________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : જેઓ મહામતિવાળા છે, એટલે કે મોક્ષપ્રાપ્તિની અભિલાષાવાળા છે, પરંતુ જેમનું અંતઃકરણ એટલું દૃઢ થયું નથી તેઓનું ચિત્ત ચંચલ બનીને વારંવાર વિષયોની પાછળ દોડી જાય છે. તેઓ પોતાના ચિત્તની ચંચલતાની બાબતમાં સભાન હોય છે, પણ પ્રસંગે વિવશ બની જાય છે. આવા મોક્ષાર્થીઓએ ચિત્તની ચંચલતાને નિવારવાને કોઈક ઉપાય શોધી કાઢવો જોઈએ. ચિત્ત જો નવરું પડે તો એમાં જાતજાતના સંકલ્પ વિકલ્પો ઊઠ્યા કરે છે. એની પરંપરા એવી વેગથી ચાલે છે કે જીવ એમાં ઘસડાય છે. ચિત્તના આવેગોને રોકવાનું એટલું સરળ નથી. પણ મોક્ષાર્થી જો જાગૃત હોય તો તે તેને રોકવા માટે પ્રયત્ન જરૂ૨ ક૨વાનો. આવા પ્રયત્નોમાંનો એક પ્રયત્ન તે ચિત્તને બીજા વ્યાપારોમાં રોકી દેવાનો છે. પોતાના ચિત્તમાં ચાલતા વ્યાપારોને અટકાવવાનું કહેવાથી અટકતા નથી. એટલે આરંભમાં તો એને બીજા વિષયોના વ્યાપારો તરફ આસ્તે આસ્તે વાળવાની જરૂર છે. એ માટે ચિત્તને જો સતત શાસ્ત્રમાં કહેલી આવશ્યક ક્રિયાઓ કરવામાં પરોવેલું રાખવામાં આવે તો સાંસારિક વિષયોમાંથી તે ધીમેધીમે પાછું હઠતું જશે. ચિત્તને અન્ય
આ રીતે મુનિઓ માટે શાસ્ત્રમાં કહેલી આવશ્યક ક્રિયાઓની એક ઉપયોગિતા વિષયોમાંથી નિવૃત્ત બનાવી, ચંચલતામાંથી મુક્ત કરીને આત્મામાં સ્થિર કરવાની છે.
અહીં આવશ્યક ક્રિયાઓની આટલી જ ઉપયોગિતા છે એમ ન સમજવું. એની અન્ય પ્રકારની મહત્ત્વની ઉપયોગિતાઓ પણ છે, જે જીવને ઉચ્ચ દશા તરફ લઈ જવામાં સહાયભૂત બને છે.
[૫૧૨] શ્રુત્વા પૈશાચિી વાર્તા વિધ્યાશ્ચ રક્ષળમ્ ।
नित्यं संयमयोगेषु व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥
અનુવાદ : પિશાચની વાર્તા અને કુલવધૂના રક્ષણ વિશે સાંભળીને યતિએ નિત્ય સંયમયોગોમાં વ્યાપારવાળા થવું.
વિશેષાર્થ : પોતાનું ચિત્ત ચંચલ બની ન જાય, અન્ય વિચારોમાં કે વિષયોમાં દોડી ન જાય એ માટે યતિઓએ પોતાની જાતને સંયમના યોગોના વ્યાપારમાં પરોવી દેવી જોઈએ. ચિત્ત સ્વચ્છંદી ઘોડાની જેમ આમતેમ દોડવા લાગે, એને ભટકવાનું ગમવા માંડે ત્યારે એને વેળાસર વશ કરી લેવું જોઈએ. એ માટે શાસ્ત્રકારોએ વિવિધ ઉપાયો બતાવ્યા છે. યતિઓએ પોતાના મનની સ્થિતિ વિશે પોતાના ગુરુ ભગવંત પાસે નિખાલસતાથી વાત કરવી જોઈએ અને ગુરુભગવંત જે ઉપાયો બતાવે તે ઉદ્યમપૂર્વક કરવા જોઈએ. લેખકે અહીં પ્રાચીન કાળથી પ્રચલિત એવાં બે દૃષ્ટાન્તો આપ્યાં છે. એક પિશાચનું દૃષ્ટાન્ત છે અને બીજું છે કુલવધૂના શીલના રક્ષણનું દૃષ્ટાન્ત.
પિશાચ અથવા યક્ષનું દૃષ્ટાન્ત જુદી જુદી રીતે કહેવાય છે, પણ તેનો સાર એક જ છે. પ્રાચીન સમયમાં સવારે પાણીનો લોટો લઈ શૌચક્રિયા માટે નગર બહાર વગડામાં જવાનો રિવાજ હતો, જે હજુ પણ ઘણે ઠેકાણે પ્રચલિત છે. શૌચક્રિયા માટે જે જગ્યાનો ઉપયોગ કરવાનો હોય તે જગ્યાના માલિકની અથવા ત્યાં વસતા વ્યંતરાદિ દેવોની અનુજ્ઞા લેવાનો રિવાજ શિષ્ટમાન્ય ગણાતો. હવે તે વખતે ત્યાં કોઈ દેવ પ્રત્યક્ષ હાજર તો હોય નહિ, કે દેખાય નહિ, એટલે પોતે અનુજ્ઞા માંગવાનું વચન બોલીને બેસે તો પોતાનો દોષ ગણાય નહિ. એક વણિક આ રીતે એક વિશાલ વૃક્ષ નીચે શૌચક્રિયા માટે જતો અને ત્યાં જઈને બોલતો ‘આ જગ્યા જેમની હોય તે મને અનુજ્ઞા આપો.'
Jain Education International_2017_05
૨૮૮
For Private Personal Use Only
www.jainelibrary.org