________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી ત્રીજો શ્લોક અહીં ટાંક્યો છે. જે મુનિઓ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરવા ઇચ્છે છે અને જેઓએ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરી લીધું છે એ બંને વચ્ચેનો ફરક અહીં ગીતાકારે બતાવ્યો છે. બંનેના અધિકાર વચ્ચેનો ભેદ અહીં દર્શાવવામાં આવ્યો છે.
જે મુનિઓ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરવા ઇચ્છતા હોય તેમને માટે નિષ્કામ કર્મ અર્થાત સક્રિયાની અપેક્ષા રહે છે. મુનિની આ આરંભની દશા છે. એટલે એણે કર્મયોગનો અભ્યાસ કરવો જોઈએ. પોતાને કર્તવ્યરૂપે પ્રાપ્ત થયેલી ક્રિયા અનાસક્ત ભાવે, અપ્રમત્ત ભાવે, વિશુદ્ધ રીતે કરવી જોઈએ. એમ કરવાથી એના ચિત્તનો ઉપયોગ વિશુદ્ધ થતો જશે, કારણ કે નિષ્કામ કર્મ વિના ચિત્તશુદ્ધિ નથી અને ચિત્તશુદ્ધિ વિના જ્ઞાનયોગ નથી. પરંતુ આમ અભ્યાસ કરતાં કરતાં, આરંભ-પરિગ્રહનો ત્યાગ કરતાં કરતાં, કર્મસંન્યાસ દ્વારા જયારે જ્ઞાનયોગ ઉપર આરૂઢ થઈ જવાય છે, બરાબર ગોઠવાઈ જવાય છે ત્યારે હવે જો મન અને ઇન્દ્રિયો ચંચલ થાય, સંકલ્પ-વિકલ્પો ઊઠે તો એને શમાવવાનું કાર્ય કરવાનું રહે છે. એટલે હવે એને માટે શમ-ઉપશમની ઉપયોગિતા રહે છે. કર્મત્યાગથી એ સિદ્ધ થઈ શકે છે. [૧૧૭] યુવા દિ નેન્દ્રિયાર્થષ ન ફર્મનુષmતે !
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥२३॥ અનુવાદ : જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્તિ ન રાખે ત્યારે સર્વ સંકલ્પોનો ત્યાગ કરનાર (મુનિ) “યોગારૂઢ' કહેવાય છે.
વિશેષાર્થ : શ્રીમદભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો આ ચોથો શ્લોક છે. અહીં અનાસક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના જીવોને આસક્તિ અથવા રાગ અનેક પદાર્થો પ્રત્યે અને જીવો પ્રત્યે રહે છે. ચિત્તમાં ગમવાના (અને ન ગમવાના) ભાવ સતત ચાલતા રહે છે. પોતે કરેલાં કાર્યોનું પોતાની ઇચ્છાનુસાર ફળ મેળવવા સૌ કોઈ ઝંખે છે. પરંતુ જેઓ અનાસક્ત છે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં રાચતા નથી. જે સમયે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તે કાર્ય તેઓ સહજ રીતે કરે છે. પરંતુ તેમાં લેવાતા નથી. તેઓ સંકલ્પના સંન્યાસી એટલે કે સંકલ્પના ત્યાગી બની ગયા હોય છે. કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પને, ઇચ્છાઓને હવે તેમના જીવનમાં સ્થાન નથી. ઇન્દ્રિયોને જીતનાર, આસક્તિરહિત અને સર્વ સંકલ્પના ત્યાગી એવા મહાત્માઓ જ્ઞાનયોગ પર આરૂઢ થઈ જાય છે. એટલા માટે તેઓને ‘યોગારૂઢ’ કહેવામાં આવે છે. મુનિપણાની એ ઉચ્ચ દશા કહેવાય છે. એનાં લક્ષણોનું સૂક્ષ્મતાથી પરિપાલન થાય ત્યારે એ દશા ઉત્કૃષ્ટ દશા બને છે. આધ્યાત્મિક સિદ્ધિમાં એનું મૂલ્ય બહુ મોટું છે. [૧૧૮] જ્ઞાન ક્રિયવિદ્દીન ર ક્રિય વા જ્ઞાનવતા
गुणप्रधानभावेन दशाभेदः किलैनयोः ॥२४॥ અનુવાદ : ક્રિયા વગર જ્ઞાન ન હોય અને જ્ઞાન વિના ક્રિયા ન હોય. ગૌણ અને પ્રધાન એવા ભાવથી એ બંને વચ્ચે દશાનો ભેદ છે.
૨૯૩
Jain Education Interational 2010_05
n Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org