________________
અધ્યાત્મસાર
ઘર-ઘરેણાંનો હોય, કામભોગનો હોય કે ગમે તે ઇતર પ્રકારનો હોય. ભૂતકાળમાં માતાપિતાએ કે ભાઈબહેને ગમે તેટલો ભોગ આપ્યો હોય તો પણ કૃતજ્ઞ માણસો એ ભૂલી જાય છે અને પોતાના જ ગુણગાન ગાય છે. ભૂતકાળમાં પોતાના ઉપર થયેલા અને સ્વીકારાયેલા ઉપકારમાં પણ પછીથી તેઓ ખામીઓ શોધવા લાગે છે. એમની દોષદષ્ટિ વેગથી પ્રવૃત્તિમય બની જાય છે. સ્વાર્થરક્ષણ માટે તેઓ નિર્લજજ થતાં પણ અચકાતા નથી. સ્વાર્થને બદલે ઉદારતા કેળવવાનું સરળ નથી. ગુણોને અને ગુણીજનોને જાણવાવાળા ધનપતિઓ પણ ધનનું દાન દઈ શકતા નથી. કેટલાકને ધનનું એટલું બધું ઘેલું લાગેલું હોય છે કે તેઓ
કિતા નથી. જેમ જેમ એમની પાસે ધનની વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેમની તૃષ્ણા વધતી જાય છે અને તેને લીધે તેમનું મને સંકુચિત બને છે, તેઓ કૂડકપટ કરે છે. તેમનામાં મિથ્યાભિમાન આવે છે અને વિશ્વાસઘાત કરવાનું મન થાય છે. અરે ધનને ખાતર મિત્ર કે સ્વજનની હત્યા કરતાં કે કરાવતાં
| નથી. આવા આ સ્વાર્થી સંસારને સુખમય કોણ કહી શકે ? સંસારનાં સુખનો રસિયો માણસ પણ એના સુખ વિશે પ્રમાણપૂર્વક કે અધિકારપૂર્વક એની ખ્યાતિ શું વર્ણવી શકે ? સંસારના કહેવાતા સુખની જો આવી ખોટી ખ્યાતિ હોય તો ક્યો પ્રાજ્ઞ પુરુષ એમાં રસ લઈ શકે ? વસ્તુતઃ સંસારમાં સાચું સુખ નથી, માત્ર સુખાભાસ છે. [૯૦] પm: પ્રાગૃહાત્મદદ મત સ્વાર્થ દ યાન .
त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा ॥ विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्
भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः ॥१५॥ અનુવાદ : અહો ! પોતાનો ઘણો મોટો સ્વાર્થ હોય ત્યારે લોકો તેઓને પોતાના પ્રાણના ભોગે પકડી રાખે છે અને સ્વાર્થ ન હોય ત્યારે અત્યંત નિદૈયપણે તૃણની જેમ ત્યજી દે છે. તેઓ હૃદયમાં વિષ અને મુખે અમૃત ધારણ કરે છે. આવો વિશ્વાસઘાત કરનારા સંસારથી જો તને ઉદ્વેગ ન થતો હોય તો પછી અધિક કહેવાથી શું વળવાનું?
વિશેષાર્થ : સંસારની વિચિત્રતા એવી છે કે પોતાનો મોટો સ્વાર્થ હોય ત્યારે, જરૂર પડ્યે પોતાના પ્રાણના ભોગે પણ માણસો બીજાને પકડી રાખે છે. માણસો પોતાનું કામ કઢાવી લેવા માટે બીજાની કૃત્રિમ પ્રશંસા કરવા લાગે છે, ધન કે ચીજવસ્તુઓની ભેટ આપવા લાગે છે, ક્યારેક સ્ત્રીઓ પોતાનો દેહ બીજાને સમર્પિત કરી દેવા તૈયાર થાય છે, ક્યારેક સ્વજનો વગેરેની માંદગીના પ્રસંગે પોતાની જાત ઘસી નાખવા તૈયાર થાય છે. જે હલકા માણસનો હાથ પકડવા પોતે રાજી ન હોય તેના ગળામાં હાથ ભરાવી. પોતે પરમ મિત્ર હોવાનો તે દેખાવ કરે છે. સ્વાર્થ ખાતર માણસ શું શું નથી માણસ સ્વાર્થ પત્યા પછી તેની સામે પણ નથી જોતો. વખત આવ્યે તે નિર્દય બની જાય છે, ઉપકાર ભલી જાય છે. અને તણખલાની જેમ એનો ત્યાગ કરી નાખે છે. તેના હૃદયમાં હલાહલ વિષ હોય છે. પરંતુ મીઠાં મીઠાં વર્ચનો બોલી મુખમાં અમૃત હોવાનો દેખાવ કરે છે. “મુખમાં રામ બગલમાં છૂરી” જેવા આ માણસો વિશ્વાસ કરવાને લાયક નથી હોતા. વિશ્વની આવી માયાજાળ જોઈને જેને ઉગ ન થતો હોય તેને વધારે કહેવાથી શો લાભ ?
४८ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org