________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
થાય. મદોન્મત્ત હાથી પણ ત્યાં હોય એટલે જીવનું પણ જોખમ ગણાય. વળી એ હાથીએ નગરનો દરવાજો જ ભાંગી નાખ્યો હોય એટલે નગરજનો બહાર પણ કેવી રીતે જઈ શકે ? અને બહાર હોય તે અંદર કેવી રીતે આવી શકે ? એનો અર્થ એ થયો કે હાથીના ગાંડપણને લીધે બધો વ્યવહાર સ્થગિત અને ભયભીત બની ગયો છે. એવી રીતે મનરૂપી ગજ જ્યારે ગાંડો થાય છે ત્યારે આવું બને છે. એમાં પણ મુનિઓ માટે તો એ વધુ દુષ્કર સ્થિતિ હોય છે. આ મદોન્મત્ત મનહસ્તિ ચારિત્રરૂપી ગોપુરને ભાંગી નાખે છે. ચારિત્રરૂપી ગોપુર જ જો તૂટી જાય તો મોક્ષપુરીમાં પ્રવેશ જ કેવી રીતે થઈ શકે ? મન જયારે ઉન્માદે ચડે છે ત્યારે મુનિઓના ચારિત્રને તે શિથિલ કરી નાખે છે. કેટલાક મનથી પતિત થાય છે. કેટલાક કાયાથી પણ પતિત થાય છે અને કેટલાક તો મુનિપણું છોડીને ગૃહસ્થાવાસમાં આવી જાય છે. વળી આવું જયારે બને છે ત્યારે તોફાને ચડેલો મનરૂપી હાથી શાસ્ત્રબોધરૂપી જે વૃક્ષો ઊગેલાં છે તેને પણ તોડી નાખે છે. એટલે ચારિત્રની શિથિલતા કે શીલભંગના પ્રસંગે વીતરાગની વાણી પ્રિય નથી લાગતી. મોહરાજા મનગજને ઉન્મત્ત બનાવે છે. આવી રીતે જયારે મોક્ષપુરીનો રાજમાર્ગ જ જયાં છિન્નભિન્ન થઈ ગયો હોય, ત્યાં એ માર્ગે કુશળતાપૂર્વક કોણ વિચરી શકે ? [૩૧૧] વ્રતતત્ત્વનું પ્રમુખપૃરુતે ગનો
दहति दुष्टमनोदहनः पुनः । ननु परिश्रम एष विशेषवान्
क्व भविता सुगुणोपवनोदयः ॥८॥ અનુવાદ : મનુષ્ય વ્રતરૂપી વૃક્ષોને પ્રગુણ કરે (ઉછેરે) છે, પરંતુ દુષ્ટ મનરૂપી અગ્નિ તેને બાળી નાખે છે. તો પછી સગુણરૂપી ઉપવનના ઉદય (વિકાસ) માટે આ પરિશ્રમ ક્યારે સફળ (વિશેષવાન) થશે ?
વિશેષાર્થ : આ શ્લોકમાં મનને માટે અગ્નિનું રૂપક આપવામાં આવ્યું છે. કોઈ સરસ ઉપવન તૈયાર કરવાનું હોય તો ત્યાં ભાતભાતનાં વૃક્ષો વાવવામાં આવે અને એના ઉછેર માટે માટી, ખાતર, પાણી વગેરે દ્વારા સતત કાળજી રાખવામાં આવે. ઉપવન તો ઘણું મોટું હોય. હવે ધારો કે એમાં એક બાજુથી કોઈ માણસ વૃક્ષોને ઉછેરતો ઉછેરતો આગળ વધતો જતો હોય, પરંતુ પાછળ નજર કરે તો અગ્નિ કેટલાંયે વૃક્ષોને બાળી નાખતો દેખાય. આમ વૃક્ષોનો ઉછેર કરવાનું અને વૃક્ષોને બાળી નાખવાનું એમ બંને પ્રકારનું કાર્ય સાથે સાથે ચાલ્યા કરતું હોય તો એ ઉપવનનો વિકાસ પૂરો ક્યારે થાય ? મુનિઓ માટે પણ એ પ્રમાણે છે. તેઓ અહિંસાદિ પંચ મહાવ્રતો ધારણ કરે અને સમિતિ તથા ગુપ્તિ દ્વારા તેના પોષણ અને સંવર્ધન માટે અત્યંત ઉદ્યમ કરે, પણ બીજી બાજ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી એમના મનનો અગ્નિ જો પ્રજવલિત રહ્યા કરે તો તે સદ્ગુણરૂપી વૃક્ષોને બાળી નાખે. પરિણામે સુંદર પત્ર. પુષ્પ, ફળ વગેરે સહિત મનોરમ ઉદ્યાનનો જે વિકાસ થવો જોઈએ તે ન થાય. એવી રીતે મુનિએ લીધેલો પરિશ્રમ નિષ્ફળ નીવડે. એનું જે ઉત્કૃષ્ટ પરિણામ આવવું જોઈએ તે આવે નહિ. એટલે વ્રતાદિના પાલન સાથે ચિત્તને પણ સંયમમાં જાગ્રતપણે રાખવું જોઈએ કે જેથી પરિશ્રમનું યોગ્ય ફળ મેળવ્યાનો સંતોષ થાય. મુનિઓની જેમ વ્રતધારી શ્રાવકોએ પણ આ વાત લક્ષમાં રાખવી જરૂરી છે.
૧૬૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org