SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર માલિક તું છે. અમે તો આજ છીએ ને કાલ નથી. માટે ઘરની બધી જવાબદારી તારે ઉઠાવી લેવી જોઈએ.” સસરાએ વહાલથી અને યુક્તિપૂર્વક ક્રમે ક્રમે એક પછી એક નોકરચાકર છૂટા કરતા જઈ તથા પુત્રવધૂના કામની ભારે પ્રશંસા કરતા જઈ ઘરનો એટલો બધો ભાર પુત્રવધૂને માથે નાખી દીધો કે સવારથી રાત સુધી તે ઘરકામમાંથી પરવારતી નહિ. પતિના વિરહમાં ઉદ્ભવેલી એની કામવાસના તો ક્યાંય અદૃશ્ય થઈ ગઈ. પ્રાચીન સમયમાં આ બે દૃષ્ટાન્ત બહુ પ્રચલિત રહ્યાં છે. એનો ઉલ્લેખ કરી, એમાંથી બોધ તારવવા માટે મુનિઓને અહીં સૂચન કરવામાં આવ્યું છે. ચિત્ત સતત વિચાર કરતું રહે છે. અનેક પ્રકારના સંકલ્પવિકલ્પો એમાં ઊઠે છે. ભૂતકાળની સ્મૃતિઓ સળવળે છે. ભવિષ્યકાળના તરંગો, કલ્પનાના ઘોડે ચડી આવે છે. માણસ મનગમતી સૃષ્ટિમાં રાચે છે. ક્યારેક ન કરવા જેવા વિચારો એ કરવા લાગે છે. એવા અસદુ વિચારોના પ્રવાહમાં એ તણાય છે. એવા વિચારોથી પોતે કેટલો બધો વિવશ બની ગયો છે એની એને પોતાને પણ ખબર પડતી નથી. ભય, ચિંતા, ઉદ્વેગ, લોભ, લાલચ, લાચારી, ઈર્ષા, દ્વેષ, સ્પર્ધા, અસૂયા, ગુણમત્સર, હિંસક તરંગો, કામવાસનાની કલ્પનાઓ, અહંકાર અને ગુરુતાગ્રંથિ, હીનભાવ-દીનભાવ અને લઘુતાગ્રંથિ–આવા આવા અનેક પ્રકારના અસદ્ભાવો ચિત્તમાં જાણતાં કે અજાણતાં ઉદ્ભવે છે. એની જીવન ઉપર અસર પડે છે. જો ગૃહસ્થ જીવનમાં આવું આવું બનતું હોય તો સાધુજીવન કે જેમાં ઘરબાર કે વેપારધંધાની વળગણ નથી એવા નિરાંતના નવરાશના જીવનમાં તો અસદ્ વિચારો કેમ ન આવે ? પણ સાધુ જો જાગ્રત હોય અને સંયમના યોગોમાં-ચારિત્રપાલન માટેની આવશ્યક ક્રિયાઓમાં પોતાની જાતને સતત રોકાયેલી રાખે તો ચિત્ત ચંચલ થવાને કોઈ કારણ રહેતું નથી. એટલા માટે સાધુઓએ પોતાના સમુચિત સાધ્વાચારથી જીવનને સતત ઉદ્યમશીલ રાખવું જોઈએ. પ્રમાદને વશ થવું ન જોઈએ. [૫૧૩] યા નિવત્નીનાનાં ાિ રાતિપ્રયોગના व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥१९॥ અનુવાદ : જે ક્રિયાઓ કેવળ નિશ્ચયમાં જ લીન રહેલાઓ માટે અતિ પ્રયોજનવાળી નથી તે જ વ્યવહારદશામાં રહેલાઓ માટે અતિ ગુણકારક છે. ' વિશેષાર્થ : જ્ઞાનયોગ અને ક્રિયાયોગનું સ્વરૂપ વિવિધ દૃષ્ટિબિંદુથી સમજાવતાં ગ્રંથકાર મહાત્મા અહીં એક અત્યંત મહત્ત્વની વાતની સ્પષ્ટતા કરે છે. ક્રિયા અને ભાવ એ બેમાં શું ચડિયાતું ગણાય ? આવો પ્રશ્ન કોઈ કરે ત્યારે સ્પષ્ટ જ છે કે ક્રિયા કરતાં ભાવ ચડિયાતો ગણાય એવો ઉત્તર આપવાનો હોય. એક માણસે ઉપવાસ કર્યો હોય પણ ઉપવાસનો જરા પણ ભાવ ન હોય, પરાણે દેખાદેખીથી અનિચ્છાએ ઉપવાસ કરવો પડ્યો હોય અને બીજા માણસે ઉપવાસ ન કર્યો હોય, પણ ઉપવાસ કરવાનો ભાવ સતત મનમાં રહેતો હોય, ઉપવાસ ન કરી શકવાની પોતાની લાચારી માટે મનમાં સતત પશ્ચાત્તાપ રહેતો હોય, આહાર લેતી વખતે પણ એમાં સ્વાદવૃત્તિ રહી ન હોય તો આવી બે સ્થિતિમાં દેખીતું જ છે કે ક્રિયા કરતાં ભાવ ચડિયાતો છે. પરંતુ દરેક વખતે ફક્ત આવી બે જ સ્થિતિ હોય છે એવું નથી. તરતમતાની દૃષ્ટિએ એમાં બીજી ઘણી સ્થિતિઓ સંભવી શકે છે. એટલે જ્યારે તત્ત્વની દષ્ટિએ વિચારણા કરવાની હોય ત્યારે બધી જ સ્થિતિઓને લક્ષમાં રાખવી જરૂરી છે. ૨૯૦ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy