________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : મનની ચંચલતા કેવી છે અને તેનો નિગ્રહ કેવી રીતે કરી શકાય તે વિશે અહીં કહેવાયું છે. જીવના સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોમાંથી રજસ્ અર્થાત્ રજોગુણ એવો છે કે જીવને અત્યંત પ્રવૃત્તિશીલ રાખે છે. એવી પ્રવૃત્તિઓમાં યોગ્યયોગ્યતાનો વિવેક જ્યારે ચૂકી જવાય છે ત્યારે ચિત્તની ચંચલતા વધી જાય છે. મનને અત્યંત સંયમપૂર્વક સ્થિર કરવામાં આવ્યું હોય, પણ કંઈક નિમિત્ત મળતાં તે એક વિષય પરથી બીજા વિષય પર અને બીજા વિષય પરથી ત્રીજા વિષય પર ક્ષણવારમાં દોડાદોડ કરી મૂકતું હોય છે. માણસ એકલો બેઠો હોય અને સ્વસ્થ થઈ, એકાગ્ર બનીને વિચારપૂર્વક યાદ કરે કે થોડીક ક્ષણો પૂર્વે પોતે ક્યા ક્યા વિષયોનો વિચાર કરી લીધો હતો તો પોતાની એ યાદીથી પોતાને જ આશ્ચર્ય થશે.
ચિત્ત જ્યારે ચંચળ બને છે ત્યારે સામાન્ય માણસો એના પ્રવાહમાં ખેંચાઈ જાય છે. પરંતુ જેઓ જ્ઞાની છે તેઓ તો બહાર ચાલ્યા ગયેલા પોતાના ચિત્તને પાછું ખેંચી લઈને આત્મામાં સ્થિર કરી દે છે. તેઓ પોતાના મનનો નિગ્રહ કરી શકે છે. હવે તેઓ ચિત્તને વિચારોના પ્રવાહમાં તણાવા દેતા નથી. એટલે જ તેઓ જ્ઞાની કહેવાય છે. જેઓ અજ્ઞાની હોય છે તેઓને પોતાના ચિત્ત પર કોઈ સંયમ હોતો નથી. જે સમયે જે જે વિચારો ચિત્તમાં ઊભરાતા હોય તેને તે ઊભરાવા દે છે, તેઓ એમાં રાચે પણ છે અને તેનો ભોગ પણ બની જઈ ક્યારેક અયોગ્ય વર્તન કરી બેસે છે. [૫૯] શનૈઃ શનૈપમેન્ પુચિ ધૃતિગૃહીત |
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥१५॥ અનુવાદ : ધૃતિ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ (ઉપર) પામવું. મનને આત્મામાં સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહિ. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો આ પચીસમો શ્લોક અહીં આપ્યો છે. ચિત્તને સંયમમાં રાખવા માટે આરંભકાળના સાધકોને અનુભવી જ્ઞાની મહાત્માઓ દ્વારા જે માર્ગદર્શન અપાય છે તે વિશે અહીં કહેવાયું છે. ચિત્ત વાનર જેવું ચંચલ છે. તેને જેમ જેમ ભગાડો તેમ તેમ તે વારંવાર પાછું દોડી આવે છે. એટલે મનને વશ કરવાનો અચાનક એવો જોરદાર પ્રયત્ન ન કરવો જોઈએ કે જેથી એ વધુ ચંચલ બને અને હાથમાં ન રહે. મન નાના બાળક જેવું છે. એને ધીમે ધીમે સમજાવીને શાંત પાડવું જોઈએ. મનને ગમતા વિષયમાં જોડી દેવાથી તે ત્યાં વધુ ટકે છે. ગમતા વિષયો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. દુર્જનો પોતાના અસદું વ્યાપારમાં મનને જોડે છે, પરંતુ જેઓ સાધક છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે તેઓ મનને પોતાના આત્મામાં આત્મવિચારણામાં, બ્રહ્મસ્વરૂપમાં જોડી દે છે અને બીજું કંઈ ચિતવતા નથી. તેમનો ઉપયોગ સતત આત્મામાં રહે છે. એવા જ્ઞાની મહાત્માઓનું ચિત્ત પછી ચંચલ બનતું નથી. [૫૧૦] યો યો નિ:સંરતિ મનચંદનસ્થિરમ્ |
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥१६॥ અનુવાદ : ચંચળ અને અસ્થિર મન જ્યારે જ્યારે (જે જે કારણથી) બહાર નીકળી જાય ત્યારે ત્યારે (તે તે કારણથી) તેને પાછું વાળીને, નિયમમાં રાખીને, આત્માને વશ કરવું.
૨૮૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org