________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
[૧] તે પ્રાન્તઃ જૈઃ હત્નતિ પૂર્વ પત્નિર્સ
रमीभिः खिन्नः स्याद् घनधननिधीनामपि गुणी ॥ उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी
त्यहो मोहस्येयं भवभवनवैषम्यघटना ॥१६॥ અનુવાદ : ગુણવાન માણસો પણ મોટા ધનના ભંડારવાળાની આંખના ખૂણા મનોહર જોઈને આનંદ અનુભવે છે. તે રોષયુક્ત હોય તો ખેદ પામે છે અને સ્તુતિ વગેરે પ્રકારના ઉપાયો દ્વારા તેમના રોષને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અહો, ભવરૂપી ભવનમાં મોહરાજાની આ કેવી વિષમતાભરેલી રચના છે!
વિશેષાર્થ : આ સંસારની વિષમતા તો જુઓ ! પોતાની પાસે વિદ્યા હોય, કલા હોય, વિવિધ વિષયોની જાણકારી હોય, વિવેક હોય એવા ગુણવાન લોકો પણ જેમની પાસે ધનનો ભંડાર છે, પણ જે ગુણવાન નથી, તેની અમીદૃષ્ટિ મેળવવા માટે કેટલાં વલખાં મારે છે ! તેમની મહેરબાની માટે યાચના કરવા લાગે છે. એવા ધનપતિ જો રોષે ભરાય તો પોતે ખેદ પામે છે અને તેમને શાંત કરવા અને રાજી રાખવા તેમનાં વખાણ કરવા લાગે છે. તેઓ ગમે તેવી અક્કલ વગરની ગાંડીઘેલી, નાખી દેવા જેવી વાત કરે તો પણ ‘હાજી, હાજી' કહી એમની આજ્ઞામાં વર્તવાનો પ્રયત્ન કરે છે. ખરેખર, મોહનીય કર્મો આ ભવરૂપી ભવનની કેવી દુર્દશા કરી છે ! [૨] પ્રિય પ્રેક્ષી પુત્રી વિજય રૂદ પુત્રી મુરતિ
विवेकाख्यस्तातः परिणतिरनिंद्या च जननी ॥ विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं ।
भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥१७॥ અનુવાદ : પ્રેક્ષા (તત્ત્વચિન્તા) નામની પત્ની છે, વિનય નામનો પુત્ર છે, ગુણરતિ નામની પુત્રી છે, વિવેક નામનો પિતા છે અને શુદ્ધ પરિણતિ નામની માતા છે. આ રીતે વિશુદ્ધ આત્માનું કુટુંબ ફુટ રીતે શોભી રહ્યું છે. પરંતુ ખેદની વાત છે કે સંસારનાં પ્રાણીઓએ તે જોયું નથી. એટલે જ તેમનામાં સંયોગસુખની બુદ્ધિ રહેલી છે ! ' વિશેષાર્થ: આ સંસારમાં જે દેખાય છે તે કુટુંબો તો કેટલાં બધાં સ્વાર્થથી ભરેલાં છે ! પરંતુ જેમની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ છે તેમને તો અંતર્મુખ થતાં પોતાનામાં જ સમગ્ર કુટુંબનું સુભગ દર્શન થશે. આત્યંતર કુટુંબ કેવું છે ? એમાં પ્રેક્ષા, (અનુપ્રેક્ષા, તત્ત્વચિંતન) રૂપી પ્રિય પત્ની છે, વિનયરૂપી પુત્ર છે, ગુણરતિ (ગુણ પ્રત્યે પ્રીતિ) રૂપી પુત્રી છે, વિવેક નામના પિતા છે અને અનિંદ્ય (શુભ અથવા શુદ્ધ) પરિણતિ નામની માતા છે. પ્રેક્ષા અથવા તત્ત્વચિંતા તે પત્ની છે, કારણ કે તે દુ:ખમાં પણ સાંત્વન આપનારી છે. વિનયથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. વિનયરૂપી પુત્ર પિતાની જ્ઞાનસંપત્તિને સાચવનાર અને તેમાં વધારો
૪૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org