________________
અધ્યાત્મસાર
કરનાર છે. ગુણરતિ એટલે રત્નત્રયીરૂપી પુત્રી પરમાનંદની પ્રાપ્તિ કરાવનારી છે. વિવેક તે પિતા છે, કારણ કે પુત્રનાં કાર્યોની યોગ્યયોગ્યતા વિશે કે હિતાહિત વિશે સલાહ અને માર્ગદર્શન આપનાર છે અને અપકૃત્યોમાંથી તેને બચાવનાર છે. શુભ અથવા શુદ્ધ પરિણતિરૂપી માતા વાત્સલ્યભાવથી સંતાનોનું પાલન કરનારી છે. વળી આ આત્યંતર કુટુંબ એવું છે કે એ જેમ જેમ વિસ્તાર પામતું જાય તેમ તેમ વધુ ઉવળ, ઉન્નત અને સાચું સુખ આપનારું બનતું જાય.
દુઃખની વાત એ છે કે આવું સરસ આવ્યંતર કુટુંબ પોતાને મળ્યું હોવા છતાં જીવ તે જોઈ શકતો નથી અને બાહ્ય કુટુંબના સંયોગમાં સુખની બુદ્ધિવાળો થાય છે.
[૩] પુરા પ્રેમને તનુ તવ ને !
तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ॥ विपाकादापाकाहितकलशवत्तापबहुलात्
जनो यस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ॥१८॥ અનુવાદ : માણસ પહેલાં પ્રેમના આરંભમાં દુઃખ પામે છે; પછી તેનો વિચ્છેદ ન થાય તેની ચિંતામાં દુઃખ પામે છે. પછી તેના ઉચ્છેદ (નાશ) વખતે ગમે તેવી કઠિન છાતીવાળો હોય તો પણ દુઃખ પામે છે. આમ કુંભારના નિભાડામાં નાખેલા ઘડાની જેમ તપતો તે વિપાક વખતે (ભવાન્તરમાં) પણ બહુ દુઃખ પામે છે. આવા આ સંસારમાં સુખ તો કંઈ જ નથી.
વિશેષાર્થ : જગતમાં દરેક તબક્કે માણસ કંઈક ને કંઈક દુ:ખ અનુભવે છે. દુઃખ વિવિધ પ્રકારનાં છે. એમાંથી એક પ્રેમની જ બાબત લઈએ તો માણસ ઈષ્ટપાત્ર સાથે પ્રેમસંબંધ બાંધવા માટે શું શું નથી કરતો ? કેટલાંયે કષ્ટ વેઠીને પ્રેમનો આરંભ કર્યો હોય, ત્યાર પછી એ પ્રેમને ટકાવી રાખવા માટે અને તેનો વિચ્છેદ ન થાય એ માટે એ તનતોડ મહેનત કરે છે. ઘણો બધો ભોગ આપવા છતાં કુદરતી ક્રમે કે આકસ્મિક રીતે પ્રિય પાત્રનો જો કાયમનો વિયોગ થાય તો ફરી દુઃખ આવીને ઊભું રહે જ છે. આમ જીવ, કઠોર મનવાળો થઈ કુંભારની ભઠ્ઠીમાં નાખેલા ઘડાની જેમ ઘણો તાપ સહન કરે છે. પરંતુ આ દુ:ખ આટલેથી અટકતું નથી. આ પ્રેમને નિમિત્તે જે કંઈ અશુભ કર્મોનો બંધ થયો છે તેનો વિપાક થતાં, તે કર્મો ઉદયમાં આવતાં ભવાન્તરમાં પણ પાછું દુઃખ જ અનુભવવાનું રહે છે.
[४] मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं ।
विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ॥ भ्रमन्त्यूर्ध्वं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं ॥
महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ॥१९॥ અનુવાદ : આ સંસાર ખરેખર મહામોહરાજાની યુદ્ધભૂમિ છે કે જેમાં સ્ત્રીઓનાં દષ્ટિરૂપી
૫૦ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org