________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૭૦૨] વર્માતે દિ પર્યાય નાત્મનઃ શુદ્ધાક્ષિUT:
कर्म क्रियास्वभावं यदात्मा तु ज्ञस्वभाववान् ॥२५॥ અનુવાદ ઃ તે પર્યાયો કર્મના જ છે, શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી, કારણ કે કર્મ ક્રિયાના સ્વભાવવાળું છે, ત્યારે આત્મા તો જ્ઞ(જ્ઞાતા) સ્વભાવવાળો છે.
વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કર્મનો કર્તા નથી એ વાત અહીં ફરીથી સ્પષ્ટ કરવામાં આવી છે. મનુષ્ય, તિર્યંચ, દેવ કે નારકી એ બધા જીવના જે પર્યાયો જોવા મળે છે તે વસ્તુતઃ કર્મના છે. કર્મ શરીરરૂપ છે અને આ બધા પર્યાયો પણ શરીરરૂપ છે. કર્મ ક્રિયા કરવાના સ્વભાવવાળું છે. કર્મનો ઉદય થાય છે ત્યારે જીવના કાર્મણ શરીરમાં તે પ્રમાણે ક્રિયા થાય છે. બીજી બાજુ આત્મા વિશુદ્ધ છે એટલે કે કાશ્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓથી અલિપ્ત છે, મુક્ત છે. વળી આત્મા સાક્ષીરૂપ છે. એના જ્ઞાનના ઉપયોગમાં પર્યાયરૂપ શેય પ્રતિબિંબિત થાય છે. વસ્તુતઃ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આત્મા કશું ઉત્પન્ન કરતો નથી; વળી તે પોતે પણ ઉત્પન્ન થતો નથી. તે જ્ઞાન(જ્ઞ) સ્વભાવવાળો છે.
[૭૦૩] નાહૂનાં વર્ષો વાડ મવ: સ્વભાવના:
___ एकैक विरहेऽभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥२६॥ અનુવાદ : આ ભવસંસાર (ભવસર્ગ) કર્મના અણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલો નથી. એક એકના વિરહથી તેનો (સંસારનો) અભાવ છે તથા અન્ય કોઈ તત્ત્વથી તેનું અસ્તિત્વ (સ્થિતિ) નથી.
વિશેષાર્થ સર્ગ એટલે રચના, સર્જન. ભવસર્ગ એટલે જન્મ, ગતિ, મરણ વગેરેની ઘટમાળરૂપી સંસારની રચના. સંસારની આ રચના કેવી રીતે ઉત્પન્ન થાય છે ? વ્યવહારનય કહેશે કે કર્મને કારણે સંસારની આ ઘટમાળ ચાલ્યા કરે છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે એમ નથી. ફક્ત કર્મના પરમાણુઓના ક્રિયારૂપી સ્વભાવથી સંસાર ઉદ્ભવતો નથી. તેમ બીજી બાજુ ફક્ત જીવના-આત્માના સ્વભાવથી પણ સંસાર ઉદ્ભવતો નથી. મતલબ કે બેમાંથી કોઈ પણ એકનો વિરહ અર્થાત્ અભાવ હોય તો સંસારનો પણ અભાવ છે એટલે કે સંસાર ઉદ્ભવતો નથી. સંસાર-પર્યાય ફક્ત કર્મનો નથી તેમ આત્માનો પણ નથી.
આત્મા ન હોય અને માત્ર કાર્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ હોય તો તે જન્મ-જરારૂપી સંસાર ઉત્પન્ન કરી શકે નહિ. તેવી રીતે સિદ્ધગતિમાં ફક્ત વિશુદ્ધ આત્મદ્રવ્ય છે, પણ કર્મના પરમાણુઓ ત્યાં આત્માને વળગેલા નથી. એટલે ત્યાં પણ સંસારની રચના સંભવી શકતી નથી.
અહીં વ્યવહારનય કહેશે કે આત્મા અને કર્મના સંયોગથી સંસારનો ઉદ્ભવ થાય છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે આ તત્ત્વાન્તરથી પણ ભવસંસારની ઉત્પત્તિ થતી નથી, કારણ કે આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પૃથફ છે, ભિન્ન છે. બંને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. તે એકબીજાના સ્વભાવને ગ્રહણ કરતા નથી. એટલે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જે ભવસર્ગ દેખાય છે તે ભ્રમાત્મક જ છે. આ સમજાવવા માટે હવે ભીંત અને એની ઉજ્જવળતાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
૪૦૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org