________________
અધ્યાત્મસાર
નથી. તે રાગાદિ ભાવોથી અલિપ્ત છે. તે કર્મનો કર્તા નથી. તેથી તે કર્મના ફળનો ભોક્તા પણ નથી. પરંતુ બુદ્ધિ સાથેના સંબંધને લીધે તેને “હું કર્તા છું', “હું ભોક્તા છું' એવો ભ્રમ થાય છે અને એવું કહેવાની એને ટેવ પડી જાય છે. વસ્તુતઃ આ તેનો ભ્રમ જ છે એમ મહાત્માઓ કહે છે. [૩૮] પ્રોઃ મિનિ શુ: વનિ સર્વશ:
अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥५५॥ અનુવાદ : સર્વથા પ્રકૃતિના ગુણોથી કાર્યો થાય છે. પરંતુ) અહંકારથી વિમૂઢ થયેલો આત્મા “હું કર્તા છું એમ માને છે.
વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે. એ ત્રણ ગુણો છે સત્ત્વ, રજસ્ અને તમસ્. પ્રકૃતિને કારણે જ આ સંસાર છે. એટલે સંસાર ત્રિગુણાત્મક છે. આ ગુણોને લીધે સુખદુઃખ અને મોહ નીપજે છે. પ્રકૃતિ સાથે સંલગ્ન થનાર વિશદ્ધ આત્મા અહંકારને લીધે તથા મિથ્થાબુદ્ધિને લીધે વિમૂઢ બને છે. તે બુદ્ધિ સાથેના ભેદને લીધે બ્રમપૂર્વક માનવા લાગે છે કે હું કર્તા છું, હું સુખી છું,
હું દુઃખી છું' વગેરે. વસ્તુતઃ પુરુષ (આત્મા) તો વિશુદ્ધ અને અવિકારી છે. તે અકર્તા અને અભોક્તા છે. શુભાશુભ કર્મનાં બંધનો એને ઘટતાં નથી. સંસારમાં જે કંઈ શુભાશુભ કર્મો છે તે પ્રકૃતિનાં કરેલાં છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણે પ્રકૃતિના ગુણો વડે એમ થાય છે. આ પ્રમાણે સાંખ્યદર્શન કહે છે. પરંતુ આ વાત જૈન દર્શનને માન્ય નથી. ૪િ૩૯] વિવાર્થમા નો તત િતનમ્
कृतिचैतन्ययोर्व्यक्तं सामानाधिकरण्यतः ॥५६॥ અનુવાદ : એટલે આ (સાંખ્ય) દર્શન પણ સુંદર, વિચારવા યોગ્ય નથી, કારણ કે કૃતિ અને ચૈતન્યનું સમાન અધિકરણ સ્પષ્ટ છે. ' વિશેષાર્થ : ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાંખ્યદર્શનની માન્યતાઓની શાસ્ત્રીય છણાવટ કર્યા પછી પોતાનો અભિપ્રાય અહીં દર્શાવ્યો છે કે આ સાંખ્યદર્શન પણ સુંદર નથી, મનમાં વસી જાય એવું નથી. તે વિચારવાયોગ્ય નથી. એનું મુખ્ય કારણ એ છે કે તે કૃતિ અથવા કાર્ય અને ચેતન તત્ત્વનાં અધિકરણ અર્થાત્ સ્થાન જુદાં જુદાં માને છે. તે એમ માને છે કે પુરુષ એટલે કે આત્મા નિર્વિકારી અને અક્રિય છે. તે કશું કરતો નથી. તે કર્તા નથી અને ભોક્તા પણ નથી. એ બધું કરનાર તે જડ પ્રકૃતિ છે.
પરંતુ જીવ પોતે જ કર્તા છે અને ભોક્તા છે એમ વ્યવહારમાં આપણને સ્પષ્ટ જણાય છે. એટલે કે કૃતિ અને ચૈતન્યનું અધિકરણ અથવા સ્થાન એક જ છે એ આંખે દેખાય એવું વ્યક્તિ છે. જો આ પ્રમાણે હોય તો આ સાંખ્યદર્શન વિચારવા યોગ્ય કે સ્વીકારવા યોગ્ય નથી એમાં કોઈ શંકા નથી. [४४०] बुद्धिः की च भोक्त्री च नित्या चेन्नास्ति निर्वृतिः।
अनित्या चेन्न संसारः प्राग्धर्मादेरयोगतः ॥५७॥ અનુવાદ : બુદ્ધિ જો કર્તા, ભોક્તા અને નિત્ય હોય તો મોક્ષ થાય નહિ. જો એ અનિત્ય હોય તો, પૂર્વધર્મના અયોગથી સંસાર જ રહે નહિ.
૨૪૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org