________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર
કે સુશોભિત હોય, બેડી એટલે બેડી છે. એમાંથી અંતે છુટકારો મેળવવાનો જ છે. પાપને તમે લોઢાની બેડી તરીકે ઓળખાવો, તો પુણ્યને સોનાની બેડી તરીકે ઓળખાવી શકાય. પણ એથી બંધન છૂટતું નથી. બંનેમાં જીવની પરતંત્રતા છે, સ્વતંત્રતા નથી.
આ નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે. સૈદ્ધાત્તિક રીતે તે સર્વથા સાચું છે. પરંતુ નિશ્ચયનય અને વ્યવહારનયમાં ફરક છે. જીવને દુઃખ, દુર્ગતિ અપાવનાર પાપ સર્વથા ન આચરવાયોગ્ય છે, એકાન્ત હેય છે એમ નિશ્ચયનય અને વ્યવહારનય બંને સ્વીકારે છે. પરંતુ પુણ્યની બાબતમાં વ્યવહારનય કહે છે કે “પુણ્ય એકાત્તે હેય છે, સર્વથા ન આચરવાયોગ્ય છે.'– એમ નહીં કહી શકાય. પુષ્ય મોક્ષનું સાક્ષાત કારણ નથી એ સાચું, તો પણ પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરાને અનુકૂળ બાહ્ય સામગ્રી પ્રાપ્ત કરાવવામાં સહાયક બની શકે અને એ રીતે પરંપરાએ મોક્ષપ્રાપ્તિ સુધી સહાયક બની શકે છે. જયાં સુધી વર્તમાન મનુષ્યભવમાં મોક્ષ નથી, અને મોક્ષપ્રાપ્તિ માટે અન્ય એક મનુષ્ય ભવની આવશ્યકતા રહે છે, અને એ મનુષ્યભવની પ્રાપ્તિ પુણ્ય વગર સંભવિત નથી ત્યાં સુધી પુણ્ય એ અપેક્ષાએ ઉપાદેય છે એ લક્ષમાં રાખવું જરૂરી છે એમ વ્યવહારનય કહે છે. અલબત્ત, પુણ્યના લશે પુણ્ય ન હોવું જોઈએ. [૭૩૯] સત્તામ્ય સુવિખ્યાં જ બેઃ પુથપાયોઃ
दुःखान्न भिद्यते हन्त यतः पुण्यफलं सुखम् ॥६२॥ અનુવાદ : સુખદુઃખરૂપ ફળથી પુણ્ય અને પાપનો ભેદ નથી, કારણ કે વસ્તુતઃ પુણ્યનું ફળ જે સુખ તે દુઃખથી ભેદ પામતું નથી (જુદું નથી).
વિશેષાર્થ : વ્યવહારનય એમ કહે છે કે પુણ્ય શુભ કર્મ છે અને પાપ અશુભ કર્મ છે. પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. સામાન્ય માણસોનો એ અનુભવ છે કે પુણ્યથી સુખસંપત્તિ સાંપડે છે અને પાપથી દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનીઓ એમ કહે છે કે સામાન્ય માણસો સુખ અને દુઃખની આવી વાત કરે છે, કારણ કે એમને સુખ અને દુઃખના વાસ્તવિક સ્વરૂપની સાચી સમજણ નથી. નિશ્ચયનય કહે છે કે સામાન્ય માણસો જેને સુખ તરીકે ઓળખાવે છે, તેમાં પણ દુ:ખ જ રહેલું છે. માટે સુખ અને દુઃખ વચ્ચે ભેદ કરવાની, તેમના વિભાગ કરવાની કંઈ જરૂર નથી. પુણ્ય અને પોપ બંનેનો તાત્ત્વિક અનુભવ તો દુ:ખરૂપ જ છે. [७४०] सर्वं पुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः ।
तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥६३॥ અનુવાદ : સર્વ પુણ્યફળ કર્મોદયને કારણે થતું હોવાથી દુઃખ છે. તેમાં દુઃખના પ્રતિકારમાં (પ્રતિકારરૂપ પુણ્યફળમાં) મૂઢ માણસોને સુખની બુદ્ધિ થાય છે.
વિશેષાર્થ : સુખ અને દુઃખનું સ્વરૂપ અહીં તાત્વિક દૃષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. સામાન્ય માણસને સુખનો અનુભવ થાય છે તે પુણ્યના ફળરૂપે છે. પરંતુ પુણ્યોદય શું છે ? તે તો કર્મોનો ઉદય છે. અને કર્મો શું છે ? આત્માની વિકૃતિ છે. આત્માનો સાચો સ્વભાવ આનંદરૂપ છે. આત્મા સ્વ-સ્વભાવથી
૪૨૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org