________________
અધ્યાત્મસાર
૪િ૩૪] પુરુષાર્થોપરા તો વ્યાપારાવેશ વ ચ |
अत्रांशो वेदम्ययहं वस्तु करोमीति च धीस्ततः ॥५१॥ અનુવાદ : પુરુષ-ઉપરાગ, અર્થ-ઉપરાગ એ બે અને વ્યાપારાવેશ એ અહીં (બુદ્ધિના) અંશો છે. તેથી વસ્તુ(પદાર્થ)ને “હું જાણું છું અને હું કરું છું એવી બુદ્ધિ થાય છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં સાંખ્યવાદીઓનો સિદ્ધાન્ત રજૂ કરવામાં આવ્યો છે. બુદ્ધિના ત્રણ ધર્મો એટલે કે અંશો છે : (૧) પુરુષોપરાગ, (૨) અર્થોપરાગ (વિષયોપરાગ) અને (૩) વ્યાપારાવેશ. એને | લીધે બુદ્ધિને એમ લાગે છે કે હું જાણું છું” અને “હું કરું છું. બુદ્ધિને એવો ભાવ અથવા અધ્યવસાય થાય છે. આ સમજાવવા માટે અરીસો અને પ્રતિબિંબનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
પુરુષ (આત્મા) સ્ફટિક જેવો નિર્મળ, નિત્ય ને અક્રિય એટલે કશું જ ન કરનારો છે. પ્રકૃતિ જડ છે. પ્રકૃતિનું એક મુખ્ય અંગ તે બુદ્ધિ છે. પુરુષ અને પ્રકૃતિ પાસે પાસે હોવાથી પ્રકૃતિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. આથી પુરુષને એમ લાગે છે કે હું પ્રકૃતિ છું અને પ્રકૃતિને અથવા બુદ્ધિને એમ લાગે છે કે હું પુરુષ એટલે ચેતન છું. ઉપરાગ એટલે ગ્રહણ (Eclipse) અથવા સંપૂર્ણ પ્રતિબિંબ. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ પડતાં બુદ્ધિને એમ લાગે છે કે હું જ પુરુષ છું. આવી જે બ્રાન્તિ થાય તે પુરુષોપરાગ. પુરુષમાં બુદ્ધિને મનનો ભાવ થાય છે. પુરુષ અને બુદ્ધિ વચ્ચે ભેદ હોવા છતાં અભેદ હોય એવો બુદ્ધિને ? જે ભ્રમ થાય છે તેને “પુરુષોપરાગ' કહેવામાં આવે છે. પુરુષ અને બુદ્ધિનો આ સંબંધ અરીસામાં પડેલા પ્રતિબિંબની જેમ છે. તે વાસ્તવિક કે તાત્ત્વિક નથી. - હવે બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે અને અર્થને-પદાર્થને એટલે કે વસ્તુને ગ્રહણ કરે છે. આ અર્થોપરાગ અથવા વિષયો પરાગ છે. પદાર્થ સાથે બુદ્ધિનો સંબંધ વાસ્તવિક અથવા તાત્ત્વિક છે. બુદ્ધિની આ જ્ઞાન-પરિણતિને અરીસામાં પડેલા ડાઘા સાથે સરખાવવામાં આવે છે. મોઢાના ઉચ્છવાસથી અરીસામાં જે ડાઘા પડે છે તે સાચા છે, વાસ્તવિક છે. તેવી રીતે આ જ્ઞાનપરિણતિ તાત્ત્વિક છે. આ પણ બુદ્ધિનો એક અંશ છે.
બુદ્ધિનો ત્રીજો અંશ તે છર્તવ્યમ્ અથવા વ્યાપારાવેશ છે. બુદ્ધિને કૃતિનો એટલે કાર્ય કર્યાનો અધ્યવસાય થાય છે, કારણ કે બુદ્ધિમાં કૃતિનો ગુણ રહેલો છે. એટલે બુદ્ધિનો વ્યાપારાવેશ તાત્ત્વિક છે.
આમ બુદ્ધિ અને ચૈતન્ય વચ્ચેનો સંબંધ બ્રાન્ત અથવા અતાત્ત્વિક છે. [૪૩૫] વેતનોÉ રોતિ વૃદ્ધર્મેલાWસ્મિ: |
एतन्नाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥५२॥ અનુવાદ : “હું ચેતન છું, હું કરું છું.– એ પ્રમાણે બુદ્ધિના ભેદના અજ્ઞાન(અગ્રહ)ને લીધે તે અહંકાર (સ્મય) થાય છે. એનો (અહંકારનો અને અજ્ઞાનનો) નાશ થતાં અવચ્છેદ વિનાના ચૈતન્યને મોક્ષ કહે છે.
વિશેષાર્થ : અહીં સાંખ્ય મત રજૂ કરવામાં આવ્યો છે. તેઓ પુરુષ (આત્મા) અને બુદ્ધિપ્રકૃતિ)ને
૨૪૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org