________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
વિશેષાર્થ : સાંખ્યવાદીઓ પુરુષ અને પ્રકૃતિમાં માને છે. પ્રકૃતિના પચીસ તત્ત્વોમાં એક મુખ્ય તત્ત્વ બુદ્ધિ છે. તેઓ બુદ્ધિને કર્તા (કર્કી), ભોક્તા (ભોત્રી) અને નિત્ય તરીકે માને છે.
પરંતુ જ્યાં સુધી કર્મ કરનારી અને કર્મ ભોગવનારી બુદ્ધિ હોય અને તે નિત્ય હોય તો પછી કર્મ કરવાનું અને કર્મ ભોગવવાનું નિરંતર ચાલ્યા કરશે. તો પછી કર્મમાંથી મુક્તિની વાત ઘટી શકશે નહિ. એટલે મોક્ષ જેવું કંઈ છે એમ સ્વીકારી શકાશે નહિ.
બીજી બાજુ જો બુદ્ધિને અનિત્ય અથવા ક્ષણિક માનવામાં આવે તો તો પૂર્વધર્મની કોઈ વાત એને લાગુ પાડી શકાશે જ નહિ. એટલે કે પૂર્વની વાતનો એને અયોગ રહે. જો એમ થાય તો પછી સંસાર કેવી રીતે ચાલે છે ?
આમ, બુદ્ધિને નિત્ય માનો કે અનિત્ય–બંને રીતે સંસાર અને તેમાંથી મુક્તિની વાત બંધબેસતી લાગતી નથી. પરંતુ કર્તા, ભોક્તા અને નિત્યપણું જો આત્મામાં માનવામાં આવે તો જ સંસાર અને મોક્ષની વ્યવસ્થા બરાબર ઘટી શકશે. [૪૪૧] પ્રવેવ થર્નાલિસ્વીવારે વદ્ધિવ વા |
सुवचश्च घटादौ स्यादीग्धर्मान्वयस्तथा ॥५८॥ અનુવાદ : પ્રકૃતિને વિશે ધર્માદિનો સ્વીકાર કરશો તો પછી બુદ્ધિનું શું? તો પછી ધર્માદિનો આવો સંબંધ (અન્વય) ઘટાદિમાં પણ સુખેથી કહેવા યોગ્ય થશે.
વિશેષાર્થ : સાંખ્યવાદીઓની પ્રકૃતિ વિશેની અવધારણા સર્વથા સુસંગત નથી. પ્રકૃતિને તેઓ જડ માને છે. વળી એને અવ્યક્ત માયા તરીકે ઓળખાવે છે. પ્રકૃતિનું મુખ્ય પરિણમન તે બુદ્ધિ છે. હવે પ્રકૃતિને તેઓ નિત્ય માને તો પણ મુશ્કેલી છે અને અનિત્ય માને તો પણ મુશ્કેલી છે. જો તેઓ પ્રકૃતિને નિત્ય માને તો તેમાં રહેલા ધર્મ-અધર્મ વગેરેને પણ નિત્ય તરીકે સ્વીકારવા પડે. જો ધર્માદિને સ્વીકારે તો પછી બુદ્ધિની કંઈ જરૂર રહેતી નથી. વળી પ્રકૃતિને તેઓ જડ માને છે અને એમાં ધર્માદિને સ્વીકારે છે. જો જડમાં ધર્માદિ રહી શકતા હોય તો જડ એવા ઘડામાં પણ ધર્માદિ રહી શકે છે એમ સ્વીકારવું પડશે. એટલે એ રીતે પણ મુશ્કેલી આવશે. [૪૪૨] તિમો ર વુક્ષેત્ વંધો મોક્ષ નાત્મનઃ |
___ ततश्चात्मानमुद्दिश्य कूटमेतद्यदुच्यते ॥५९॥ * અનુવાદ : કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હોય તો આત્માને બંધ અને મોક્ષ રહેશે નહિ. તો પછી આત્માને ઉદ્દેશીને જે કહ્યું તે મિથ્યા થશે. ' વિશેષાર્થ : સાંખ્યવાદીઓ બંધ અને મોક્ષ વિશે જે મત દર્શાવે છે તે વિશે ઉત્તર આપતાં અહીં જણાવાયું છે કે સાંખ્યવાદીઓ કૃતિ એટલે કે કર્તાપણું અને ભોગ એટલે કે ભોક્તાપણું એ બે ગુણો બુદ્ધિના છે એમ કહે છે. તેઓ કહે છે કે આ સંસાર પુરુષ અને પ્રકૃતિનો બનેલો છે. પ્રકૃતિનાં પચીસ તત્ત્વોમાં મુખ્ય તત્ત્વ બુદ્ધિ છે. આ બુદ્ધિ જ કર્તા છે અને બુદ્ધિ જ ભોક્તા છે.
૨૪૫. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org