________________
અધ્યાત્મસાર
ભાવમાં રહેવું ગમે, પણ ક્રિયા કરવા માટે એટલો ભાવ હોતો નથી. ક્રિયા કરતી વખતે મંદોત્સાહ બની જવાય છે. જો ચિત્ત ઉપર પ્રમાદ સવાર થઈ જાય તો ક્રિયા જેમ તેમ રઘવાટથી થાય છે. અમૃત અનુષ્ઠાન કરનાર વ્યક્તિમાં પ્રત્યેક ધર્મક્રિયામાં ઉત્સાહ હોય છે, સ્વસ્થતા હોય છે અને અપ્રમત્તતા હોય છે.
(૩) કાલાદિક અંગોનો અવિપર્યાસ એટલે કે જે આવશ્યકાદિ ધર્મક્રિયાઓ જે જે કાળે કરવાની કહી હોય તે તે ધર્મક્રિયાઓ તે તે કાળે જ કરવી જોઈએ. વિહિતકાળે કરવાની તે ક્રિયામાં પણ અનાદર, અવિનય, અકારણ ઉતાવળ ઇત્યાદિ ન હોવાં જોઈએ. આવશ્યકાદિ ધર્મક્રિયાઓ ઉપરાંત ચોવીસે કલાક એટલે દિવસ અને રાત કરાતા પ્રત્યેક કાર્યમાં ઉપયોગની શૂન્યતા કે ન્યૂનતા ન આવી જાય તેની સતત્ત તકેદારી રાખવી જોઈએ. અમૃત અનુષ્ઠાનનું આ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. [૨૨] યં દિ અનુષ્ઠાનં ત્રયમત્રાવ ચ |
तत्रापि चरमं श्रेष्ठं मोहोगविषनाशनात् ॥२८॥ અનુવાદ : એમાં બે અનુષ્ઠાન સત્ છે અને ત્રણ અસત્ છે. તેમાં પણ છેલ્લું મોહના ઉગ્ર વિષનો નાશ કરનાર હોવાથી શ્રેષ્ઠ છે.
વિશેષાર્થ : આમ કુલ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન બતાવવામાં આવ્યાં અને તેનાં લક્ષણો પણ દર્શાવવામાં આવ્યાં. આ પાંચમાંથી પહેલાં ત્રણ તે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન છે. તે અસત્ છે. માટે તે આદરવા યોગ્ય નથી. એથી આત્માની શુદ્ધિ થતી નથી. અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરવા ઇચ્છનાર માટે તે વ્યર્થ છે. બાકીનાં બે અનુષ્ઠાનો તે તદ્દતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન છે. તે સત્ અનુષ્ઠાન છે. તે આદરવા યોગ્ય છે. અધ્યાત્મમાર્ગમાં તે ઘણાં જ ઉપકારક છે. આત્મસ્વરૂપ પામવા માટે તે ઉપયોગી અને અનિવાર્ય છે.
બે સદનુષ્ઠાનમાં પણ છેલ્લું અમૃતાનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ છે, કારણ કે મોહનીય કર્મના વિષનો નાશ કરવાનું તેનામાં સામર્થ્ય છે. વિષ અને અમૃતને ભેગાં કરવામાં આવે તો તેથી અમૃત વિષ નથી બની જતું, પણ વિષ અમૃત બની જાય છે. એટલે જ આ છેલ્લા અનુષ્ઠાનને “અમૃત' નામ આપવામાં આવ્યું છે, કારણ કે તે મોહરૂપી જલદ વિષના મારણરૂપ છે. એટલા માટે સાધકે અસત અનુષ્ઠાનમાં ન અટવાતાં, અમૃત અનુષ્ઠાન સુધી પહોંચવાનું હોય છે. [૨૩] માર: સૂરજે પ્રતિરવિનઃ સંપદા : |
जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥२९॥ અનુવાદ : આદર, ક્રિયા કરવામાં પ્રીતિ, અવિબ, સંપદાનું આગમન, જિજ્ઞાસા અને જ્ઞાનીની સેવા એ સદનુષ્ઠાનનાં લક્ષણ છે.
વિશેષાર્થ : અસદુ અનુષ્ઠાન અને સદ્ અનુષ્ઠાન વચ્ચેનો ભેદ દર્શાવી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, પૂર્વાચાર્યોને અનુસરીને બતાવ્યું કે તહેતુ અને અમૃત એ બે પ્રકારનાં અનુષ્ઠાન તે સદ્ અનુષ્ઠાન છે. હવે તેઓ આ પ્રકારના સદ્ અનુષ્ઠાનનાં છ લક્ષણો નીચે પ્રમાણે બતાવે છે :
૧૫૮
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org