________________
અધ્યાત્મસાર
પરંતુ સાંખ્યવાદીઓના આ મતનું ખંડન કરતાં એમ કહીશું કે જ્યાં કર્તાપણું અને ભોક્તાપણું છે ત્યાં જ બંધ અને મોક્ષ છે. તો પછી તમારે બંધ અને મોક્ષ બુદ્ધિનાં માનવાં પડશે, આત્માનાં નહિ. એટલે સાંખ્યવાદી કપિલમુનિ બંધ અને મોક્ષ આત્મામાં ઘટાવે છે તે મિથ્યા થશે. આમ બુદ્ધિમાં કર્તાપણું અને ભોક્તાપણું બતાવવા જતાં બંધ અને મોક્ષની અનવસ્થા ઊભી થશે. ४४३] पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
जटी मुंडी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥६०॥ અનુવાદ : પચીસ તત્ત્વને જાણનારો કોઈ પણ આશ્રમને વિશે આસક્ત હોય, તે જટાવાળો, મુંડનવાળો કે પછી શિખાવાળો (ચોટલીવાળો) હોય, તે મુક્તિ પામે છે તેમાં સંશય નથી.
વિશેષાર્થ : સાંખ્યદર્શનમાં પચીસ તત્ત્વનું મહત્ત્વ છે. આ પચીસ તત્ત્વના આધારે સમગ્ર સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. આમાં મુખ્ય બે તત્ત્વ છે – પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એ આત્મા છે, ચેતન દ્રવ્ય છે. સમગ્ર સૃષ્ટિમાં પુરુષ એક નહિ પણ અનેક છે. પ્રકૃતિ જડ તત્ત્વ છે. જડ અને ચેતનનો સંયોગ થતાં તેમાંથી સર્જન થાય છે. પુરુષના સંયોગથી પ્રકૃતિમાં સંક્ષોભ થાય છે. એના સત્ત્વ, રજસ અને તમસું એ ત્રણ ગુણોની સમતુલા રહેતી નથી. એ ગુણો વચ્ચે સંઘર્ષ થાય છે અને એથી પ્રકૃતિ વિકારી, પરિણમનશીલ બને છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ અને અહંકાર ઉત્પન્ન થાય છે અને એમ કરતાં કુલ પચીસ તત્ત્વો થાય છે.
સાંખ્યદર્શન કહે છે કે જે કોઈને આ પચીસ તત્ત્વમાં શ્રદ્ધા છે તેને અવશ્ય મુક્તિ મળે છે, પછી તે ગમે તે આશ્રમનો એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમનો જીવ હોય અને પોતાના આશ્રમમાં તે આસક્ત કે રચ્યોપચ્યો હોય. વળી તે જટાવાળો હોય, મસ્તકે મુંડનવાળો હોય કે શિખા (ચોટલી) વાળો હોય, પણ જો તે આ તત્ત્વોમાં શ્રદ્ધાવાળો હોય તો તે ભવનાં બંધનોમાંથી મુક્ત થાય છે. તેની મુક્તિ વિશે કોઈ સંશય નથી.
આ માન્યતા સાંખ્યદર્શનની છે. આ દર્શનવાળાઓ પુરુષના (આત્માના) મોક્ષમાં માને છે, પણ પુરુષને કર્તા, ભોક્તા કે બંધનવાળો માનતા નથી. પરંતુ જો બંધન ન હોય તો મુક્તિની વાત કેવી રીતે ઘટી શકે ?
સાંખ્યદર્શન પુરુષ(આત્મા)ને એકાન્ત નિત્ય, નિર્વિકારી, અકર્તા, અભોક્તા માને છે. જૈન દર્શન આત્માને દ્રવ્યથી શુદ્ધ, નિત્ય માને છે, પણ પર્યાયથી અશુદ્ધ, અનિત્ય કહે છે.
[૪૪૪] પતી ચોપરારત્વે મોક્ષશાસ્ત્ર વૃથાત્રિમ્
अन्यस्य हि विमोक्षार्थे न कोऽप्यन्यः प्रवर्तते ॥६१॥ અનુવાદ : અને જો એનો ઉપચાર કરશો તો તમારું) સમગ્ર મોક્ષશાસ્ત્ર વૃથા થશે. અન્યના મોક્ષ માટે વળી અન્ય કોઈ પ્રવૃત્તિ કરતું નથી.
વિશેષાર્થ : પુરુષ જો નિત્ય અને નિર્વિકારી, શુદ્ધ હોય તો પછી બંધ અને મોક્ષ એનો કેવી રીતે
૨૪૬ For Private & Persona
Jain Education Intemational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org