________________
અધ્યાત્મસાર
અપયશનો અનુભવ થતો રહે છે. કોઈક જીવને સ્વરૂપવાન દેહ મળે છે. એના લાવણ્યની લક્ષ્મી તેજસ્વી હોય છે. એનું સૌંદર્ય આશ્ચર્યચકિત કરી નાખે એવું હોય છે. કોઈક જીવને શરીરની શોભા મળતી નથી. અરે, કેટલાકની દેહાકૃતિ એટલી બધી વરવી હોય છે કે તે જીવ ઉપહાસને પાત્ર બનતો રહે છે. કેટલાકની તો મુખાકૃતિ એટલી ખરાબ કદરૂપી હોય છે કે તેની સામે જોવાનું બીજાને ગમતું નથી. જોતાં જ મનમાં અભાવ, અરુચિ જન્મે છે. આ તો જુદા જુદા જીવો વચ્ચેની અસમાનતા છે, પરંતુ એક જ જીવના જીવનમાં ક્યારેક અતિશય લક્ષ્મી અને ક્યારેક ભિખારીપણું જોવા મળે છે. ક્યારેક મુખાકૃતિ રૂપવંત હોય છે, પરંતુ પછીથી રોગ, અકસ્માત, વૃદ્ધાવસ્થાને કારણે એ જ મુખાકૃતિ કૂબડા જેવી થઈ જાય છે. એક ભવમાં જો આવી અસમાનતા જોવા મળતી હોય તો એક જીવના જન્મજન્માન્તરની અપેક્ષાએ તો કેટલી બધી અસમાનતા રહેલી છે ! જે સંસારનું સ્વરૂપ આટલી બધી વિષમતાભરેલું છે એ સંસારમાં કોને રસ પડે ? આત્મસ્વરૂપના ચિંતનવાળી, અધ્યાત્મદષ્ટિવાળી વ્યક્તિને સંસારમાં રસ ન પડે એ દેખીતું છે.
[૮૭] રૂટ્ટોદ્દામ: શામ: ઘનતિ પરિપંથી ગુમ
मविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं ।
वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥१२॥ અનુવાદ : પામર લોકોએ માનેલા આ પ્રગટ સંસારરૂપી ઘરમાં રહેવાથી કલ્પેલા સુખને અમે ક્યા નામથી વર્ણવીએ? કારણ કે એ ભવરૂપી ગૃહમાં તો કામદેવરૂપી ઉદ્ધત શત્રુ (અથવા ચોર) ગુણરૂપી ભોંય જ ખોદી નાખવા લાગ્યો છે. કુપરિણામરૂપી પાડોશીઓના કજિયા-કંકાસ ચાલ્યા કરે છે, વળી અંદર ફરતા મદરૂપી સર્પોનાં દર જોવા મળે છે.
વિશેષાર્થ : સંસારને જો ઘરની ઉપમા આપવામાં આવે તો એ ઘર પણ રહેવા જેવું નથી. કોઈકને ખબર પડે કે પોતાના ઘરમાં સાપનું દર છે તો માણસ ત્યાં એક રાતવાસો પણ રહેશે ખરો ? કોઈક માણસ નવું ઘર ભાડે રાખવા નીકળ્યો છે, પણ ખબર પડે કે પાડોશમાં રોજ સવારથી સાંજ સુધી, અરે અડધી રાતે પણ કલેશ કંકાસ અને કજિયાના મોટા કર્કશ અવાજો આવ્યા કરે છે, તો તેનું ઘર તેને રહેવા યોગ્ય નહિ લાગે. વળી ખબર પડે કે ઘર તો એવું છે કે જેમાં ચોર પાછળની દીવાલની માટી સહેલાઈથી ખોદીને ખાતર પાડી શકે એમ છે તો તે ઘરમાં રહેવાનું મન ન થાય અને રહેવાનું થાય તો ભય રહ્યા કરે. આ સંસાર પણ એવા ઘર જેવો છે. એમાં દમન ન કરી શકાય એવો ઉદ્ધત કામદેવ ચોર (પરિપંથી)ની જેમ ગુણરૂપી માટી ખોદીને ખાતર પાડી રહ્યો છે. કુપરિણામ રૂપી પડોશીઓનો કલહ જીવને જંપવા દેતો નથી. જાતિમદ વગેરે આઠ પ્રકારના મદરૂપી સર્પોનાં દર સતત ચિંતામાં મૂકી દે છે. પામર લોકોને ભલે આવા સંસારમાં સુખ જણાતું હોય, પરંતુ એ સુખને અમે ક્યા નામથી ઓળખાવી શકીએ ? અમને તો તે સુખને સુખ' તરીકે ઓળખાવવાનું પણ યોગ્ય જણાતું નથી.
४६
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org