________________
પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર
વિશેષાર્થ : આ શ્લોકમાં સંસારને અગ્નિ તરીકે બતાવવામાં આવ્યો છે. એક માત્ર વિષયાસક્ત સ્ત્રીનો વિચાર કરીએ તો પણ સંસાર દઝાડનાર અગ્નિ જેવો છે એમ લાગ્યા વગર નહિ રહે. તો પછી સ્ત્રીપુરુષના પરસ્પર કામાગ્નિની તો વાત જ શી કરવી ? રતિ અર્થાત કામભોગની અભિલાષારૂપી સંતાપથી અર્થાત્ ઉષ્ણતાથી ચંચલ બનેલી પ્રિયારૂપી જ્વાલાઓ આ સંસારરૂપી અગ્નિમાંથી ભીષણ આવેગથી બહાર નીકળી રહી છે. તે જવાળાઓમાંથી ધૂમાડાના ગોટેગોટા જે નીકળે છે તે કુવલય એટલે શ્યામ કમળની પાંદડી જેવી શ્યામ કાન્તિવાળા નયનકટાક્ષ છે. ધૂમાડો જેમ માણસને અંધ જેવો કરી નાખે છે, કશું જોવા દેતો નથી, તેમ સ્ત્રીઓનાં નયનકટાક્ષથી માણસ મોહાંધ બની જાય છે. જ્યાં અગ્નિ ભભૂકતો હોય ત્યાં તેમાંથી મોટા મોટા અંગારા ઊડતા હોય છે. સ્ત્રીનાં અંગોપાંગ અંગારા સમાન છે કે જેમાંથી અનેક વિકારો ઉત્પન્ન થાય છે. વિષયરૂપી અંગારા અંગને બાળી નાખે છે. આત્મશક્તિને તે હણી નાખે છે. આવા અગ્નિરૂપી સંસારમાં સુખ કોઈ સ્થળે સુલભ હોઈ શકે ? [૭૦] અને પાર્શ તનયવનિતાદ્વૈરટિતમ્ |
निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः ॥ नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै
र्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥४॥ અનુવાદ : અહો, જેમાં પુત્ર, સ્ત્રી વગેરેના સ્નેહથી રચેલા દોરડાને ગળામાં બાંધીને, અત્યંત દુઃખાર્ત અને સ્વભાવથી કૃપણ એવા જીવોરૂપી પશુઓ, વિષમ એવા વિષયરૂપી ઘાતકી સુભટો દ્વારા પીડા પામે છે, એવો આ સંસાર મહાભયંકર કસાઈખાના (સૂનાસ્થાન) જેવો છે.
વિશેષાર્થ : વળી, આ સંસાર એક મહા ભયંકર કસાઈખાના જેવો પણ છે, કતલખાનામાં સંયોગો અને પ્રકૃતિથી લાચાર બની ગયેલાં પશુઓના ગળામાં દોરડું બાંધીને ખેંચી જવામાં આવે છે. જરા પણ ચસકે નહિ એવી રીતે તેઓને બાંધવામાં આવે છે અને પછી ઘાતકી કદાવર કસાઈઓ મોટા છરા વડે તેમનું મસ્તક છેદી નાખે છે અને તેમના ટુકડે ટુકડા કરી નાખે છે. સંસારમાં મનુષ્યની પણ એવી જ દશા થાય છે. સ્ત્રી, પુત્ર વગેરે પ્રત્યેના નેહરૂપી દોરડાથી માણસને ગળે એવો સખત ફાંસો બંધાય છે કે તે ચસકી શકતો નથી. તે ઘણી પીડા પામે છે, પણ એનું કશું ચાલતું નથી. વિષયોરૂપી ઘાતકી કસાઈઓ વડે એ ભયંકર દુઃખ પામે છે. ખરેખર બહુ ખેદની વાત છે કે સંસારમાં જીવોની આવી દશા થાય છે. [20] વિદાયાં રાત્રી સ્વરતિ વહસ્તે મૂક્તિ વિષમK
कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो ।
न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥५॥ અનુવાદ : જે અવિદ્યારૂપી રાત્રિમાં વિચરે છે, જે મસ્તક ઉપર ભયંકર કષાયોરૂપી સર્પના
For
Y
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
નરો 2010,0s
www.jainelibrary.org