________________
અધ્યાત્મસાર
(૨) જો પહેલાં કર્મ ઉત્પન્ન થયું હતું એમ કહો તો તે અસંગત છે, કારણ કે એ રીતે કર્મબંધ સંભવતો નથી, કેમકે ત્યારે આત્માનો એટલે કે કર્તાનો અભાવ હોય છે.
(૩) આત્મા અને કર્મ બંને એકી સાથે ઉત્પન્ન થયાં એમ કહો તો તે પણ અસંગત છે, કારણ કે એમાં કર્તા કોણ અને બંધ કોનો ? એવો પ્રશ્ન ઊભો થશે, કારણ કે એક સાથે કર્તૃત્વ અને કાર્યત્વ સંભવી શકતાં નથી.
આમ, કર્મ અને આત્માને પહેલાં, પછી કે એક સાથે ઉત્પન્ન થયેલાં માનવાં એ અસંગત બને છે. આ રીતે કર્મબંધ અવ્યવસ્થિત ઠરે છે. એટલા માટે તે અસ્વીકાર્ય છે.
હવે જો કર્મબંધ જ ન હોય તો એમાંથી મુક્તિ મેળવવાની વાત જ ક્યાં રહી ?
આ અમોક્ષવાદીનો મત છે. આત્મા અને કર્મના સંબંધની એમણે કરેલી આ વાત તર્કસંગત નથી. તેઓએ પહેલાં, પછી કે એકસાથેનો પ્રશ્ન ઊભો કર્યો તેમાં પણ તર્ક નહિ, તકભાસ છે. એ વિશે હવે પછીના શ્લોકોમાં ખુલાસો આવે છે. [૪૭] નાવિર્યરિ સંબંધ રૂષ્ય નીવર્ગો : |
__तदानन्त्यान्न मोक्षः स्यात्तदात्माकाशयोगवत् ॥६४॥ અનુવાદઃ જો જીવ અને કર્મનો સંબંધ અનાદિ કહેશો તો આત્મા અને આકાશના સંબંધની જેમ તે અનંત થશે, જેથી મોક્ષ નહિ થાય. ' વિશેષાર્થ : મોક્ષ જેવું કશું નથી એવું માનવાવાળાની દલીલ આ શ્લોકમાં રજૂ કરવામાં આવી છે. તે પૂર્વપક્ષ તરીકે અહીં આપવામાં આવી છે.
આત્મા અને કર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? આત્મા અને કર્મનો સંબંધ ક્યારે શરૂ થયો ? આ પ્રશ્નોના, આગળના શ્લોકમાં જોયું તેમ, ત્રણ વૈકલ્પિક ઉત્તર હોઈ શકે, જેમકે (૧) પહેલાં જીવ હતો અને પછી કર્મ સાથેનો એનો સંબંધ અમુક કાળે થયો. (૨) અથવા જીવ અને કર્મના સંબંધમાં કોઈ પહેલું નહિ કે પછી નહિ, પણ બંને એકસાથે ઉત્પન્ન થયાં (૩) અથવા જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. હવે તમે જૈન દર્શનવાળા કહો છો કે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. એ સમજાવવા માટે આત્મા અને આકાશના સંબંધનું ઉદાહરણ અપાય છે. આત્મા અને આકાશનો સંબંધ કોઈ એક કાળે શરૂ થયો એમ નથી, પણ અનાદિ કાળનો તે સંબંધ છે. પરંતુ જે સંબંધ અનાદિ કાળનો હોય તે સંબંધ અનંત કાળ સુધી રહે છે. આત્મા અને આકાશનો સંબંધ જેમ અનાદિ છે તેમ એ સંબંધ અનંત પણ છે એમ સ્વીકારવું પડશે. એટલે જીવ અને કર્મનો સંબંધ જો અનાદિ હોય તો અનંત કાળે પણ જીવ અને કર્મનો સંબંધ રહેવાનો. જો જીવ અને કર્મનો સંબંધ અનંત કાળ સુધી રહેવાનો હોય તો પછી મોક્ષની સંભાવના ક્યાંથી હોય ? કારણ કે જીવ કર્મરહિત થાય તો જ મોક્ષ કહેવાય. માટે મોક્ષ જેવું કશું જ નથી.
મોક્ષમાં નહિ માનનારાની આ દલીલનો ઉત્તર એ છે કે આકાશ અને આત્માનો સંબંધ અનાદિ અને અનંત છે, પરંતુ જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં અનંત નથી, કારણ કે જે સંબંધો અનાદિ હોય તે અનંત હોવા જ જોઈએ એવું નથી.
૨૪૮
Jain Education Interational 2010_05
nternational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org