________________
પ્રબંધ ત્રીજ, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
(૧) આદર – મોક્ષમાર્ગના અભિલાષી જીવે પોતાની જે કંઈ આવશ્યક ક્રિયાઓ કરવાની હોય, તે પ્રત્યે તેને આદર અને બહુમાન હોવાં જોઈએ. કરવા જેવું તો આ જ છે એવી જ્યાં સુધી અંતરમાં શ્રદ્ધા દૃઢ થતી નથી ત્યાં સુધી એનું મૂલ્ય સમજાતું નથી. કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય અને આપણને એના મૂલ્યની ખબર ન હોય તો આપણે એને સાચવવાની દરકાર કરતા નથી. પણ કોઈક સમજાવે કે આ તો બહુ મૂલ્યવાન અને દુર્લભ વસ્તુ છે; એની તો આટલી બધી કિંમત બોલાય છે, ત્યારે એ વસ્તુ પ્રત્યે આપણને અહોભાવ થાય છે અને એ ખોવાઈ ન જાય, તૂટી ન જાય કે ચોરાઈ ન જાય એ માટે આપણે એને બહુ સારી રીતે સાચવીએ છીએ. તેવી રીતે મોક્ષમાર્ગ માટે મળેલી ક્રિયારૂપી મૂલ્યવાન સામગ્રી પ્રત્યે આપણો એવો આદરભાવ જાગ્રત રહેવો જોઈએ.
(૨) ક્રિયામાં પ્રીતિ – સાધકને ક્રિયા કરવામાં રુચિ હોવી જોઈએ. ક્રિયા કરતાં ભાવ અવશ્ય ચડી જાય, પરંતુ ક્રિયા સર્વથા હેય નથી. ક્રિયાની ઉપાદેયતા પણ સાધકને સમજાવી જોઈએ. જે જે ક્રિયા અવશ્ય કરવાની છે તે ક્રિયા વેઠની જેમ ન કરવી જોઈએ. ચિત્તના ઉપયોગ સહિત, ભાવપૂર્વક, રસપૂર્વક અને પ્રીતિપૂર્વક તે કરવી જોઈએ. જ્ઞાનાિગ્યાં મોક્ષ: | એમ કહેવાયું છે. અલબત્ત, જ્ઞાન એ જ ક્રિયા એટલી ઉચ્ચ, સૂક્ષ્મ ભૂમિકા સુધી આ વાતને લઈ જઈ શકાય છે, તો પણ ભાવયુક્ત ક્રિયાનું મહત્ત્વ મોક્ષમાર્ગમાં સ્વીકારાયેલું જ છે એનું વિસ્મરણ ક્યારેય ન થવું જોઈએ.
(૩) અવિપ્ન – સામાન્ય રીતે આવી ઊંચી દશા પ્રાપ્ત કરનાર સાધકના જીવનમાં ધર્મક્રિયા કરતી વખતે પૂર્વનાં શુભ કર્મના બળે કોઈ વિઘ્ન આવતું નથી. પરંતુ કોઈ ભારે નિકાચિત અશુભ કર્મના ઉદયે વિદનો આવે તો તે દૂર કરવાનું અથવા તે પ્રત્યે ઉદાસીન, અનાસક્ત રહેવાનું, સાક્ષીભાવથી તેને નિહાળવાનું અને ભોગવવાનું સામર્થ્ય આવું અમૃત અનુષ્ઠાન કરનારમાં હોય જ છે.
(૪) સંપદાનું આગમન – સાધકને ભૌતિક સંપત્તિમાં તો રસ નથી, પણ ધર્મરૂપી સંપદા એને અવશ્ય હિતકારક થાય છે. પોતાની સાધના માટે મળતી વિવિધ પ્રકારની અનુકૂળતા પણ એક અપેક્ષાએ સંપદારૂપ ગણાય. સાધકની દશા અનુસાર ભાવરૂપી વિવિધ યોગસંપદા પણ એને સાંપડે છે.
(૫) જિજ્ઞાસા – તત્ત્વની જિજ્ઞાસા સાધકને હમેશાં રહે છે. સંસારનું સ્વરૂપ કેવું છે, છ દ્રવ્યો કેવી રીતે કાર્ય કરે છે, નવ તત્ત્વોનું સ્વરૂપ કેવું છે અને પોતપોતાની રીતે એ કેવાં કાર્યો કરે છે, જીવોની વિવિધ પ્રકારની ગતિ કેવી હોય છે, કર્મો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે છૂટે છે, સ્વરૂપાનુસંધાન કેવી રીતે થાય છે, આત્મસાક્ષાત્કારની ક્ષણ કેવી હોય છે, દેહથી ભિન્ન અવસ્થા કેવી રીતે પ્રતીત થાય છે, મોક્ષગતિ કેવી છે અને કેવી રીતે તે પમાય છે વગેરે અનેક પ્રકારની જિજ્ઞાસા જીવને થાય છે. તેનો યથાર્થ ઉત્તર મળતાં અંતરમાં જ્ઞાનનો ઉઘાડ કેવી રીતે અને કેટલો બધો થતો જાય છે તે તો અનુભવે જ સમજાય એવું છે.
(૬) જ્ઞાનીની સેવા – જેમને શાસ્ત્રજ્ઞાન યથાર્થ રીતે પ્રાપ્ત થયું છે અને સ્વરૂપાનુસંધાનથી જેમણે ઉત્તમ દશા પ્રાપ્ત કરી છે એવા જ્ઞાનીઓની સમીપે રહેવાથી, એમની સેવા કરવાથી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી સાધકનું બહુ કલ્યાણ થાય છે. પ્રત્યેક વાત શાસ્ત્રમાં આવતી નથી. કેટલાય રહસ્યો ગુરુગમથી જ પ્રાપ્ત થઈ શકે છે અને ગુરુ તરફથી એ ત્યારે જ મળે છે જયારે એમના અંતરમાં એ આપવાનો હર્ષોલ્લાસયુક્ત કુદરતી ભાવ જાગ્યો હોય. ગુરુની સેવા વગર ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનું સરળ નથી. માટે જ અમૃતાનુષ્ઠાન કરનાર સાધક માટે જ્ઞાનીની સેવા કર્તવ્યરૂપ છે.
૧૫૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org