________________
અધ્યાત્મસાર
[૨૮૮] ભાવધર્મસ્ય સંપત્તિર્યાં ચ સદ્દેશનવિના।
फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥२४॥
અનુવાદ : અહીં સત્ દેશનાદિથી જે ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય તેને ફળરૂપે જાણવી. તે નિયમથી મોક્ષની સાધક થાય છે.
વિશેષાર્થ : સદ્ગુરુનો યોગ થયા પછી એમની પાસેથી સત્ દેશના સાંભળવા મળે છે. એથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. એથી સમ્યક્ત્વરૂપી શુદ્ધ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. એ જ આ તદ્ભુતુ અનુષ્ઠાનનું ફળ છે. આ ફળ નિયમા એટલે કે અવશ્ય મોક્ષને અપાવનારું છે.
[૨૮૯] સહનો માવધર્મી હિ શુદ્ધશ્ચંદ્રનાંધવત્ ।
एतद्गर्भमनुष्ठानममृतं संप्रचक्षते ॥ २५ ॥
અનુવાદ : સહજ ભાવધર્મ એ શુદ્ધ ચંદનની સુગંધ જેવો છે. એ સહિત જે અનુષ્ઠાન તે ‘અમૃત’ (અનુષ્ઠાન) કહેવાય છે.
વિશેષાર્થ : ભાવધર્મ તે શું એ સમજાવ્યા પછીથી અમૃત અનુષ્ઠાન વિશે કહ્યું છે કે જેનાથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવા સહજ અને શુદ્ધ ભાવધર્મ સાથે જો અનુષ્ઠાન કરવામાં આવે તો તે અમૃત અનુષ્ઠાન બને છે. અહીં ઉપમા ચંદનના વૃક્ષની સુગંધની આપવામાં આવી છે. આસપાસના વાતાવરણમાં પણ પ્રસરેલી હોય છે. ચંદનનું વૃક્ષ હજુ નજરે ન પડ્યું હોય પણ એની નજીક પહોંચતાં જ અનુભવ થાય છે કે આટલામાં ક્યાંક ચંદનનું વૃક્ષ હોવું જોઈએ. તેવી રીતે સમ્યક્ત્વયુક્ત ભાવધર્મ સહિત જે કોઈ ધર્મક્રિયા થાય છે તે અમૃત અનુષ્ઠાન બને છે. એ અનુષ્ઠાન અવશ્ય મોક્ષ અપાવનારું બને છે. અમૃત અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ હોવાથી તે જીવને એના જ્ઞાનસ્વરૂપ શુદ્ધોપયોગ તરફ લઈ જાય છે.
[૨૦] નૈનીમાણાં પુરસ્કૃત્ય પ્રવૃત્ત ચિત્તશુદ્ધિત:।
संवेगगर्भमत्यन्तममृतं तद्विदो विदुः ॥२६॥
અનુવાદ : જિનેશ્વરની આજ્ઞાને આગળ ધરીને, ચિત્તની શુદ્ધિપૂર્વક જેમાં પ્રવૃત્ત થવાયું હોય તથા જેમાં અત્યંત સંવેગ રહેલો હોય, તેને તેના જાણનારા અમૃતાનુષ્ઠાન કહે છે.
વિશેષાર્થ : પાંચે પ્રકારનાં અનુષ્ઠાનોમાં સર્વશ્રેષ્ઠ તે અમૃત અનુષ્ઠાન છે. તે ત્વરિત ગતિએ મોક્ષ પ્રતિ લઈ જનારું છે. આ અમૃત અનુષ્ઠાનનાં જે કેટલાંક મહત્ત્વનાં લક્ષણો છે તેમાંથી ત્રણ લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે.
(૧) એમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા જ હંમેશાં આગળ ધરવામાં આવે છે. આવા પ્રકારનું અનુષ્ઠાન કરનારને જિનેશ્વર ભગવાનમાં અને એમની આજ્ઞામાં અપ્રતિમ, અચલ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે પણ નિગોદનું સ્વરૂપ, ભવ્યાભવ્ય, જીવાજીવાદિ ષડ દ્રવ્ય, નવ તત્ત્વ, આઠ પ્રકારનાં કર્મ કે એવા બીજા કોઈ
Jain Education International2010_05
૧૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org