________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૪૮] તવેતવત્યસંબદ્ધ યગ્નથી દેતુજાર્યોઃ |
संतानानादिता बीजांकुरवद्देहकर्मणोः ॥६५॥ અનુવાદ : તેથી (મોક્ષ નથી) એમ કહેવું અસંબદ્ધ છે, કારણ કે કારણ-કાર્યરૂપે, બીજ અને અંકુરની જેમ દેહ (જીવ) અને કર્મ વચ્ચે સંબંધ સંતાનરૂપે અનાદિ છે. | વિશેષાર્થ : આગળના શ્લોકના ઉત્તરરૂપે આ શ્લોક છે. કેટલાક માને છે કે આત્માનો કર્મ સાથે કોઈ સંબંધ નથી અથવા આત્માનો મોક્ષ થશે એવી વાત સંભવિત નથી, એટલે કે મોક્ષ નથી.
પરંતુ આવી માન્યતા તર્કસંગત નથી. એ તદ્દન અસંબદ્ધ છે. જગતમાં કારણ-કાર્ય ભાવ સતત ચાલે છે. જે કોઈ કાર્ય પરિણમે છે એની પાછળ કારણ રહેલું હોય છે. જો આત્મા કારણ છે, તો કર્મ એ કાર્ય છે. જો કર્મ એ કારણ છે તો જીવની વિવિધ અવસ્થા એ કાર્ય છે. કર્મથી ભવપરંપરા થાય છે અને ભવપરંપરામાં પાછાં નવાં કર્મો બંધાય છે. બીજ અને અંકુરની જેમ પરસ્પર કાર્યકારણભાવ અનાદિ કાળથી સંતાનરૂપે એટલે કે પરંપરાના પ્રવાહરૂપે ચાલ્યો આવે છે. એટલે આત્મા ને કર્મનો કાર્યકારણભાવ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એમ સ્વીકાર્યા વિના છૂટકો નથી. વળી એનો અંત લાવી શકાય છે એટલે કે મોક્ષ છે. [૪૪૯] ર્તા વમન્વિતો તે નવ મણિ દેહયુ
__क्रियाफलोपभुक्कुंभे दण्डान्वितकुलालवत् ॥६६॥ અનુવાદ : જેમ દંડ સહિત કુંભાર કુંભની ક્રિયાનું ફળ ભોગવે છે તેમ કર્મ સહિત જીવ દેહનો કર્તા બને છે અને દેહયુક્ત એ (જીવ) કર્મફળનો ભોક્તા બને છે.
વિશેષાર્થ : કેટલાક એમ માને છે કે આત્માને બંધ જેવું કંઈ નથી, એટલે મોક્ષ છે એવું માનવાની પણ કંઈ જરૂર નથી. આ મતવાળાને અહીં કહેવામાં આવ્યું છે કે કર્મ જેવું કંઈક છે. દેયુક્ત જીવ કર્મનો કર્યા છે, એટલે કર્મનો તે ભોક્તા પણ છે. દેહધારી જીવ જે કંઈ શુભાશુભ કર્મ કરે છે એટલે કે એનો કર્તા બને છે એ જ જીવ એ શુભાશુભ કર્મનો ભોક્તા પણ બને છે.
અહીં કુંભાર (કુલાલ)ની ઉપમા આપવામાં આવી છે. કુંભાર પોતાના ચાકડાને લાકડી વડે ફેરવીને ઘડો બનાવે છે એટલે કુંભાર ઘડાનો બનાવનાર થાય છે. પછી એ કુંભાર પોતાના ઘડાનો ઉપયોગ કરે ' છે. એટલે તે ઘડાનો ભોક્તા બને છે. એવી જ રીતે દેહમાં રહેલો જીવ કર્મનો કર્તા બને છે અને કર્મનો ભોક્તા પણ બને છે. [૪૫] ૩નાવિસંતÍશ: ટુ વીનાંરથોરિવ |
कुक्कुट्यंडकयोः स्वर्णमलयोरिव चानयोः ॥६७॥ અનુવાદ : બીજ અને અંકુરની જેમ, કૂકડી અને ઈંડાની જેમ, તથા સુવર્ણ અને તેના | મેલની જેમ આ અનાદિ સંતતિનો નાશ થાય છે.
૨૪૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org