________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
ધર્મરૂપી દ્રવ્ય એકઠું કર્યું હોય તે લઈને પ્રયાણ કરે છે. પરંતુ કામદેવરૂપી બળવાન ભીલ સ્ત્રીઓના સ્તનરૂપી મજબૂત કિલ્લામાં સંતાઈને રહેલો છે, તે આ બધાં દ્રવ્યને હરી લે છે. માટે ભવરૂપી અટવીમાં ધર્મરૂપી સાથીદારો વિના એકલા જવું યોગ્ય નથી. [૮૨) અને દિં છે મમ સુતત્રાહિમતો |
विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ॥ जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना
मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥७॥ અનુવાદ : “આ ધન મારું છે, આ ઘર મારું છે, આ પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે.” એવા વિપર્યાસપણાથી વારંવાર દુઃખ પામવા છતાં તેમાં મિથ્યા સુખના અહંકારને ધારણ કરનારા લોકો જ્યાં રહે છે એવો સંસાર કૂડકપટવાળો છે. માટે તેમાં વિવેકી પુરુષો આસક્તિ પામતા નથી.
વિશેષાર્થ : આ સંસાર કપટરચનાવાળો છે. એટલે એમાં જ દેખાય છે તે સાચું નથી. તે છેતરામણું છે. સંસારમાં કેટલાયે માણસો “આ ધન મારું છે; આ ઘર મારું છે; આ મારી પત્ની છે; આ મારો પુત્ર છે.” એમ “મારું “મારું” કહીને પોતે બહુ સુખી છે એવું અભિમાન ધારણ કરે છે. પરંતુ એમનું એ અભિમાન બહુ ટકતું નથી. ધન, ઘર, પત્ની, પુત્ર વગેરે ક્યારે વિપરીત થઈ જશે, ક્યારે દગો દેશે, ક્યારે છોડીને ચાલ્યાં જશે તે કહેવાય નહિ. જે સુખ મનુષ્ય અનુભવે છે તે તો ક્ષણભરનો શાતાવેદનીય અનુભવ છે. એ સાચું આત્મિક સુખ નથી. એ માત્ર સુખની ભ્રમણા છે. માટે વિવેકી મનુષ્યો એવા સુખમાં જરા પણ આસક્ત થતા નથી કે તેની પાછળ દોડતા નથી. [૮૩] પ્રિયાન્નેડો મિન્નિડિસદો યામિક્કમટો
पमः स्वीयो वर्गो धनमभिनवं बंधनमिव ॥ मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्गविषमम् ।
भवः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥८॥ અનુવાદ : આ સંસાર કારાગૃહ છે. એમાં પ્રિયાનો નેહ બેડી (નિગડ) સમાન છે. પુત્રાદિ સ્વજન-પરિવાર પહેરેગીર સિપાઈઓ જેવા છે. ધન નવાં બંધન જેવું છે. અભિમાનરૂપી અશુચિ (અમેધ્યા)થી ભરેલું એ સ્થળ છે. વ્યસનોરૂપી બિલ (દર)ના સંસર્ગથી તે ભયંકર છે. એમાં વિદ્વાન પુરુષને રતિ-પ્રીતિ થાય એવું કોઈ સ્થાન નથી.
વિશેષાર્થ : વળી આ સંસાર કારાગૃહ જેવો છે. કેદખાનામાં કેદીઓને હાથપગમાં બેડી પહેરાવવામાં આવે છે. વળી તેમના ઉપર જાપતો રાખવા માટે પહેરેગીરો હોય છે. જૂના વખતની જેલમાં તો એક બાજુ ખુલ્લામાં કેદીઓ ઝાડો પેશાબ કરતા હતા. એટલે ત્યાં બહુ દુર્ગધમય ગંદકી રહેતી. જમીનમાં જયાં ત્યાં સાપ
Jain Education Interational 2010_05
For Privat
ersonal Use Only
www.jainelibrary.org