________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો: ભવસ્વરૂપચિન્તા અધિકાર
મૂછ કરાવનારી છે. સ્ત્રીઓના વિલાસરૂપ પુષ્પ-રસ મોટા વિકારોને જન્માવે છે. એના ફળનો આસ્વાદ નરકની ભયંકર વ્યાધિઓના સમૂહરૂપ છે. બુદ્ધિમાન પુરુષોએ આ સંસારરૂપી વિષવૃક્ષનો વિશ્વાસ રાખવા જેવો નથી.
વિશેષાર્થ : આ સંસાર વિષવૃક્ષ જેવો છે. ઝેરી વૃક્ષની છાયામાં માણસ આરામ કરવા બેસે તો એને મૂછ આવી જાય; ક્યારેક માણસ મૃત્યુ પામે. માણસ ઝેરી વૃક્ષના પુષ્પની સુંગધ લે તો તે એના ચિત્તને ભ્રમિત કરી નાખે છે. તે વિકૃતિઓ જન્માવે છે અને એને બહાવરો બનાવી દે છે. ઝેરી વૃક્ષનાં ફળ ખાવાથી માણસનું કાં તો મૃત્યુ થાય છે અને કાં તો એના શરીરમાં નરકની વેદના જેવા વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. આવું જ સંસારમાં બને છે. સંસારમાં ધનની આશામાં તેની પાછળ પડેલો માણસ શ્રમિત થઈને મૂછ પામે છે. ક્યારેક તે મૃત્યુ પણ પામે છે. ધનની તૃષ્ણા માણસને વિવેકહીન કરી નાખે છે. ક્યારેક તો ધન માણસના મૃત્યુનું નિમિત્ત બને છે. સ્ત્રીઓમાં હાવભાવ, શૃંગારચેષ્ટા, વિલાસો વિષવૃક્ષના પુષ્પના રસ જેવાં છે. તે મોટી વિકૃતિ સર્જે છે. તે મોહનીય કર્મનો બંધ કરાવે છે અથવા મોહનીય કર્મના ઉદયમાં નિમિત્ત બને છે. મોહનીય કર્મ જીવને સંસારમાં ઘણું પરિભ્રમણ કરાવે છે. સ્ત્રીઓના વિલાસરૂપી ફળનો આસ્વાદ તો નરકની બધી વ્યાધિઓના સમૂહ જેવો છે. તે દુર્ગતિમાં લઈ જનાર છે. એટલા માટે જ વિષવૃક્ષ જેવા આ સંસારનાં ભૌતિક સુખોમાં સુજ્ઞ માણસોએ આસ્થા રાખવા જેવી નથી.
[૮] વસ્ત્રાર્જ રાચં વન થનોડણસુન્નમ:
क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः ॥ क्वचिल्लावण्यश्रीरतिशयवती क्वापि न वपुः
स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥११॥ અનુવાદ ઃ ક્યાંક કોઈકની પાસે વિસ્તારવાળું રાજ્ય છે, તો કોઈકની પાસે જરા જેટલું ધન પણ નથી; કોઈકની ઉત્તમ જાતિ છે, તો કોઈકનો જન્મ નીચ કુળમાં થાય છે અને અપયશ પ્રાપ્ત કરે છે; કોઈકની પાસે દેહલાવણ્યરૂપી અતિશય લક્ષમી છે, તો કોઈકનું શરીર કૂબડું છે. સંસારની આવી વિષમતા કોને આનંદ આપનારી થાય ?
વિશેષાર્થ : આ સંસારનું સ્વરૂપ કેટલું બધું વિચિત્ર અને કેટલું બધું વિષમ છે ! અનાદિકાળથી એમ ચાલ્યું આવે છે અને અનંતકાળ પછી પણ સંસારનું સ્વરૂપ એવું ને એવું જ રહેવાનું છે. સંસારમાં કેટલી બધી અસમાનતા દેખાય છે ! બધા જીવો આત્મસ્વરૂપની દષ્ટિએ સમાન છે, છતાં પોતપોતાના વર્તમાન ભવની દૃષ્ટિએ તેમાં કેટલો બધો ફરક છે ! કોઈક જીવને મોટા રાજયના રાજા થવા મળે છે. ધનસંપત્તિ, માનપાન અને સત્તાનો કોઈ પાર નથી. બીજી બાજુ કોઈક જીવને આજીવિકા માટે જરૂરી એટલું ધન મેળવવું પણ બહુ દુર્લભ બની જાય છે. કોઈક જીવનો ઉચ્ચ કુળમાં જન્મ થવાથી તેનાં પૂજા-સત્કારની સતત વૃદ્ધિ થતી રહે છે. બીજી તરફ કોઈક જીવનો જન્મ નીચ કુળમાં થવાથી તેને માનહાનિ, અનાદર,
૪૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org