________________
અધ્યાત્મસાર
અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. કર્મ આત્માની વિભાવદશા છે. એટલે એ સુખનો અનુભવ કેવી રીતે કરાવી શકે ? એટલે આત્મામાં કર્મના ઉદયથી જે વિકૃતિ પેદા થાય છે તે સુખનું કારણ બની શકે નહિ. તો પછી પુણ્યના ઉદયથી સુખનો જે અનુભવ થાય છે તે શું છે ? તે સાચું સુખ નથી. વસ્તુતઃ તે તો દુ:ખનો પ્રતિકાર છે. પ્રતિકાર અથવા પ્રતીકાર એટલે ઉપાય અથવા દુઃખનો સામનો છે. માણસ ખાય છે અને એને આનંદ થાય છે તેનું કારણ એને ભૂખની પીડા ઉત્પન્ન થઈ છે અને એ શાન્ત થતાં એને આનંદ થાય છે. માણસ પાણી પીએ છે તે તૃષાને છીપાવવા માટે. માણસને અનુકૂળતામાં સુખ લાગે છે કારણ કે તે અનુકૂળતા પ્રતિકૂળતાને દૂર કરે છે. માણસને સંપત્તિથી સુખનો અનુભવ થાય છે, કારણ કે સંપત્તિ મળતાં લક્ષ્મીના અભાવનું દુ:ખ ચાલ્યું જાય છે. એટલે પુણ્યના ઉદયથી મળતું સુખ તે સુખ નથી, પણ દુ:ખને મટાડવાનો ઉપાય (પ્રતીકાર) છે. એટલે હકીકતમાં તો સુખના મૂળમાં દુઃખ જ રહેલું છે. પુણ્યના ઉદયે આ દુઃખનો સામનો કરવા માટેની અનુકૂળ સામગ્રી મળી રહે છે.
આમ, સુખના મૂળમાં દુઃખ જ છુપાયેલું રહ્યું છે, પરંતુ મૂઢ, અજ્ઞાની માણસોને તે સમજાતું નથી.
[૭૪૧] પરિપત્ર તાપાત્ર સંtત્ર પુર્વતમૂ
गुणवृत्तिविरोधाच्च दुखं पुण्यभवं सुखम् ॥६४॥ અનુવાદ : પુણ્યથી ઉદ્ભવેલા સુખને જ્ઞાનીઓએ પરિણામને લીધે, તાપને લીધે, સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધને લીધે દુઃખરૂપ માનેલું છે.
વિશેષાર્થ : જીવો પુણ્યના ઉદયે જે સુખ અનુભવતા ભાસે છે તેને જો તાત્ત્વિક દૃષ્ટિએ તપાસીએ તો એ સુખ દુ:ખરૂપ જ છે. અજ્ઞાન, મોહ ઇત્યાદિને લીધે જીવને તે સુખ હોવાનો ભ્રમ થાય છે, જ્ઞાનીઓ એવા બહિરંગ સુખની બરાબર તપાસ કરીને એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે પુણ્યથી ઉદ્ભવેલું એ સુખ અંતે તો દુ:ખરૂપ છે. સામાન્ય રીતે, પ્રથમ દૃષ્ટિએ જીવને સુખ એ દુઃખ છે એ સમજાય નથી. પરંતુ જ્ઞાનીઓ એની ચાર કસોટી બતાવે છે : (૧) પરિણામ, (૨) તાપ, (૩) સંસ્કાર અને (૪) ગુણવૃત્તિ. કોઈ પણ કાર્યનું છેવટે શું પરિણામ આવે છે, તે કેટલી વ્યાકુળતા જન્માવે છે, તે કેટલું તપાવે છે એટલે કે કષ્ટ આપે છે, તે કાર્ય પૂરું થઈ ગયા પછી એની અસર અથવા સંસ્કાર ઇત્યાદિ કેવાં રહી જાય છે અને સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રિગુણની દૃષ્ટિએ એની સ્થિતિ કેવી હોય છે એ પ્રમાણે પુણ્યની કસોટી કરવી જોઈએ.
અહીં પુણ્ય વિશેની આ ચાર કસોટી પાતંજલ યોગદર્શન' અનુસાર બતાવવામાં આવી છે. ‘પાતંજલ યોગદર્શન’ના દ્વિતીય “સાધનપાદ'માં પંદરમું સૂત્ર આ પ્રમાણે આપવામાં આવ્યું છે, જેમાં પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિનો નિર્દેશ છે. પરિણામ-તાપ-સંઋા રદુ:āનવૃત્તિવિરોધીષ્ય ૩:વમેવ સર્વ વિવેન: |
સંસારમાં સામાન્ય માણસોને જે સુખના, આનંદના પદાર્થો કે વિષયો જણાય છે તેમાં યોગીઓને એટલે કે જ્ઞાનીઓને સુખ કે આનંદ જણાતાં નથી, કારણ કે એમાં કહેવાતું સુખ તે ખરેખર, સાચું સુખ છે કે નહિ, તેની ચાર પ્રકારે તેઓ કસોટી કરે છે અને એવો નિર્ણય તારવે છે કે પુણ્યજનિત એ સુખ પણ અંતે દુઃખમય જ છે.
૪૨૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org