SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૭૦૪] શ્રેતદ્રવ્યક્ત ચૈત્યે મિત્તિક કથા : . __ भात्यनंतर्भवच्छून्यं प्रपंचोऽपि तथेक्ष्यताम् ॥२७॥ અનુવાદ : જેમ ભીંત પર શ્વેત દ્રવ્યથી કરેલી ઉજવળતા (ચૈત્ય) તે બંનેમાં (ભીંત અને દ્રવ્યમાં) અંતર્ભાવ પામ્યા વગર અને શૂન્ય બન્યા વિના પ્રકાશે છે, તેમ પ્રપંચ(સંસાર)ને પણ જોવો. વિશેષાર્થ ? આત્મા અને કર્મનો સંયોગ કેવા પ્રકારનો છે તે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ સમજાવવા માટે અહીં ભીંત અને ચૂનાનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ભીંતને ચૂના વડે ધોળવામાં આવે છે ત્યારે જે શ્વેતતા એટલે કે ઉજ્જવળતા દેખાય છે તે પરસ્પર અંતર્ભાવ પામ્યા વિના શોભે છે. ભીંત ચૂનામાં પેસતી નથી અને ચૂનો ભીંતમાં પેસતો નથી. બંને અડોઅડ હોવા છતાં અથવા એકબીજામાં ભળી ગયેલાં દેખાવા છતાં, પોતપોતાના સ્વરૂપમાં છે. તેવી રીતે આત્મા અને કર્મનો સંયોગ થવા છતાં, તેઓ બંને પરસ્પર એકરૂપ થતાં નથી. એટલે કે જડ કર્મનો અંતર્ભાવ ચેતન આત્મામાં થતો નથી અને ચેતન આત્માનો અંતર્ભાવ જડ કર્મમાં થતો નથી. તેઓ બંને ભળેલાં છે એમ જે દેખાય છે તે ભ્રમ છે. પ્રપંચ એટલે કે સંસારને પણ એ રીતે જોવો જોઈએ. જો તેઓ બંને એકરૂપ બની જતાં હોય તો મૃત શરીરમાં ભાવ કે લાગણી કેમ જોવા મળતી નથી ? અને સિદ્ધગતિના જીવોમાં કેમ કોઈ ચેષ્ટા હોતી નથી ? તો પછી સંસાર કેવી રીતે ઉત્પન્ન થાય છે ? અલબત્ત સંસાર આત્મા અને કર્મના સંયોગથી ઉત્પન્ન થાય છે. પરંતુ એ માત્ર સંયોગ જ છે. આત્મા ન હોય તો ફક્ત કર્મમાં સંસાર ઉત્પન્ન કરવાની શક્તિ નથી અને કર્મ ન હોય તો આત્મા સંસાર ઉત્પન્ન કરતો નથી. વસ્તુતઃ આત્મા અને કર્મનો સંયોગ થવા છતાં તેઓ એકબીજામાં અંતર્ભાવ પામતાં નથી એટલે કે એકરૂપ થઈ જતાં નથી. એક ચેતન છે અને બીજું જડ છે. બંનેના સ્વભાવ ભિન્નભિન્ન છે. [૭૦૫] યથા સ્વMાવવુડશેં વિવુદ્ધન ન શ્યા व्यवहारमतः सर्गो ज्ञानिनां न तथेक्ष्यते ॥२८॥ અનુવાદ : જેમ સ્વમમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતો નથી, તેમ વ્યવહાર માનેલો સંસાર (સર્ગ) જ્ઞાનીઓને દેખાતો નથી. વિશેષાર્થ : માણસ જ્યારે સ્વપ્રાવસ્થામાં હોય છે ત્યારે એને એમાં જે દશ્યો દેખાય છે તે તેટલો વખત અત્યંત વાસ્તવિક રીતે, સત્ય તરીકે અનુભવાય છે. સ્વપ્રમાં ક્યારેય માણસને એમ થતું નથી કે આ તો સ્વપ્ર છે, અવાસ્તવિક છે, ખોટું છે અને ભ્રમરૂપ છે. સ્વપ્રમાં જે કંઈ એ જુએ છે, નગર, નદી, મંદિર, મહેલ, સ્વજનો ઇત્યાદિ તે બધું જ સાચું છે એમ એટલો સમય એને લાગે છે. ક્યારેક ભયાનક સ્વપ્ર હોય તો માણસ સાચી ચીસ પાડે છે. પરંતુ જાગૃત થતાં જ માણસને સમજાઈ જાય છે કે આ તો સ્વપ્ર હતું, ખોટું હતું. આવી જ રીતે જ્ઞાની મહાત્માઓ સંસારને જુએ છે. તેઓ તો આત્માને વિશુદ્ધ માને છે. તેઓ ४०६ For Private & Personal Use Only ucation International 2010_05 Jain Education Interational 2010_05 For Private Use Online www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy