________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
વિચારને પરિણામે તંદુલિયા મત્સ્યની ગતિ સાતમી નરકની થાય છે. હવે વિચાર કરીએ કે તંદુલિયા મત્સ્યે પોતે તો એક પણ માછલી ખાધી નથી કે તે ખાઈ શકવાનો પણ નથી. એટલે કાયાથી તો એને કશું પાપકર્મ કર્યું નથી. એના પેટમાં તો એક પણ માછલી આવી નથી. આમ એણે ભક્ષણ ન કર્યું હોવા છતાં, ભક્ષણ કરતાં યે વધુ ભયંકર ખરાબ વિકલ્પ મનમાં કર્યો. એટલે કે મનની ઇચ્છા અનુસાર કાયાની પ્રવૃત્તિ તો ન થઈ, પણ એનું પાપ એને લાગી ચૂક્યું. કોઈ માણસ વધારે પડતું ખાય તો એને અજીરણનો રોગ થાય. એની પાચનક્રિયા બગડી જાય. આગળનું ખાધેલું પેટમાં જીર્ણ ન થાય ત્યાં સુધી નવું ભોજન ન લેવું, નહિ તો અજીર્ણ થાય. માટે કહેવાયું છે કે અનીનેં મોનનું હેય । પરંતુ અહીં તો ભૂખ્યા તંદુલિયા મત્સ્યને પેટે અજીર્ણનો રોગ થયો. એ તે કેવી વિચિત્ર વાત કહેવાય ! તેનું કારણ મનના કુવિકલ્પો છે. મન વિચારો દ્વારા જાતજાતના ભોગ ભોગવે છે, કાયાથી નહિ, તો પણ એ બધા માટે મનને શિક્ષા મળે છે. એટલે કે એ શિક્ષા જીવને પોતાને જ થાય છે.
[૩૧૪] મનસિ તોલતો વિપરીતતાં वचननेत्रकरें गितगोपना । व्रजति धूर्त्ततया नयाऽखिलं निबिडदंभपरैर्मुषितं जगत् ॥११॥
અનુવાદ : મન જ્યારે અત્યંત ચપળ બને છે ત્યારે વચન, નેત્ર, અને હાથની ચેષ્ટાઓનું ગોપન વિપરીતતા પામે છે. ભારે દંભીઓએ ધૂર્તતાથી આ આખા જગતને છેતર્યું છે.
વિશેષાર્થ : ચિત્તની સાથે શરીરની ચેષ્ટાઓને સામાન્ય રીતે સંબંધ રહે છે. ચિત્તમાં ચાલતા વિચારો પ્રમાણે હાવભાવ અનાયાસ થઈ જાય છે. આમ છતાં કેટલાક માણસો પોતાના મનના વિચારો પ્રમાણે પોતાના હાવભાવને પ્રગટ થવા દેતા નથી. ક્યારેક મનમાં હોય તેવું બોલાઈ જાય છે, તો ક્યારેક મનમાં ભાવ જુદો હોય અને વચન જુદાં જ નીકળતાં હોય. મનમાં ભારોભાર નિંદાનો ભાવ ચાલતો હોય અને તે જ વખતે મુખથી અતિશય પ્રશંસા થતી હોય. પોતાનાં વચન, નેત્ર કે હાથની ચેષ્ટાઓ દ્વારા પોતાના મનના ભાવોનું ગોપન કરવામાં ઘણાં લોકો અત્યંત કુશળ હોય છે. કેટલીક વાર એવું પણ બને છે કે મન અત્યંત ચંચળ થતાં ગોપન કરેલાં વચન, નેત્ર કે હાથની ચેષ્ટાઓ વિપરીતતા પામે છે એટલે કે તે મનમાં ચાલતી વિચારધારાની ચાડી ખાય છે. માણસ પોતાની વાત છુપાવવા જાય છે પણ હાવભાવથી પકડાઈ જાય છે. વચન કે હાથની ચેષ્ટા કરતાં પણ આંખો તથા ચહેરાની રેખાઓ મનના ભાવને વધુ પ્રગટ કરી દે છે.
સાધક વચન અને કાયાનું ગોપન કરે એટલે કે એને સંયમમાં રાખે, પરંતુ ચંચળ મનમાં એથી વિપરીત ભાવો હોય, તો એવા બાહ્ય સંયમનું ફળ વિપરીત મળે. જ્યાં મનની સાથે વચન અને કાયાની એકરૂપતા ન હોય ત્યાં દંભ આવે. સ્વાર્થ, પ્રલોભનો, પ્રતિષ્ઠા, વાસના વગેરેને કારણે દંભ આચરતા આવા લોકો જાણે આખા સંસારને લૂંટી લેતા હોય એવું નથી લાગતું ? સંસારના કુટિલ વ્યવહારમાં દંભ અને ધૂર્તતા ઘણો મોટો ભાગ ભજવે છે.
Jain Education International_2010_05
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org