________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
આ વિશે હવે પછીના શ્લોકમાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે.
[૭૪૨] વેપુણેનુંરામર્શ્વનાયાનામપિટમ્ । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥६५॥
અનુવાદ : મનુષ્ય અને દેવ(અમર્ત્ય)ના નાયકોના પણ દેહની પુષ્ટિનું પરિણામ, મોટા બકરા(મહા અજ)ના પોષણની જેમ સ્પષ્ટપણે અત્યંત દારુણ (ભયંકર) છે.
વિશેષાર્થ : સારામાં સારું ખાવુંપીવું, સારામાં સારાં વસ્ત્ર અને અલંકારો ધારણ કરવાં, યથેચ્છ હરવુંફરવું, પાંચે ઇન્દ્રિયોના અનેકવિધ વિષયોમાં રાચવું એવું બધું સુખ અનુભવતાં જીવ રાજી થાય છે. મનુષ્યોમાં નાયક તે ચક્રવર્તી અને દેવોમાં નાયક તે ઇન્દ્ર એ બધાં પણ કેટલું બધું ભૌતિક સુખ ભોગવે છે ! એવું સુખ પોતાને ભોગવવા મળે તો કેવું સારું એમ માણસને થાય છે. વસ્તુતઃ એ બધું સુખ પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે. એ કાયમ માટે ટકવાનું નથી. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી જ એ સુખ છે. પછી દુઃખ જ છે. એટલે પુણ્ય પણ અંતે ક્યારેક દારુણ દુ:ખ અપાવનારું બને છે. એ જીવને કર્મબંધમાં નાખનાર થાય છે. માટે એવા પુણ્યજનિત સુખથી મોહિત થવું ન જોઈએ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે બકરાનું. ઈદ માટે અથવા અન્ય કોઈ ઉત્સવ માટે બકરાનું માંસ ખાનારા લોકો ઘરે બકરો લઈ આવે છે અને એને સારામાં સારું ઘાસ, જવ વગેરે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એથી બકરો રાજી થઈ નાચે છે અને જાડો થતો જાય છે. પરંતુ એનું જાડાપણું તે કાપીને વધારે આહાર મેળવવા માટે જ હોય છે. બકરાનો વધ થતાં એનું નાચવું નીકળી જાય છે. તેવી રીતે જીવ પુણ્યથી પુષ્ટ થાય છે, હર્ષિત થાય છે, પરંતુ અંતે તે ભયંકર દુઃખ પામે છે.
—
[૭૪૩] [જૂા: સુદ્ધમાનિયઃ પિવન્યો રુધિર યથા ।
भुंजाना विषयान् यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥६६॥
અનુવાદ : રુધિરનું પાન કરવાથી સુખ માનનારી જળોની જેમ વિષયોને ભોગવનારાઓ અંતે અત્યંત દારુણ દશા પામે છે.
વિશેષાર્થ : પુણ્યોપાર્જનના ફળરૂપે ભોગોપભોગ ભોગવીને સુખ અનુભવનારા પુદ્ગલાનંદી જીવો માટે અહીં બીજી એક ઉપમા આપવામાં આવી છે. એવા લોકો જળોની જેમ સુખ ભોગવનાર છે. કોઈ માણસને રોગ થયો હોય અને એનું લોહી બગડી ગયું હોય તો બગડેલું લોહી શરીરમાંથી ખેંચી કાઢવા માટે જૂના વખતમાં જળોનો પ્રયોગ કરવામાં આવતો. જળો એ સાવ નાનું જીવડું છે. એ શરીરમાં જ્યાં ચોંટાડવામાં આવે અથવા જાતે ચોંટી જાય ત્યાં એવું સખત ચોંટી જાય છે કે જલદી ઊખડે નહિ જાણે કે તે શરીર સાથે એકરૂપ બની જાય છે. એટલા માટે તો ‘જળોની જેમ ચોંટવું' જેવી કહેવત પડી ગઈ છે. જળોને બળજબરીથી ખોતરીને ઉખાડવામાં આવે તો શરીરમાં લોહી નીકળે. જળો શરીરમાં ચોંટી ગયા પછી ધીમે ધીમે લોહી પીતી જાય અને જાડી થતી જાય. જાડી થાય ત્યારે શરીર પરથી ઉખાડીને એને દબાવવામાં આવે એટલે એણે પીધેલું લોહી બહાર નીકળી જાય. ફરી એ જળોને શરીર પર ચોંટાડવામાં
Jain Education International2010_05
૪૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org