________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : બીજમાંથી અંકુર થાય છે, પરંતુ બીજ આવ્યું ક્યાંથી ? એ તો અંકુરો મોટા થતાં, વનસ્પતિમાં જે ફળાદિ થાય છે, ધાન્ય થાય છે તેમાંથી જ બીજ પ્રાપ્ત થાય છે. એટલે જેમ બીજ હોય તો જ અંકુર થાય અને અંકુર હોય તો જ બીજ થાય. એમાં પહેલું કોણ ? એવી રીતે ઈંડામાંથી કૂકડી થાય અને કૂકડી પાછી ઈંડા મૂકે. એમાં પહેલી કૂકડી કે પહેલાં ઈંડું ? તેવી રીતે સુવર્ણ અને મેલનો સંબંધ છે. આ સંબંધની શરૂઆત ક્યારથી થઈ એ તર્કથી સમજાવી નહિ શકાય. એટલે એ સંબંધને અનાદિ કહેવો પડશે. કૂકડીમાંથી ઈંડું અને ઈંડામાંથી કૂકડી એ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. એટલે આ સંતતિપ્રવાહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એમ કહેવું પડશે. હવે આ કૂકડી અને ઈંડાનો સંતતિપ્રવાહ ક્યાં સુધી ચાલશે ? સામાન્ય રીતે તો પ્રથમ દૃષ્ટિએ એવો જ ભ્રમ રહે કે ઈંડું અને કૂકડીની ઉત્પત્તિ-ક્રિયા સતત ચાલ્યા જ કરવાની. અનંતકાળ સુધી એ ચાલશે. પણ બરાબર વિચાર કરીએ તો કોઈ પણ એક ઈંડાનો કે કોઈ પણ એક કૂકડીનો નાશ થતાં એનો એ પ્રવાહ અનંત થતો નથી. પ્રવાહના અનાદિપણામાં આપણે ફેરફાર કરી શકતા નથી. ફેરફાર શક્ય નથી. પણ પ્રવાહને અટકાવી શકાય છે. એટલે કે એનો અંત લાવીને, એને અંતવાળો અર્થાત્ સાન્ત બનાવી શકાય છે. એટલે કે જે જે અનાદિ હોય તે બધાં જ અનંત હોય એવું નથી. કોઈ અનાદિ-અનંત હોય, તેમ કોઈ અનાદિ-સાત્ત પણ હોઈ શકે છે.
એવી રીતે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળનો છે. પણ એ સંબંધ અનાદિ-અનંત જ હોવો જોઈએ એવું નથી. જીવ અને કર્મના સંબંધનો જો સર્વથા વિચ્છેદ થઈ જાય તો એ સંબંધ અનાદિ હોવા છતાં અન્તવાળો, અર્થાત સાન્ત બની શકે. તપ, સંયમાદિ ઉપાયો વડે કર્મનો નાશ થઈ શકે છે. ખાણમાંથી નીકળેલા સુવર્ણની સાથે મેલ, માટી હોય છે. પરંતુ સુવર્ણને તપાવતાં મેલ છૂટો પડી જાય છે અને સુવર્ણ શુદ્ધ બની જાય છે. સુવર્ણ અને મેલ એવાં એકરૂપ નથી કે ક્યારેય તે છૂટાં પડી ન શકે. તેવી રીતે ધર્મ વડે જીવ કર્મથી સર્વથા મુક્ત થઈ શકે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ એવી આત્મશુદ્ધિ અવશ્ય સિદ્ધ થઈ શકે છે. એટલે કે જીવ અને કર્મની અનાદિકાળથી ચાલી આવતી સંતતિનો નાશ થઈ શકે છે અને એ સંબંધને અનાદિ-સાન્ત બનાવી શકાય છે અને કર્મમુક્ત બની મોક્ષગતિ પ્રાપ્ત કરી શકાય છે.
[૪૫૧] મળેષ વ્યવસ્થય સંબંધો નીવર્ગો : I
अनाद्यनन्तोऽभव्यानां स्यादात्माकाशयोगवत् ॥६८॥ અનુવાદ : આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિશે છે. અભવ્યો વિશે તો જીવ અને કર્મનો સંબંધ, આકાશ અને આત્માના યોગની જેમ અનાદિ અને અનંત છે.
વિશેષાર્થ : જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પરંતુ પુરુષાર્થ કરીને જીવ કર્મ સાથેના પોતાના સંબંધનો નાશ કરી શકે છે, એટલે કે તેનો અંત લાવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જીવ કર્મથી સર્વથા મુક્ત થઈ શકે છે. એટલે કે જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં સાન્ત હોઈ શકે છે.
હવે પ્રશ્ન એ થાય કે શું બધા જ જીવોનો કર્મ સાથેનો સંબંધ, ભલે મોડો કે વહેલો, પૂરો જ
૨૫૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org