SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર વગેરેએ દર કર્યો હોય. આવાં કેદખાનાં ત્યારે હતાં. સંસારરૂપી કેદખાનામાં પ્રિયા ઉપરનો સ્નેહ એ બેડી જેવો છે. એમાં માણસ જકડાયેલો રહે છે. છૂટવા મથે તોપણ છૂટી શકતો નથી. પુત્રાદિક પરિવાર એ પહેરેગીર જેવો છે. એ સાંસારિક જવાબદારીઓમાંથી છૂટવા દેતો નથી અને ધર્મારાધના કરતાં અટકાવે છે. ધન વગેરે નવાં બંધન જેવાં છે. ધન-યૌવનનો ગર્વ એ અશુચિમય, દુર્ગધમય વિષ્ટાથી ભરેલા સ્થાન જેવો છે. વ્યસનો એટલે જુગાર, શિકાર, વેશ્યાગમન જેવાં સાત વ્યસનો અથવા વ્યસન એટલે આપત્તિ. તે ધન જવાથી, પત્ની, પુત્ર વગેરેના વિયોગથી આવતી આપત્તિ. તે બધાં વ્યસનો સર્પના નિવાસસ્થાન જેવાં છે. એટલે જ કારાગૃહ જેવા આ સંસાર પ્રત્યે વિવેકી વિદ્વજનોને પ્રીતિ થતી નથી. [८४] महाक्रोधो गृध्रोऽनुपरतिशृगाली च चपला । स्मरोलको यत्र प्रकटकटुशब्दः प्रचरति ॥ प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः । श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥९॥ અનુવાદઃ જ્યાં ભયંકર ક્રોધરૂપી ગીધ ઊડી રહ્યાં છે, અરતિરૂપી ચપળ શિયાળણી છે, કામરૂપી ઘુવડ પ્રગટ રીતે ટુ અવાજ કર્યા કરે છે, શોકરૂપી અગ્નિ બળી રહ્યો છે, ચારે બાજુ અપયશરૂપી રાખના ઢગલા પડ્યા છે એવો સ્મશાનરૂપી આ સંસાર છે. એમાં રમણીયતા શી હોઈ શકે? વિશેષાર્થ : હવે સંસાર માટે સ્મશાનનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. જૂના વખતમાં સ્મશાનમાં શું જોવા મળતું ? ત્યાં ગીધ ઊડતાં હોય છે, કારણ કે મૃતદેહનું ભક્ષણ ગીધોને અત્યંત પ્રિય હોય છે. ત્યા શિયાળણી પણ મૃતદેહના ભક્ષણ માટે ફરતી હોય છે. રાતને વખતે ત્યાં ઘુવડો કર્કશ અવાજ કરતા હોય છે. ત્યાં અગ્નિના ભડકા હોય છે. ચારે બાજુ રાખ વેરાયેલી હોય છે. આ સંસારમાં અનંતાનુબંધી મહાક્રોધ ગીધ જેવો છે. કારણ કે લાક્ષણિક અર્થમાં તે પોતાનાં અને બીજાનાં લોહીમાંસને બાળનારો હોય છે. સંસારમાં અરતિરૂપી અથવા અવિરતિરૂપી શિયાળણી છે. તે માંસાદિ ભક્ષણ કરવામાં ચપળ હોય છે. તેને ભસ્યાભઢ્યનો વિવેક હોતો નથી. કામદેવ ઘુવડ જેવો છે. તે દિવસે દેખી શકતો નથી. દિવસે કામેચ્છા ઘણુંખરું ઉત્પન્ન થતી નથી. પરંતુ રાતના તે પ્રબળ બને છે. એટલે તે ઘુવડ જેવી છે. તે ઘુવડની જેમ અપશબ્દમાં રાચે છે. તે સ્વચ્છંદી છે. સંસારમાં શોકરૂપી અગ્નિ પ્રજવલિત થઈને સંતાપ કરે છે. તથા અપયશરૂપી ભસ્મનો સમૂહ પડેલો હોય છે. અપયશ કોઈને ગમતો નથી. તે તુચ્છ, ક્ષુદ્ર, મલિન અને અસ્વીકાર્ય હોવાથી રાખ જેવો છે. આમ, સ્મશાન જેવા આ સંસારમાં ક્યાંય રમણીયતા દેખાશે નહિ. મતલબ કે સંસારમાં સાચા સુખનો અનુભવ થશે નહિ. [૮૫] થનાશ વેચ્છાયાણતિવિષમણૂછપ્રાચિન | विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ॥ फलास्वादो यस्य प्रखरनरकव्याधिनिवह स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥१०॥ અનુવાદ : વિષવૃક્ષ જેવો આ સંસાર છે. ધનની આશારૂપ એની છાયા પણ અતિ વિષમ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy