________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
[૮૮૧ તૃષાત્ત વિદત્તે વિષવવા યત્ર વિનઃ |
करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ॥ स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनम् ।
भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥१३॥ અનુવાદ : આ ભવરૂપી ભયંકર ઉનાળામાં અત્યંત કરાલ એવા ક્રોધરૂપી સૂર્યથી સમતારૂપી સરોવર સુકાઈ ગયું છે. વિષયથી પરવશ થયેલાં ભવ્ય પ્રાણી તરસની પીડાથી ખેદ પામી રહ્યાં છે. કામદેવરૂપી પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયેલા જીવોનો ગુણરૂપી મેદ ગળી રહ્યો છે. ત્યાં તાપનું હરણ કરનાર એવું કોઈ શરણું ક્યાંથી મળે?
વિશેષાર્થ : અહીં સંસારને અસહ્ય, ભયંકર ઉનાળાના રૂપક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. ઉનાળામાં સૂર્ય ખૂબ તપે છે; લૂ વાય છે; નદી, સરોવર કે તળાવોમાં પાણી સુકાઈ જાય છે; લોકોની તરસ છીપતી નથી; પરસેવે રેબઝેબ થઈ જવાય છે; શરીર ગળી જાય છે. એવી રીતે સંસારરૂપી ઉનાળામાં ક્રોધરૂપી સૂર્ય એવો પ્રખર તપે છે કે ઉપશમ અને સમતારૂપી સરોવર શોષાઈ જાય છે. વિષયોથી વિવશ બની ગયેલા ભવ્ય જીવો, સમતારૂપી સરોવર સુકાઈ જવાને કારણે તૃષાત બની પીડા અનુભવે છે, તરસે તરફડે છે. કામદેવરૂપી પરસેવાને લીધે ગુણરૂપી મેદ ઓછો થઈ જાય છે. એથી ધર્મારાધના નિર્બળ બની જાય છે. આવા ભયંકર ગ્રીષ્મ કાળમાં તાપનું હરણ કરે એવું શીતળ શરણ ક્યાંથી મળે? [૯] પિતા માતા બ્રાડમન્નતિસિદ્ધાવમમતો
गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ॥ जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः ।
प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥१४॥ અનુવાદ : આ સંસારમાં પિતા, માતા અને ભાઈનો સંબંધ પણ પોતાની ઇચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. ધનવાન વ્યક્તિ તેમના ગુણોના સમૂહને જાણતો હોવા છતાં તેમને ધન આપતો નથી. સર્વ જનો પોતાનો સ્વાર્થ સાધવામાં હંમેશાં પ્રવૃત્ત રહે છે. આવા સંસારસુખનું વર્ણન કરવામાં ક્યો યોગ્ય પુરુષ રસિક બને ?
વિશેષાર્થ : આ સંસારમાં સ્વજનોના પરસ્પર સંબંધો પણ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી જ સારા રહે છે. પિતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્ર વચ્ચે, ભાઈ અને ભાઈ વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે જયાં સુધી સ્વાર્થનું ઘર્ષણ થતું નથી ત્યાં સુધી ઉમળકો રહે છે. જેવું સ્વાર્થનું ઘર્ષણ થયું કે સંબંધો બગડ્યા જ છે. જગતમાં પુત્રે પિતાનું કે માતાનું, ભાઈએ ભાઈનું ખૂન કર્યું હોય એવી એવી ઘોર ઘટનાઓ ક્યાં નથી બનતી ? એ શા માટે બને છે ? સ્વાર્થહાનિ થાય છે માટે. એ સ્વાર્થ ધનનો હોય,
૪૭. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org