________________
અધ્યાત્મસાર
સમૂહને વહન કરે છે, જે ગળામાં વિષયોરૂપી હાડકાંઓ નાખે છે, જે કામદેવરૂપી વિકૃત મુખવાળો છે તથા મહાદોષોરૂપી દાંતોને દેખાડે છે એવો સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ રાખવાને યોગ્ય નથી. ' વિશેષાર્થ : આ સંસાર નકલંચર જેવો છે એટલે કે રાત્રે ભટકનાર રાક્ષસ જેવો છે. એનો જરા પણ વિશ્વાસ રાખવા જેવો નથી. અહીં સંસાર માટે રાક્ષસનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ ભવરૂપી રાક્ષસ અવિદ્યારૂપી એટલે કે અજ્ઞાનદશારૂપી રાત્રિમાં યથેચ્છ ફરનારો છે. ચોરલૂટારા જેમ અંધારાનો
? લે છે તેમ આ રાક્ષસ પણ માણસની મોહદશાનો, અજ્ઞાન દશાનો લાભ ઉઠાવે છે. તે રાક્ષસ દીઠે ભયંકર છે એટલે એને જોતાં જ પામર મનુષ્ય ગભરાઈ જાય છે. એણે કષાયોરૂપી સર્પો ધારણ કરેલા છે. એણે ગળામાં હાડકાંની માળા ધારણ કરી છે. એ હાડકાં તે વિષયોરૂપી છે. તેણે પોતાના મુખનો દેખાવ વિકરાળ કર્યો છે. પોતાના તીક્ષ્ણ દાંત દેખાય એ માટે એણે મોઢું ફાડેલું છે. અજ્ઞાન અંધકારમય હોય છે એટલે એને રાત્રિની ઉપમા આપવામાં આવી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ઝેરી હોવાથી એને સર્પની ઉપમા આપવામાં આવી છે. વિષયો કઠિન અને ચીતરી ચડે એવા હોવાથી એને હાડકાંની ઉપમા આપવામાં આવી છે. જો દાંત મોટા હોય તો મોઢાની બહાર નીકળી દેખાયા કરે છે. તેમ મોટા દોષો છપાવવા જઈએ તો પણ છપાવી શકાતા
બાપવામાં આવી છે. વળી કામદેવનું મોટું પણ વાંકે છે કારણ કે અનાચારરૂપી ખોરાકનું એ ભક્ષણ કરે છે. સંસારરૂપી આવા ભયંકર નિશાચરનો જરા પણ વિશ્વાસ કરવા જેવો નથી. એનાથી તો દૂર જ રહેવું જોઈએ. [૮૧] ના નવáા થવિધાનવપક્ષ તથા
प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ॥ विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना ।
भवाटव्यां नाऽस्यामुचितमसहायस्य गमनम् ॥६॥ અનુવાદ : આ સંસારરૂપી જંગલમાં સુંદર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી વિષમ દુર્ગમાં રહેલો કામદેવરૂપી બળવાન ભીલ લૂંટી લે છે. માટે જેમણે ધર્મરૂપી દ્રવ્યની થોડી પણ ભિક્ષા મહાકષ્ટથી મેળવી છે તેઓએ સહાય વિના એકલા તેમાં ગમન કરવું ઉચિત નથી.
વિશેષાર્થ : અહીં સંસાર માટે અટવી એટલે કે જંગલનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ સંસાર એક ભયંકર જંગલ જેવો છે. જંગલમાં એકલા જવામાં ઘણું જોખમ રહેલું છે. ત્યાં વાઘ, સિંહ, વરુ વગેરે જંગલી હિંસક પશુઓનો ઘણો ડર રહે છે. વળી ત્યાં મજબૂત કિલ્લામાં રહેતા ભીલો છાપો મારીને ધન, ઘરેણાં વગેરે લૂંટી લે છે. જંગલમાંથી પસાર થવાનું હોય ત્યારે રસ્તામાં ખાવા માટે પથિક આમતેમથી એકઠું કરીને થોડું ભાથું રાખે છે. અચાનક જરૂર પડે એ માટે ધન પણ સાથે રાખે છે. માણસ એકલો હોય તો હિંસક પશુઓ એને ખાઈ જવા હુમલો કરે છે. ભીલો પણ એને લૂંટી જાય છે. પરંતુ માણસ જો મોટા સમુદાયમાં હોય તો પશુઓ ડરીને ભાગી જાય છે. ભીલો પણ લૂંટવાની હિંમત કરતા નથી. આ ભવરૂપી અટવીમાં મનુષ્ય પોતે દાન, શીલ, તપ વગેરે દ્વારા, વ્રતપાલન દ્વારા જે કંઈ
૪૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org