________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
વિષયમાં સંશય થાય ત્યારે જિનેશ્વર ભગવાનની આજ્ઞા જ આગળ ધરવામાં આવે અને તે જ સ્વીકારવામાં આવે અને તેને જ પૂરી શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવે. અમૃત અનુષ્ઠાન કરતી વ્યક્તિ ક્યારેય એથી વિપરીતપણે વિચારતી ન હોય કે આચરણ કરતી ન હોય.
(૨) ચિત્તની શુદ્ધિપૂર્વક એમાં પ્રવૃત્તિ થતી હોય છે. જ્યાં સુધી સાંસારિક વિષયોમાં રસ છે ત્યાં સુધી ચિત્તમાં મલિનતા રહેવાની જ; રાગ અને દ્વેષના ભાવો ઊડ્યા જ કરવાના; ક્રોધાદિ કષાયોનો ઉદ્દભવ થયા કરવાનો.
જ્યાં સુધી જીવનમાં રસ, રુચિ અને શ્રદ્ધાપૂર્વક ત્યાગ-વૈરાગ્ય આવતાં નથી ત્યાં સુધી કષાયોના તોફાનને માટે નિમિત્તો મળતાં જ રહેવાનાં. જીવનમાં સંયમ આવતાં, ત્યાગ અને વૈરાગ્ય આવતાં નિરાશંસપણું કુદરતી રીતે જ આવવા લાગે છે. એ આવતાં ચિત્ત નિર્મળ થવા લાગે છે. જ્યાં સુધી સ્પૃહાઓ છે, આકાંક્ષાઓ છે, અભિલાષાઓ છે, અપેક્ષાઓ છે, લોભ છે, લાલસાઓ કે વાસનાઓ છે ત્યાં સુધી ચિત્તની વિમળતા આવતી નથી. અમૃત અનુષ્ઠાનમાં ચિત્તની શુદ્ધિ એ એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે.
(૩) આ અનુષ્ઠાનમાં અત્યંત સંવેગભાવ ધારણ કરેલો હોવો જોઈએ. સંવેગ એટલે મોક્ષ માટે લગની. મોક્ષની તીવ્ર અભિલાષા હોય ત્યાં સંવેગ આવ્યા વગર રહે નહિ. અથવા જ્યાં સંવેગ હોય ત્યાં મોક્ષની તીવ્ર અભિલાષા અવશ્ય હોય જ. જીવનમાં કષાયો શાંત પડી જાય તો સંવેગ આવે છે. સંવેગનો શબ્દાર્થ સરખો વેગ, સરખી ગતિ એવો થાય છે. મોક્ષની દિશામાં, સ્વરૂપની પ્રાપ્તિ માટે અસાધારણ રીતે સારો વેગ ધરાવવામાં આવે તે સંવેગ. અમૃત અનુષ્ઠાન માટે જીવમાં સંવેગનું લક્ષણ અનિવાર્ય છે. [૨૯૧] શાસ્ત્રાર્થાત્નોનું સમ્યક્ પ્રાધાનં ઋHT
कालाद्यंगाविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥२७।। અનુવાદ : શાસ્ત્રના અર્થનું સારી રીતે ચિંતન, ક્રિયામાં મનની એકાગ્રતા તથા કાલાદિક અંગોનો અવિપર્યાસ તે અમૃત અનુષ્ઠાનનાં લક્ષણો છે.
વિશેષાર્થ : અમૃતાનુષ્ઠાનનાં વધુ ત્રણ લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે.
(૧) શાસ્ત્રના અર્થનું સારી રીતે આલોચન એટલે કે ચિંતન આ અનુષ્ઠાન કરનારે કરેલું હોવું જોઈએ. શાસ્ત્રોમાં ધર્મક્રિયાનાં વિવિધ અંગોની વિવિધ અપેક્ષાએ વિચારણા કરેલી હોય છે. એ વિચારણા યથાર્થ અને પરસ્પર અવિરુદ્ધપણે પોતાને સમજાવી જોઈએ. શાસ્ત્રકારના આશયને જો બરાબર ન પકડી શકાયો હોય તો અર્થનો અનર્થ થઈ જાય. અજાણતાં ઉત્સુત્ર પ્રરૂપણા થઈ જાય. ધર્મના ક્ષેત્રે પોતાના હાથમાં કોઈ સમુદાયનું નેતૃત્વ હોય અને પોતાનાથી ઉત્સુત્ર પ્રરૂપણા થઈ જાય તો પોતે તો ડૂબે, પણ સાથે બીજાં ઘણાંને પણ ભવસાગરમાં ડુબાડે. એટલા માટે અમૃત અનુષ્ઠાન કરનારા જીવે શાસ્ત્રના અર્થની, એના મર્મની, એના સૂક્ષ્મ રહસ્યની ઊંડી ગવેષણા સમ્યફ પ્રકારે કરેલી હોવી જોઈએ.
(૨) ધર્મક્રિયામાં પ્રણિધાન એ પણ અમૃત અનુષ્ઠાનનું એક મહત્ત્વનું લક્ષણ છે. ધર્મક્રિયા તો ખરી જ, પરંતુ આગળ જતાં જીવનના પ્રત્યેક કાર્યમાં ચિત્તની એકાગ્રતા, ઉપયોગયુક્તતા હોવી જોઈએ. કેટલાંકને શુભ
૧૫૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org