________________
અધ્યાત્મસાર
એમાં પણ એવા જ્ઞાનયોગીઓ જ્યારે ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ આરૂઢ થાય છે ત્યારે તો “આ હું કરું કે આ મારે નથી કરવું' એવા પ્રકારના કોઈ વિકલ્પો પણ તેમના ચિત્તમાં હોતા નથી. [૫૦૫ નિર્વાદમાત્રા યાપિ fમક્ષાટનાકુવા |
ના જ્ઞાનિનોડસંન્નેિવ ધ્યાનવિઘાતિની શા અનુવાદ : માત્ર દેહના નિર્વાહ અર્થે ભિક્ષાટનાદિ જે ક્રિયા છે તે અસંગપણાને કારણે જ્ઞાનીના ધ્યાનનો વિઘાત કરનારી થતી નથી.
વિશેષાર્થ : જે જ્ઞાનયોગીઓ હોય છે તેઓને પણ શરીર હોય છે અને શરીરના ધર્મો હોય છે. એટલે જ્ઞાનીને પણ દેહ ટકાવવા માટે આહારની જરૂર પડે છે. એ આહાર લેવા માટે એમને બહાર જવું પડે છે. ભિક્ષા માટે અટન અર્થાત્ ગમનાગમન કરવું પડે છે. સાધુને ગોચરી વહોરવા નીકળવું પડે છે. એટલે કે જ્ઞાનયોગીઓને ક્રિયા તો કરવી જ પડે છે. હવે આ ક્રિયા જ્યારે કરવાની આવે ત્યારે તેમના મનમાં વિકલ્પો ઊઠે કે નહિ ? તેઓ અમુક દિશામાં જઈ, અમુક ઘરે પહોંચી, એ ઘરેથી અમુક જ વાનગી વહોરે છે તો એ બધામાં પસંદગી કરવાનો વિકલ્પ તો ઊભો થાય જ ને ? અને વિકલ્પ ઊભો થાય તો તેથી તેમના ધ્યાનને એ બાધક બને ને ?–આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ ગ્રંથકાર મહર્ષિ તેનો ઉત્તર આપતાં કહે છે કે આવી ઉચ્ચ દશાના જ્ઞાનયોગીઓનો પોતાના દેહ પરત્વેનો મમત્વભાવ નીકળી ગયો હોય છે. દેહ પ્રત્યે પણ તેઓ અસંગભાવ જ અનુભવે છે. એટલે એવી ક્રિયાઓ કરતી વખતે તેમનામાં કર્તુત્વભાવ રહ્યો હોતો નથી. આથી દેહ અર્થે થતી તેમની આવી ક્રિયાઓ તેમના ધ્યાનમાં વિક્ષેપ કરનારી કે તેમના ધ્યાનનો વિઘાત કરનારી બનતી નથી. [૫૦૬] રસ્ત્રશિક્ષાદાચા હિ તત્રિયોનનમ્ યથા |
फलभेदात्तथाचारक्रियाऽप्यस्य विभिद्यते ॥१२॥ અનુવાદ : રત્નના અભ્યાસવેળાની દૃષ્ટિ જુદી હોય છે અને તેના નિયોજન (ઉપયોગ) વખતની દૃષ્ટિ જુદી હોય છે. તેવી રીતે એમની (જ્ઞાનીની) આચારક્રિયા પણ ફળના ભેદને લીધે ભેદવાળી હોય છે.
વિશેષાર્થ : ફક્ત બાહ્ય દૃષ્ટિથી જોનારાને કેટલીક ક્રિયા એકસરખી લાગે એ સ્વાભાવિક છે, પણ એ ક્રિયાઓમાં પણ ફરક હોય છે. આ પણ એક સમજવા જેવી વાત છે. એક સામાન્ય વ્યક્તિ આહાર લે છે અને એક જ્ઞાની પણ આહાર લે છે, બંનેની વાનગી, આસન, જલપાન વગેરે બધું જ સરખું છે, છતાં સામાન્ય માણસ અને જ્ઞાનીના આહારની ક્રિયામાં ફરક છે. આ ફરક કેવી રીતે સમજી શકાય ? એ ક્રિયા સાથે એમનું ચિત્ત કેવા ભાવથી જોડાયેલું છે તથા તેનું પરિણામ કેવું રહે છે તેના પરથી સમજી શકાય. એકસરખી દેખાતી બે ક્રિયાઓ વચ્ચેનો ભેદ આ રીતે પારખી શકાય. અહીં ઉપાધ્યાયજી મહારાજે એક સરસ અને સચોટ દષ્ટાન્ત આપ્યું છે. એક ઝવેરીના દીકરાને રત્નની પરીક્ષા કરવા માટેના અભ્યાસવર્ગમાં મૂકવામાં આવ્યો છે. તે રત્નોની પરીક્ષા કરતાં શીખે છે. એના હાથમાં જે રત્ન મૂકવામાં આવે તેના ગુણદોષ જોતાં એને આવડી ગયું છે. આમ, રત્નના અભ્યાસ વખતે એની દૃષ્ટિ રત્નોના
૨૮૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org