________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
ઘટી શકે ? આવા પ્રશ્નના ઉત્તરમાં સાંખ્ય દર્શન કહે છે કે વસ્તુતઃ બુદ્ધિનો જ બંધ અને મોક્ષ છે. પરંતુ તેનો ઉપચાર પુરુષમાં કરાય છે. માત્ર કહેવા ખાતર તે કહેવાય છે.
પરંતુ એમની આ ઉપચારની વાત તર્કસંગત નથી. બુદ્ધિના બંધ અને મોક્ષની વાત જો ઉપચારથી પુરુષમાં ઘટાવાય તો એનો અર્થ એ થયો કે મહેનત એક કરે અને ફળ બીજો ભોગવે. પણ પોતાની મહેનતથી મોક્ષ બીજાને મળી જવાનો હોય તો એવી મહેનત–સંયમ, ત્યાગ, તપશ્ચર્યા વગેરે કોણ કરે ? શા માટે કરે ? એમ થાય તો આખું મોક્ષશાસ્ત્ર જ નકામું બની જાય.
[૪૪૫] પિલાનાં મતે તસ્માસ્મિન્નવોષિતા રતિઃ । यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ ६२ ॥
અનુવાદ : એટલે આ કપિલના મતમાં પ્રીતિ કરવી યોગ્ય નથી, કારણ કે એમાં અનુભવસિદ્ધ એવા કર્તાપણાનો અને ભોક્તાપણાનો લોપ કરવામાં આવ્યો છે.
વિશેષાર્થ : કપિલનો સાંખ્યમત આત્માને એકાન્તે નિત્ય માને છે અને તેથી તે કર્મનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી એમ માને છે. પરંતુ સંસારમાં આપણને સુખદુ:ખ પ્રત્યક્ષ દેખાય છે. સંસારમાં સુખદુઃખ છે એ સૌના અનુભવની વાત છે. વળી જીવ શુભ કે અશુભ કાર્ય કરતો દેખાય છે. એટલે કે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે અને જેવાં કર્મ બાંધે છે તે પ્રમાણે તે ફળ ભોગવે છે. આમ આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા પણ છે. પરંતુ કપિલનો મત આ વાતનો અસ્વીકાર કરે છે. જે મત આ અનુભવસિદ્ધ વાતનો જ લોપ કરે એમાં રતિ, પ્રીતિ કે શ્રદ્ધા કેવી રીતે કરી શકાય ?
[૪૪૬] નાસ્તિ નિર્વામિત્વાન્નુરાત્મનઃ વે—વંધત: ।
प्राक् पश्चाद् युगपद्वापि कर्मबंधाव्यवस्थितेः ॥६३॥
અનુવાદ : આત્માને બંધ ન હોવાથી મોક્ષ છે જ નહિ એમ કેટલાક કહે છે, કારણ કે પહેલાં, પછીથી અથવા એકસાથે આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે.
વિશેષાર્થ : આ અધિકારના આરંભમાં કહેલાં આત્માનાં છ પદમાંથી અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ ચાર પદોની વિચારણા થઈ. હવે મોક્ષની વિચારણા કરવામાં આવે છે. મોક્ષ જેવી વાતમાં નહિ માનનારા અમોક્ષવાદીઓ એમ કહે છે કે આત્માને કર્મનો કોઈ બંધ જ ન હોય તો પછી મોક્ષની વાત જ ક્યાં રહી ?
તેઓ એક ખોટો તર્ક કરીને પૂછે છે : આત્માને કર્મ સાથે સંબંધ થયો તો કહો કે પહેલાં આત્મા હતો કે પહેલાં કર્મ હતું ? કે પછી બંને એક સાથે (યુગપત્) જોડાયાં ?
(૧) હવે જો પહેલાં આત્માની ઉત્પત્તિ થઈ અને પછી કર્મ તેની સાથે જોડાયું છે એમ કહો તો તેમ કહેવું યોગ્ય નથી, કારણ કે વિશુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને કર્મથી બંધાવા માટે કોઈ હેતુ કે પ્રયોજન નથી. વળી કોઈ હેતુ વિના આત્મા ઉત્પન્ન થાય કેવી રીતે ?
Jain Education International2010_05
૨૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org