________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર
આ રીતે તે વણિક ત્યાં નિયમિત શૌચક્રિયા કરી ઘરે પાછો આવતો. હવે એ વૃક્ષમાં એક વ્યંતર દેવ રહેતો. એ પિશાચ દુષ્ટ હતો. તેને થયું કે આ વણિક રોજ શૌચક્રિયા કરીને મારી આ સરસ જગ્યા દુર્ગધવાળી કરી મૂકે છે, પણ પહેલાં એ મારી અનુજ્ઞા માગી લે છે એટલે હું એને સતાવી શકતો નથી. પણ એ માટે મારે બીજો કોઈ રસ્તો વિચારવો જોઈએ.
એક દિવસ એણે પ્રત્યક્ષ થઈ વણિકને કહ્યું, “હે વણિક ! તું મોટો સજ્જન છે. તું શિષ્ટાચારવાળો છે. હું આ વૃક્ષમાં રહું છું અને તું રોજ મારી રજા લઈને શૌચક્રિયા કરે છે. હું તારા પર પ્રસન્ન છું. હું તને વરદાન આપું છું કે તું જે કહેશે એ કામ તને તરત કરી આપીશ.” વણિક એથી રાજી થયો, એને પોતાને ઘરે લઈ ગયો. યક્ષે કહ્યું, “હું તારું બધું જ કામ કરી આપીશ. પણ મને નવરા બેસી રહેવું ગમશે નહિ. જો મને કામ વગરનો રાખ્યો તો હું તને ખાઈ જઈશ.'
પિશાચે વણિકને ખતમ કરવા માટે આ યુક્તિ પ્રયોજી હતી. વણિક પિશાચને પોતાના ઘરે લાવીને જે કામ બતાવે તે પિશાચ પોતાની દૈવી શક્તિથી ક્ષણવારમાં જ કરી આપવા લાગ્યો. લાકડાં કાપવાનું, અનાજ લાવવાનું, ઘર બાંધવાનું, રસ્તો બનાવવાનું-એવાં એવાં કામ તરત થઈ જવા લાગ્યાં. હવે વણિકને ચિંતા થઈ. એક દિવસમાં જ વણિક કામથી રાજી થવાને બદલે પરેશાન થઈ ગયો કારણ કે કામ નહિ હોય તો પિશાચ પોતાને ખાઈ જશે. પણ તે બુદ્ધિચાતુર્યવાળો હતો. એણે પિશાચને કહ્યું, ‘જા જંગલમાંથી ઊંચામાં ઊંચા વાંસ લઈ આવ. તેની નિસરણી બનાવી આપ.” પિશાચે એ કામ તરત કરી આપ્યું. વણિકે ઘરની બહાર એ વાંસની નિસરણી રખાવી અને કહ્યું, “જ્યાં સુધી તને બીજું કંઈ પણ કામ ન બતાવું ત્યાં સુધી તારે આ નિસરણી ઉપર ચડ-ઊતર કર્યા કરવાની.' પિશાચ વચનબદ્ધ હતો. વણિકને એ ખાઈ જવા ઈચ્છતો હતો, પરંતુ સૂઝવાળા વણિકે એને આમ વશ કર્યો હતો.
આ દષ્ટાંતનો સાર એ છે કે સંયમ-જીવનમાં પણ યતિઓએ પ્રમાદરૂપી પિશાચને ઉદ્યમ વડે વશ કરવો જોઈએ.
બીજું દૃષ્ટાન્ત કુલવધૂનું છે. તે આ પ્રમાણે છે :
એક નગરમાં એક શ્રેષ્ઠી રહેતો હતો. તેનો પુત્ર વેપારધંધામાં ઘણો જ હોશિયાર હતો. વેપારને કારણે એને દેશ-વિદેશમાં વારંવાર જવું પડતું અને લાંબા સમય સુધી રહેવું પડતું. એની યુવાન ભાર્યાથી આ વિરહ ખમાતો નહિ. તે કોઈ કોઈ વખત કામવાસનાથી વિહ્વળ થઈ જતી. એણે ખાનગીમાં પોતાની સખીને કહ્યું કે કોઈ દેખાવડો યુવાન નગરમાં હોય તો તું મને એનો પરિચય કરાવ. મારે એની સાથે કામભોગ ભોગવવા છે.”
* સખીએ વિચાર્યું કે આ કુળવધૂ જો ચારિત્ર્યથી ભ્રષ્ટ થશે તો આ કુળ વગોવાઈ જશે. એણે વડીલ શ્રેષ્ઠીને એ વિશે વાત કરી. શ્રેષ્ઠી તરત સમજી ગયા. એમણે પોતાની પત્નીને એ વિશે વાત કરી. કંઈક ઉપાય અજમાવવો જોઈએ એમ બંનેને લાગ્યું, કારણ કે નોકરચાકરવાળા ઘરમાં કુળવધૂ સારું સારું ખાઈપીને એકલી બેસી રહે તો કામવાસના એને સતાવે જ. શેઠ-શેઠાણીએ ઘરમાં ખોટેખોટો ઝઘડો કર્યો. શેઠાણી ઘરના કામમાં બરાબર ધ્યાન આપતી નથી એટલે ઘર ગંદુ રહે છે, ચીજવસ્તુઓનું ઠેકાણું હોતું નથી. બધો દોષ શેઠાણીને માથે ઢોળવામાં આવ્યો. આ ઝઘડામાં પુત્રવધૂ વચ્ચે પડી. શેઠાણીએ કહ્યું, ઉંમર અને તબિયતને કારણે પોતાનાથી હવે કામ થતું નથી. શેઠે પુત્રવધૂને કહ્યું, “બેટા, હવે ઘરની
૨૮૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org