________________
અધ્યાત્મસાર
| [૩૧૨] નિતિના વિરથFRાં
न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयानया
बत दुरन्तभवभ्रममंचति ॥९॥ અનુવાદ : જેણે મનનો નિગ્રહ કર્યો નથી તે શરીર અને વચન વડે ઉત્તમ શુભ ક્રિયા કરે, તો પણ તે મનની આ વિરાધનાને કારણે કંઈપણ ગુણ પામતો નથી, પરંતુ એ દુરંત એવા ભવનું ભ્રમણ કરાવે છે. ' વિશેષાર્થ : મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી ત્રિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે. હવે એમાંથી કોઈક વ્યક્તિ વચન અને કાયાથી શુભ પ્રવૃત્તિ કરે, પણ મનને સંયમમાં રાખ્યું ન હોય તો વચન અને કાયાની પ્રવૃત્તિમાં મનનો યોગ ભળતો નથી, બલકે વચન અને કાયાની શુભ પ્રવૃત્તિની દિશા કરતાં મનની પ્રવૃત્તિની દિશા ઊલટી બાજુ રહે છે. એટલે કે તે અશુભ તરફ રહે છે. એનો અર્થ એ થયો કે મનથી વિરાધના થાય છે. મન, વચન અને કાયાની શુભ અને અશુભ એમ બંને પ્રકારની પ્રવૃત્તિ રહ્યા કરે છે, જેમકે શરીરથી કામભોગની અશુભ પ્રવૃત્તિ થાય અને બાહ્ય તપ, જિનપૂજા, તીર્થયાત્રા વગેરે પ્રકારની શુભ પ્રવૃત્તિ પણ થાય. તેવી રીતે વચનથી ક્રોધાદિ કષાયયુક્ત વચનો દ્વારા અશુભ પ્રવૃત્તિ થાય અને સ્તુતિ, મંત્ર, જાપ, સ્વાધ્યાય ઇત્યાદિ દ્વારા શુભ પ્રવૃત્તિ પણ થાય. હવે જો કોઈ કાયા અને વચનથી ઉત્તમ પ્રકારની શુભ પ્રવૃત્તિ કરતો દેખાય, પરંતુ એની એ ક્રિયાઓ વખતે એના મનનું તેમાં જોડાણ ન હોય એટલે કે મન એનાથી વિપરીત અશુભ વિચારધારામાં વહેતું જતું હોય તો એ શુભ પ્રવૃત્તિઓનું યોગ્ય ફળ મળે નહિ. વસ્તુતઃ કાયા અને વચનની પ્રવૃત્તિ કરતાં પણ મનની પ્રવૃત્તિ વધારે મહત્ત્વની છે. મન પોતે જો અશુભ પ્રવૃત્તિમાં હોય તો એથી તો સંસારનું પરિભ્રમણ વધી જાય છે. માટે મનનો નિગ્રહ કરવો જોઈએ. એને અશુભ વિચારધારામાં ખેંચાઈ જતું અટકાવવું એ ઘણી મહત્ત્વની વાત છે. ભવભ્રમણ ઓછું કરવા માટે વિરાધનામાં નહિ પણ આરાધનામાં મન લાગેલું હોવું જોઈએ. [૩૧૩] નિગૃહીતમના વિવ૫તો નરકૃચ્છતિ તંદુત્તમચવત્ |
इयमभक्षणजा तदजीर्णताऽनुपनतार्थ विकल्पकदर्थना ॥१०॥ અનુવાદ : મનનો નિગ્રહ નહિ કરનાર, ખરાબ વિકલ્પો કરીને તંદુલિયા મલ્યની જેમ નરકે જાય છે. નહિ પ્રાપ્ત થયેલા પદાર્થના વિકલ્પોની કદર્થના, ભોજન કર્યા વિના થયેલી અજીર્ણતા છે.
વિશેષાર્થ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં મન કેટલું ભયંકર કાર્ય કરી શકે છે એ બતાવતાં અહીં ગ્રંથકાર મહર્ષિએ તંદુલિયા મત્યનું જૈનોમાં જાણીતું પ્રાચીન ઉદાહરણ આપ્યું છે. મોટા મગરમચ્છની આંખની પાંપણમાં રહેલા ચોખાના દાણા જેટલા એટલે કે તંદુલિયા મત્સ્યને વિચાર આવે છે કે “આ મગરમચ્છ કેવો મૂર્ખ છે. એના ખુલ્લા મોઢામાંથી કેટલીયે માછલીઓ પાછી બહાર ચાલી જાય છે. હું એની જગ્યાએ હોઉં તો બધી જ ખાઈ જાઉં. એક પણ પાછી જવા ન દઉં,” આવા અશુભ હિંસક
૧૭૦ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org