________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
આત્માને કર્મનો કર્તા કે કર્મનો ભોક્તા માનતા નથી. વિશુદ્ધ આત્મા કર્મમુક્ત છે. એટલે આત્મા જો. કર્મમુક્ત હોય તો સર્ગ અર્થાત્ સંસારની ઉત્પત્તિ કેવી રીતે થાય ? ભવનો પ્રપંચ અથવા વિસ્તાર કેવી રીતે બની શકે ? એટલે એમને મન સંસાર સ્વપ્ર જેવો છે.
આ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે.
વ્યવહારનય આત્માને કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા માને છે. એને લીધે જ સંસારની લીલા ચાલ્યા કરે છે. વ્યવહારદષ્ટિએ સંસાર વાસ્તવિક છે. એ સંસારમાંથી છૂટવાનું છે અને છૂટવા માટેના આત્મજ્ઞાનસહિત તપસંયમાદિના જે ઉપાયો જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે તે પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે. વ્યવહારનય ભવનો ભય બતાવી તેનો અંત લાવવાનું કહે છે. નિશ્ચયનય કહે છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી જતાં સંસાર જેવું કંઈ છે જ નહિ. વસ્તુતઃ બંને નયના સમન્વય માટે સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવાની પાત્રતા આવશ્યક છે. [૭૦૬] મધ્યાહૈ મૃતૃMTયાં પય પૂરો યથેશ્યતે |
तथा संयोगजः सर्गो विवेकाख्यातिविप्लवे ॥२९॥ અનુવાદ: જેમ મધ્યાહુને મૃગતૃષ્ણા(મૃગજળ)માં પાણીનું પૂર દેખાય છે, તેમ વિવેકના અજ્ઞાન(અખ્યાતિ)ના વિપ્લવ(ઉત્પાત)ને લીધે સંસાર (સર્ગ) સંયોગથી ઉત્પન્ન થયેલો દેખાય છે.
વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી સંસારનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. એ માટે મૃગજળનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ગ્રીષ્મ ઋતુમાં બપોરે સૂર્યનાં અત્યંત ઉષ્ણ કિરણોથી દૂર વેરાનમાં તપેલી માટી અથવા રેતીમાં જે પ્રકાશ પથરાય છે અને પ્રતિબિંબિત થાય છે તેથી માણસને એવી ભ્રાન્તિ થાય છે કે ત્યાં પાણી છે. તરસ્યું મૃગ તે જળ જોઈને પીવા દોડે છે, પણ જેમ દોડે છે તેમ પાણી આવું અને આવું જાય છે, કારણ કે તે વાસ્તવિક જળ નથી. જળ તરીકે દેખાવા માટે અમુક અંતર જોઈએ. એટલે મૃગ થાકીને તરફડે છે, પણ તૃષા છીપતી નથી, કારણ કે એ સાચું પાણી નથી. એ માત્ર ભ્રમ છે. માટે આવા દશ્યને મૃગજળ કહેવામાં આવે છે. બપોરના તડકામાં ડામરની સીધી સડક પર પણ દૂર આવાં મૃગજળ દેખાય છે. સમજુ બુદ્ધિશાળી માણસને તરત ખાતરી થાય છે કે આ ભ્રમ છે. આ સંસાર આવા મૃગજળ જેવો છે. વિવેકના અજ્ઞાનને લીધે, સંસાર જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો ભાસે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો જીવ કશું કરતો નથી એટલે સંસાર ઉદ્ભવતો નથી. જે દેખાય છે તે મૃગજળની જેમ ભ્રમ માત્ર છે. [૭૦૭ થર્વનરાજીનામંબરે ડેમ્બરો યથા |
तथा संयोगजः सर्वो विलासो वितथाकृतिः ॥३०॥ અનુવાદ : જેમ આકાશમાં ગંધર્વનગરી વગેરેનો આડંબર દેખાય છે તેમ સંયોગથી ઉત્પન્ન થયેલો સર્વ વિલાસ ખોટી આકૃતિવાળો છે. ' વિશેષાર્થ : સંસાર માટે મૃગજળની ઉપમા આપ્યા પછી હવે આ શ્લોકમાં ગ્રંથકર્તા મહર્ષિ તેને માટે આકાશમાં વાદળાંઓના આકારથી ભાસતી ગંધર્વનગરીની ઉપમા આપે છે.
૪૦૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org