________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
હવે, સંયમ માર્ગમાં આવશ્યકાદિ ક્રિયાઓ કરતાં કરતાં જે મુનિએ સાધનાના ઉચ્ચ સ્તર પર આરોહણ કરતા રહે છે તેઓની આરંભ દશામાં ક્રિયાની સાથે ભાવ પણ એટલો જ જોડાયેલો હોય છે. જેમ જેમ તેઓની આત્મદશા ઉચ્ચતર થતી જતી હોય તેમ તેમ તેઓ વધુ ને વધુ અંતર્મુખ બની આત્મસ્વભાવમાં રમણતા કરતા હોય છે. એવે વખતે આવશ્યકાદિ ક્રિયાઓનો ભાવ તેમના મનમાં સતત રહેલો હોય છે. છતાં ક્યારેક ક્રિયા છૂટી જાય છે અને ભાવ દૃઢ રહે છે. તેઓ ક્રિયાઓ છોડતા નથી, પણ સહજ રીતે છૂટી જાય છે. ક્રિયાઓ પ્રત્યે તેઓને અનાદર નથી હોતો. તેની ઉપયોગિતા પૂરેપૂરી તેઓ સમજતા હોય છે, પરંતુ વ્યક્તિગત રીતે તેઓને પોતાને માટે એનું ખાસ પ્રયોજન રહેતું નથી. (ગ્રંથકારે અહીં ‘અતિ પ્રયોજન' શબ્દ વાપર્યો છે તે નોંધવા જેવું છે.) જે મહાત્માઓ ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડતા જઈ આત્મસ્વરૂપમાં લયલીન થયા છે તેઓએ હવે એવી નિશ્ચય દશા પ્રાપ્ત કરી લીધી છે કે જ્યાં આવશ્યકાદિ ક્રિયાઓનું મહત્ત્વ રહેતું નથી. એવા મહાત્માઓની છૂટી ગયેલી ક્રિયાઓ જોઈને જો કોઈ એમ કહે કે મોક્ષમાર્ગની આરાધના માટે ક્રિયાઓની કોઈ આવશ્યકતા નથી તો તે ભૂલ છે, કારણ કે બધા જીવો એકસરખી આત્મદશાવાળા હોતા નથી. કેટલાક જીવો નિશ્ચયદશાવાળા નહિ, પણ વ્યવહારદશાવાળા હોય છે. તેઓ જો સંયમમાર્ગની ક્રિયાઓ છોડી દે તો તેઓ કશું પામી શકશે નહિ. આવશ્યકાદિ ક્રિયાઓ તેઓને માટે અત્યંત લાભકારી છે. એથી એમના આત્મગુણની વૃદ્ધિ થાય છે.
કેટલાક લોકો અનેકાન્ત દૃષ્ટિ ન અપનાવતાં એકાન્ત દૃષ્ટિ રાખીને કહેતા હોય છે કે વ્રત, તપ, જપ, પ્રતિક્રમણ, જિનભક્તિ વગેરે કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. આત્માને ઓળખો અને આત્મામાં સ્થિર થાઓ એટલું જ જોઈએ. પણ બધાથી એમ સીધેસીધું આત્મામાં સ્થિર થવાતું નથી. (પૂર્વજન્મના કોઈ આરાધક જીવની વાત અલગ અને અપવાદરૂપ છે.) એટલે જ આત્મસ્વરૂપમાં જવા માટે સંયમની આરાધનાની અને એ માટેની ક્રિયાઓની ઉપયોગિતા રહેલી છે. કોઈ ગૃહસ્થ જીવે ઉતાવળે એવું માનવાની ભૂલ કરવા જેવું નથી કે પોતે હવે આત્મદશામાં રમણતા કરે છે અને તેથી પોતાને હવે કોઈ ક્રિયાઓની જરૂર નથી. એવું માનવાવાળા કેટલાયે જીવો અતોભ્રષ્ટ-તતોભ્રષ્ટ થઈ ગયા છે.
અહીં તો મુનિઓની વાત કરવામાં આવી છે કે જેઓને માટે સંયમની આરાધના અને આત્મતત્ત્વની ઉપાસના માટે પૂરો અવકાશ છે. પરંતુ વેપારધંધામાં રચ્યાપચ્યા રહેલા, પુત્રપરિવારાદિ કુટુંબજંજાળમાં ખૂંપેલા, સામાજિક દૃષ્ટિએ મોટું સ્થાન પામેલા લક્ષ્મીવંતો આધ્યાત્મિકતાના પાઠોનું પોપટિયું પઠન કરીને, કશી પણ તેની સસ્યક્ પરિણતિ પામ્યા વગર જ્યારે એમ કહે કે ‘અમે આત્મામાં છીએ, અમારે હવે વ્રત, તપ, જપાદિ ક્રિયાઓની કોઈ જરૂર રહી નથી' ત્યારે તેઓ પોતે તો ભમે જ છે, પણ પોતાના એવા ઉપદેશથી બીજાને પણ ભમાડે છે. તેઓની આત્મતત્ત્વ-વિચારણા માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવી હોય છે.
[૫૧૪]ર્મળોપિ હિ શુદ્ધસ્ય શ્રદ્ધામેધાવિયો ત:।
अक्षतं मुक्तिहेतुत्वं ज्ञानयोगानतिक्रमात् ॥२०॥
અનુવાદ : શ્રદ્ધા, મેધા વગેરેના યોગથી શુદ્ધ થયેલી ક્રિયા પણ જ્ઞાનયોગના અતિક્રમણરૂપ ન હોવાથી અક્ષત મુક્તિનો હેતુ થાય છે.
વિશેષાર્થ : આવશ્યકાદિ ક્રિયાઓની ઉપયોગિતા અહીં સમજાવવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ,
Jain Education International2010_05
૨૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org