________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
વિશેષાર્થ : આ ચોથું તહેતુ અનુષ્ઠાન કરનાર જીવનું બીજ રૂપ પ્રથમ લક્ષણ એ હોય છે કે જે લોકો શુદ્ધ, મોક્ષલક્ષી ક્રિયા કરે છે તેવા લોકો પ્રત્યે તેને આદર-બહુમાન થવા લાગે છે. વળી તેઓ માટે પ્રીતિ થતાં તેમની સમ્યક પ્રશંસા પણ તે કરવા લાગે છે. વળી પોતાને પણ એવો શુભ ભાવ થાય છે કે, “હું પણ આવી શુદ્ધ ધર્મક્રિયા કરતો થાઉં તો કેવું સારું !'
આ પ્રકારનો ભાવ થવો તે તહેતુ અનુષ્ઠાનનું બીજરૂપ લક્ષણ છે.
[૨૮૬] તથા વીનુવંશ નં: કીર્થંડર: |
तद्धत्वन्वेषणा चित्रा स्कंधकल्पा च वर्णिता ॥२२॥ અનુવાદ : તેના અકલંક અનુબંધને અંકુર કહેવામાં આવે છે. એ માટે તેની વિવિધ પ્રકારની અન્વેષણા કરવી તે સ્કંધરૂપે વર્ણવાય છે.
વિશેષાર્થ : તહેતુ અનુષ્ઠાનરૂપી વૃક્ષમાં અંકુરને સ્થાને ક્યું લક્ષણ પ્રગટ થાય છે અને સ્કંધ (થડ)ને સ્થાને ક્યું લક્ષણ પ્રગટ થાય છે તે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે.
જીવને પોતાને ઇચ્છા અને ભાવના થઈ હતી કે પોતે ક્યારે એવી શુદ્ધ ધર્મક્રિયા કરશે ? આ ઇચ્છા અને ભાવનાનું વારંવાર રટણ થવું, નિર્મળ ભાવથી તેનો અનુબંધ થયા કરવો તે અંકુરરૂપે છે. ધર્મક્રિયા માટેનું રુચિરૂપી બીજ વાવ્યા પછી, તેના ઉપર અનુભાવનરૂપી જલનું વારંવાર સિંચન થતાં બીજમાંથી અંકુર ફૂટે છે.
ત્યાર પછી, કેવી રીતે આ શુદ્ધ ક્રિયા થઈ શકે તેનું ચિંતન મનન કરવું, તેની વિવિધ રીતે સૂક્ષ્મ અન્વેષણા કરવી એ તહેતુ વૃક્ષના સ્કંધ રૂપે છે. [૨૮૭] પ્રવૃત્તિત્તે ચિત્રા ૪ પત્રાલિદી મતા !
पुष्पं च गुरुयोगादिहेतुसंपत्तिलक्षणम् ॥२३॥ અનુવાદ : વળી તેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ તે પાંદડાં વગેરે જેવી માનેલી છે તથા ગુરનો યોગ વગેરેના હેતુરૂપ સંપત્તિને પુષ્યરૂપ કહેલી છે.
* વિશેષાર્થ : તહેતુ અનુષ્ઠાનરૂપી વૃક્ષ મોટું થતું જાય તો એને પત્ર એટલે કે પાંદડાં અને ફૂલો પણ આવે. આ શ્લોકમાં પાંદડાં અને ફૂલોરૂપી લક્ષણો ક્યાં છે તે દર્શાવવામાં આવ્યાં છે.
આ અનુષ્ઠાનમાં જે જે સત્ ક્રિયાઓ કરવામાં આવે તેને વિવિધ પ્રકારનાં નાનાં મોટાં પાંદડાં વગેરે જેવી ગણી શકાય.
તદુપરાંત સદ્ગુરુનો, ગુરુજનોનો સમાગમ, એ દ્વારા પ્રાપ્ત થતો બોધ, તથા તેમના માર્ગદર્શન હેઠળ થતો શાસ્ત્રાભ્યાસ વગેરેને આ વૃક્ષનાં પુષ્પ તરીકે ઓળખાવી શકાય.
૧૫૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org