________________
અધ્યાત્મસાર
કાઉસગ્ગ વગેરે આવશ્યકાદિ ક્રિયાઓ સ્વર્ગનું સુખ આપે છે, માટે તે હેય છે એવું એકાત્તે વિચારવું ન ઘટે. આવશ્યકાદિ ક્રિયાઓ પણ મુક્તિનો હેતુ બની શકે છે. એવી ક્રિયાઓ કરતી વખતે એના ફળરૂપે જો પૌગલિક સુખની આકાંક્ષા થાય તો તે નિર્મળ કરવી જોઈએ. ઉપવાસ, આયંબિલ, સામાયિક, પ્રતિક્રમણ, વંદન, કાઉસગ્ગ વગેરે ક્રિયાઓ પણ જો શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાના યોગથી કરવામાં આવી હોય તો તે અવશ્ય જ્ઞાનયોગમાં રૂપાંતરિત થાય છે. તે જ્ઞાનયોગમાં વૃદ્ધિ કરે છે. એથી કર્મની નિર્જરા થાય છે અને એ આવશ્યકાદિ ક્રિયાઓ પરંપરાએ મોક્ષગતિ અપાવનારી બને છે.
સાધકના જીવનમાં કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંને એવાં એકરૂપ બની જાય છે કે તેને છૂટા પાડવાનું અઘરું થઈ જાય છે, કારણ કે અંતે તો એવી એકરૂપતા મોક્ષ અપાવનારી નીવડે છે. આથી એવી આવશ્યકાદિ ક્રિયાઓ જ્ઞાનયોગનું અતિક્રમણ કે ઉલ્લંઘન કરે છે અથવા એમાં ખલેલ પહોંચાડે છે એમ કહી શકાશે નહિ. [૫૧૫] મારે ક્રિયાપેક્ષા યોગિનાં ચિત્તશુદ્ધ !
0/ ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥२१॥ અનુવાદ : યોગીઓને અભ્યાસકાળે ચિત્તશુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા રહે છે. જ્ઞાનના પરિપાકની દશામાં માત્ર શમની અપેક્ષા રહે છે. આ વિશે બીજાઓએ પણ કહ્યું છે.
વિશેષાર્થ : કર્મયોગમાંથી જ્ઞાનયોગમાં જવાની ક્રિયા વિશે અહીં કહેવામાં આવ્યું છે. પરિસ્થિતિમાં પરિવર્તન આવતાં અપેક્ષામાં પણ પરિવર્તન આવે છે. નાનું બાળક ચાલતાં શીખતું હોય ત્યારે એને ઠેલણગાડીની કે walkerની જરૂર રહે, પણ ચાલતાં શીખ્યા પછી એની જરૂર ન રહે. તેવી રીતે આરંભકાળના અભ્યાસમાં યોગીઓ માટે આવશ્યકાદિ સક્રિયાની અપેક્ષા રહે. એ હોય તો એમનું મન પરોવાયેલું રહે. એ ન હોય તો મન ભિન્નભિન્ન વિષયોમાં ભટકવા લાગે. એટલા માટે ચિત્ત ઉપરના સંયમના અર્થે અને ચિત્તની શુદ્ધિને અર્થે યોગીઓએ આરંભના અભ્યાસકાળમાં સક્રિયાઓ જરૂર કરતાં રહેવું જોઈએ.
આવી ક્રિયાઓ ક્યાં સુધી કરવી જોઈએ ? જ્ઞાનની પરિપક્વ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી કરવી જોઈએ. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતું નથી. જ્ઞાનયોગી હવે અંતર્મુખ બનેલા છે. એમના અંદરના ઉપયોગમાં સ્થિરતા ન રહે ત્યારે માત્ર ઉપશમની અપેક્ષા રહે છે. ત્યારે દેહ, ઇન્દ્રિયો અને મનને વશ કરતાં વાર લાગતી નથી.
આવું અન્ય દર્શનીઓએ પણ કહ્યું જ છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી નીચેના શ્લોકોનો આધાર આપ્યો છે : [૫૧] માર્કને રે RUT |
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥२२॥ અનુવાદ : યોગ ઉપર આરોહણ કરવા ઇચ્છતા મુનિને માટે તેનું કારણ કર્મ કહેવાય છે. યોગારૂઢ થયેલાને માટે તેનું કારણ શમ કહેવાય છે.
૨૯૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org