ય વિશે ભેદ અને અભેદની વિચારણા અહીં કરવામાં આવી છે. સંસારમાં જીવોનું કેટલું બધું વૈવિધ્ય છે ! પણ એ વૈવિધ્ય બાહ્ય છે. આ બધા ભેદો કર્મકૃત છે. પરંતુ બધા જીવોમાં જે આત્મતત્ત્વ છે તે સમાન છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્માને વિશે એકત્વ એટલે કે
પ્તિ થાય છે. એટલું જ નહિ એમાં પણ જે પૂર્ણવાદીઓ છે એટલે કે પૂર્ણતાના પક્ષ લેનારાઓ છે તેઓ તો અંશાદિની કલ્પનાને, પ્રદેશ વગેરેના વિભાગની કલ્પનાને પણ ઇષ્ટ ગણતા નથી. જગતના સર્વ જીવોમાં પરસામાન્યથી ચૈતન્યનું એત્વ છે. જુદા જુદા જીવોની કે આત્માના પ્રદેશોની દષ્ટિએ આંશિક વિભાજનની કલ્પના પૂર્ણવાદીઓને આવશ્યક જણાતી નથી. તેઓ સંગ્રહનયની દૃષ્ટિએ કહે છે કે સંસારમાં એક જ આત્મદ્રવ્ય છે.
[૭૦] [ ૩માત્મિતિ સૂત્રથાણયમેવાશયો મતઃ |
प्रत्यग्ज्योतिषमात्मानमाहुः शुद्धनयाः खलु ॥३२॥ અનુવાદ : “આત્મા એક છે.”– આ સૂત્રનો પણ આવો જ આશય માનેલો છે, કારણ કે શુદ્ધ નયોએ આત્માને શુદ્ધ જ્યોતિવાળો કહ્યો છે.
વિશેષાર્થ : આગળના શ્લોકના કથન માટે અહીં આગમસૂત્રનો આધાર આપવામાં આવ્યો છે. અહીં સૂત્ર એટલે સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર. આ આગમસૂત્રના પહેલા જ અધ્યયન (સ્થાન)માં આરંભમાં જ સૂત્ર આપ્યું છે : ને કાયા | એટલે કે આત્મા એક છે. આત્મા અનંત હોવા છતાં ચૌદ રાજલોકમાં
એક આત્મા’ છે એમ આગમસૂત્રમાં કહેવામાં આવ્યું છે તો તેની પાછળ કંઈક આશય હોવો જોઈએ. આશય એ છે કે સર્વ જીવોમાં સ્વરૂપની દૃષ્ટિએ એક જ શુદ્ધ આત્મા બિરાજે છે. તે આત્મા શુદ્ધ પ્રકૃષ્ટ જયોતિરૂપ છે. એટલે સંગ્રહનયની દૃષ્ટિએ સંસારમાં એક જ આત્મા છે એમ કહેવામાં આવે છે. અહીં ‘નય’ શબ્દ બહુ વચનમાં પ્રયોજયો છે. એટલે જેટલા શુદ્ધ નયો છે તે બધા જ નવો આત્મા એક જ છે એમ માને છે.
૪૦૮ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org