________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
ગુણદોષોને બરાબર સમજવામાં રહેલી છે. એ સિવાય બીજા કોઈ વિકલ્પો એના મનમાં નથી. ત્યાર પછી અભ્યાસ કરીને તૈયાર થયેલા એ ઝવેરીપુત્રને પિતા પોતાની દુકાને બેસાડે છે. હવે ઘરાકો સાથે રત્નોની લેવડ દેવડ વખતે પણ એ ઝવેરીપુત્ર રત્નો હાથમાં લઈ ઝીણી નજરે એના ગુણદોષ નિહાળે છે. રત્નના અભ્યાસની એની દૃષ્ટિ હવે રત્નોના વેપારમાં યોજવામાં આવે છે. એ વખતે રત્ન લેવા લાયક છે કે કેમ ? તેની કેટલી કિંમત પરવડે ? તેની વેચાણ કિંમત કેટલી રાખવી કે જેથી વધુમાં વધુ લાભ થાય ઇત્યાદિ વિચારો એની દૃષ્ટિની સાથે જોડાય છે. બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો એનો એ જ યુવક રત્નની પરીક્ષા કરી રહ્યો છે. પરંતુ અભ્યાસ કરતી વખતે એની દષ્ટિ જુદી હતી અને વેપાર કરતી વખતે જુદી હોય છે. બંને દૃષ્ટિ વચ્ચે પરિણામનો–ફળનો ભેદ છે.
આવી જ રીતે જ્ઞાનયોગીઓ જે ક્રિયા કરતા હોય છે તે ક્રિયા ફળના ભેદને લીધે જુદી હોય છે. આથી જ સામાન્ય માણસ જેવો અને જેટલો આહાર લે અને જ્ઞાની એવો અને એટલો જ આહાર લે, છતાં બંનેનાં પરિણામમાં ફેર હોય છે. આમ ફળભેદથી આચારક્રિયામાં ભેદ પડે છે. [૫૦૭ થ્થાનાથ દિાિ તેયં પ્રત્યે નિદં મન: !
प्रारब्धजन्मसंकल्पादात्मज्ञानाय कल्पते ॥१३॥ અનુવાદ : આ ક્રિયા પણ ધ્યાનને માટે જ છે. તે (જ્ઞાનયોગી) પોતાના મનને પાછું વાળીને, પ્રારબ્ધ-જન્મના સંકલ્પને કારણે, આત્મજ્ઞાન માટે તેને (ક્રિયાને) ઉપયોગમાં લે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકોમાં બતાવવામાં આવ્યું છે કે દેહનિર્વાહ માટેની અને અન્ય આવશ્યક ક્રિયાઓ જ્ઞાનયોગી મુનિ કરે તો તેથી તેના ધ્યાનમાં વિક્ષેપ પડતો નથી. હવે એથી આગળ વધીને ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ભિક્ષાટનાદિ ક્રિયાથી પણ ધ્યાનનો વિઘાત તો થતો જ નથી, એટલું જ નહિ, એ દ્વારા વસ્તુત: એમના ધ્યાનને પુષ્ટિ મળે છે.
અહીં પ્રારબ્ધ-જન્મના સંકલ્પની વાત કરવામાં આવી છે. પ્રારબ્ધ-જન્મ એટલે પ્રારબ્ધને કારણે ઉદ્ભવતું. પ્રારબ્ધ-જન્મ સંકલ્પ એટલે પૂર્વનાં કર્મોના ઉદયને પરિણામે બનતી ઘટના વખતે આવતો વિચાર. એવી ઘટના તે મુનિના હાથની વાત નથી. નિકાચિત કર્મના ઉદયને કારણે રોગાદિ કે એવું જે કંઈ થાય તે તો ભોગવવું જ પડે છે. એવે વખતે જ્ઞાનયોગી મુનિ તો આ કસોટીના કાળમાં બમણા બળથી ધ્યાનમાં વધારે સ્થિર થાય છે. તેનું ધ્યાન વિચલિત થતું નથી. તે ઘટનાથી અસંગ બની જાય છે. એવી ઘટનાઓ સાથે તેનું મન જોડાતું નથી. પરિણામે આવી પડેલી આ ક્રિયાઓનો તે આત્મજ્ઞાન માટે ઉપયોગ કરે છે. એટલે કે આવી આવશ્યકાદિ ક્રિયાઓ ધ્યાનયોગીને આત્મજ્ઞાન તરફ વાળવા માટે સારું નિમિત્ત પૂરું પાડે છે. [૫૦૮] સ્થિરમૂતમ સ્વાતં રન રત્નતિ ને
प्रत्याहृत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥१४॥ અનુવાદ : સ્થિર થયેલું મન રજોગુણથી ચંચળતા પામે છે. જ્ઞાની તેને પાછું ખેંચીને તેનો નિગ્રહ કરે છે, જે વિશે અહીં કહેવાયું છે.
૨૮૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org