________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
વિશેષાર્થ : ચંચળ મનને વશ કરવાની વાતનું અહીં પુનરુચ્ચારણ થયું છે. ચંચળ બનવું અને અસ્થિર થવું એ મનનો સ્વભાવ છે. જે સમયે જે વિષયનો વિચાર કરવો હોય તે સમયે ફક્ત જ વિષયનો વિચાર થવો અને અન્ય કોઈ વિષયનો વિચાર ન ઉદ્ભવવો-એવો સંયમ મન પર ધરાવનાર મહાત્માઓએ પણ એવી સિદ્ધિ બેચાર દિવસમાં જ મેળવી નથી હોતી. વર્ષોના સતત અભ્યાસ પછી એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ અભ્યાસ તે મનમાં ઊઠતા અન્ય વિચારોનું પ્રમાણ ઓછું કરવાનો અને એવી ચંચલતાની ત્વરિતતા ઘટાડવાનો છે. આરંભમાં એક મિનિટ જેટલા સમયમાં પણ પોતાના નિશ્ચિત વિષયમાંથી મન ઘણી વાર બહાર નીકળી જાય છે અને બીજા વિચારે ચડી જાય છે. ક્યારેક તો સાધકને પોતાને આશ્ચર્ય થાય કે આવો વિચાર પોતાના ચિત્તમાં આવ્યો ક્યાંથી ? એ વિશે એણે ઘણાં વર્ષોથી ક્યારેય વિચાર્યું નથી. પણ જીવમાં અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. એ સંસ્કારોના ઉદયને કારણે જ્યારે અમુક પ્રકારના અજાણ્યા વિચારો ચિત્તમાં ઉદ્ભવે છે ત્યારે સાધક વિવશ અને આશ્ચર્યચકિત થઈ જાય છે.
આરંભકાળમાં આવી રીતે અન્ય વિષયોમાં દોડી જતા ચિત્તને થોડી થોડી વારે રોકવાનો, પાછું લાવવાનો, એને નિયમિત કરવાનો અને આત્મામાં એને વશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો બહાર દોડી ન જવાનું લક્ષણ ધીમે ધીમે વધતું જશે અને એમ કરતાં કરતાં ચિત્ત સંયમિત બનતું જશે.
પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવું, આસનબદ્ધ થવું, શ્વાસની ગતિને નિયમિત કરવી અને ધૈર્ય ધારણ કરી અભ્યાસ કરતા જવાથી ઉત્તરોત્તર ચંચલતા ઘટશે, સ્થિરતા આવશે અને આત્માના વિષયમાં લીનતા આવશે. એ માટે નિયમિત અભ્યાસ અથવા મહાવરા જેવો અન્ય કોઈ ઉપાય નથી. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે :
‘ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિશે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ તે વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.' (વચનામૃત પૃ. ૭૪૬)
[૫૧૧] અત વાદસ્વાન્ત: ાંછાસ્ત્રોવિતાં યિામ્ ।
सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥
અનુવાદ : એટલા માટે જેમનું ચિત્ત દૃઢ નથી એવા મહાબુદ્ધિમાને મનને વિષયોમાંથી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર ક્રિયાઓ કરવી.
Jain Education International2010_05
૨૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org