________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો: મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
જુદાં માને છે. પરંતુ બુદ્ધિનું પ્રતિબિંબ નિર્મળ આત્મામાં પડવાને લીધે બુદ્ધિને એમ લાગે છે કે હું જ ચેતન છું, હું જ આત્મા છું, અને પુરુષ ચૈતન્યને એમ લાગે છે કે, જે કંઈ થાય છે તે બધું હું જ કરું છું. વસ્તુતઃ પુરુષ (આત્મા) એટલે કે ચૈતન્ય અને બુદ્ધિ વચ્ચે ભેદ છે. તે બંને એક નથી. પરંતુ અંગ્રહ અર્થાતુ અજ્ઞાનને લીધે બુદ્ધિ અને ચૈતન્યની વચ્ચે અભેદ જણાય છે. એથી જ ચૈતન્યમાં અહંકાર (સ્મય) ઉદ્ભવે છે કે “હું જ બધું કરું છું અને બુદ્ધિને એમ લાગે છે કે “હું જ ચૈતન્ય છું.” પરંતુ આ અહંકારરૂપી અજ્ઞાનનો નાશ થતાં શુદ્ધ ચૈતન્ય પ્રગટે છે. એ જ મોક્ષાવસ્થા છે. આ પ્રમાણે સાંખ્યવાદીઓ માને છે.
४36] कर्तृबुद्धिगते दुःखसुखे पुंस्युपचारतः ।
नरनाथे यथा भृत्यगतौ जयपराजयौ ॥५३॥ અનુવાદ : જેમ સેવકને વિશે રહેલો જયપરાજ્ય રાજાને વિશે ઉપચારથી કહેવાય છે તેમ કર્તારૂપ બુદ્ધિને વિશે સુખદુઃખનો પુરુષને (આત્માને) વિશે ઉપચાર કરાય છે.
વિશેષાર્થ : સાંખ્ય મત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ વડે સંસાર ચાલે છે. એમાં પુરુષ શુદ્ધ અને નિત્ય છે. તે કશું કરતો નથી. પ્રકૃતિનાં તત્ત્વોમાંથી બુદ્ધિ જ આ બધાં કાર્યો કરે છે. શુભાશુભ કર્મ બુદ્ધિ કરે છે, પણ એને માટે જવાબદાર પુરુષ ગણાય છે. વસ્તુતઃ પુરુષ એટલે આત્મા તો કંઈ જ કરતો નથી. તેનામાં કર્તાભોક્તાપણું નથી. આમ છતાં વ્યવહારથી બુદ્ધિને લીધે સુખદુ:ખ ઉદ્ભવતાં રહે છે. તેનો ઉપચાર પુરુષમાં થાય છે. એટલે લોકોને લાગે છે કે પુરુષ આ બધું કરી રહ્યો છે. પરંતુ તે ફક્ત લોકવ્યવહાર છે, ઉપચાર માત્ર છે. ખરેખર એમ નથી.
આ માટે સાંખ્યવાદીઓ ઉદાહરણ આપે છે કે યુદ્ધમાં લડે છે સૈનિકો, વિજય-પરાજ્ય તેમનો થાય છે, પરંતુ વિજય-પરાજયનો ઉપચાર થાય છે રાજામાં. રાજાનો યુદ્ધમાં વિજય થયો અથવા રાજાનો યુદ્ધમાં પરાજ્ય થયો એમ કહેવાય છે. વસ્તુતઃ રાજાએ તો યુદ્ધભૂમિ જોઈ પણ ન હોય તો પણ એમ જ કહેવાય. એટલે વસ્તુતઃ એમ ન હોવા છતાં લોકવ્યવહારથી એમ કહેવાય છે. તેવી રીતે બુદ્ધિએ સારાં કે માઠાં કાર્યો કર્યા હોય તો પણ એ પુરુષે (એટલે કે આત્માએ) કર્યા છે એમ કહેવાય છે. વસ્તુતઃ સુખદુઃખનો કર્તા પુરુષ નથી અને એ ભોગવનાર પણ પુરુષ નથી. પુરુષ તો નિર્વિકાર જ છે.
સાંખ્યવાદીઓની આ દલીલ છે. [૩૭] » ભોસ ચ નો તર્મહાત્મા નિત્ય નિરંગન:
अध्यासादन्यथाबुद्धिस्तथा चोक्तं महात्मना ॥५४॥ અનુવાદ : એટલા માટે આત્મા કર્તા કે ભોક્તા નથી. તે નિત્ય, નિરંજન છે. અધ્યાસ(મહાવરા)ને લીધે તેના પર અન્યથાબુદ્ધિ થાય છે એમ મહાત્માઓ કહે છે.
વિશેષાર્થ : સાંખ્ય મત પ્રમાણે આત્મા એકાન્ત નિત્ય અને નિરંજન છે. આત્મામાં કોઈ વિકાર નથી, કોઈ પરિવર્તન નથી. આત્મા નિરંજન છે એટલે કે એને કશું લાગી શકતું નથી, ચોંટી શકતું
૨૪૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org