________________
અધ્યાત્મસાર
બાલ્યકાળમાં તેને અસત્ ક્રિયાઓ પ્રત્યે રસ, રુચિ, આદર વગેરે રહ્યા કરે છે. સક્લિાઓ તરફ અનુરાગ એને થતો નથી. સક્રિયાઓ તેને વ્યર્થ કે અર્થહીન, સમય બગાડવા જેવી લાગે છે. [૨૮૩) બારાદાથ મૂન વાનીના દિધે
धर्मयूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥१९॥ અનુવાદ: જેમ યુવાન પુરુષને ભોગના રાગને લીધે પોતાની બધી બાલક્રીડા લજજાકારક લાગે છે, તેમ ધર્મના યૌવનકાળમાં આવેલાને ધર્મના રાગને કારણે અસત્ ક્રિયા શરમાવા જેવી લાગે છે.
વિશેષાર્થ : ચરમાવર્તમાં આવેલા જીવને જ સત્ ક્રિયા અનુરાગ હોય છે. ધર્મનો એ યૌવનકાળ છે. એટલે પોતે પૂર્વે અણસમજમાં જે કંઈ અસત્ ક્રિયા કરી હોય તેવી ક્રિયા કરતાં હવે તેને લજ્જા ઊપજે છે.
અહીં દષ્ટાંત આપવામાં આવે છે કે જેમ કોઈ યુવાન હોય તો એને હવે બાલક્રીડા કરતાં શરમાવા જેવું લાગે છે. નાનાં છોકરાંઓ બાળપણમાં ઠેલણગાડી, ઢીંગલા-ઢીંગલી, ઘર ઘર રમવું કે ધૂળમાં આળોટવું વગેરે રમત રમે છે, પરંતુ મોટા થયા પછી તેઓને એવી રમત રમતાં સંકોચ-શરમ થાય છે. એ પ્રકારની રમત હવે તેમને શોભતી નથી. કોઈ નાનાં બાળકોને એવી રમત રમાડે તે જુદી વાત છે, પણ પોતે એકલા રમે તો તેઓ હાસ્યાસ્પદ બને અને મૂર્ખામાં ખપે. તેવી જ રીતે ધર્મના યૌવનકાળમાં પ્રવેશેલા અને સદનુષ્ઠાન કરવાવાળાને અશુદ્ધ કે અસત્ ક્રિયા કરતાં શરમ ઊપજે છે. સદનુષ્ઠાન પ્રાપ્ત થતાં અસદ્ અનુષ્ઠાન આપોઆપ છૂટી જાય છે. [૨૮૪] ચતુર્થ વરHવર્તે તમવિદ્ધિનુરાતઃ |
अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसंगतम् ॥२०॥ અનુવાદ : એટલે ચરમાવર્તમાં ધર્મના અનુરાગને લીધે બીજાદિ ક્રમથી યુક્ત એવું ચતુર્થ (તહેતુ) અનુષ્ઠાન હોય છે.
વિશેષાર્થ ? જીવ જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે સત્ ક્રિયા પ્રત્યે અથવા ધર્મક્રિયા પ્રત્યે એને અનુરાગ જન્મે છે. ચોથું હતુ અનુષ્ઠાન સત્ ક્રિયા પ્રત્યેના અનુરાગવાળું હોય છે. એટલે તહેતુ અનુષ્ઠાન પણ ચરમાવર્તમાં જ સંભવી શકે.
આ અનુષ્ઠાનનાં જે લક્ષણો છે તેને વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે. વૃક્ષમાં બીજ, અંકુર, સ્કંધ, પત્ર, પુષ્પ અને ફળ એનાં ક્રમિક અંગો છે. એ પ્રમાણે આ અનુષ્ઠાનનાં લક્ષણોને હવે પછીના શ્લોકોમાં એ રીતે ઘટાવવામાં આવ્યાં છે. [૨૮૫ વીનં વેદ કનાન્ કૃત્રી દ્ધનુષનરિ:.
बहुमानप्रशंसाम्यां चिकीर्षा शुद्धगोचरा ॥२१॥ અનુવાદ : શુદ્ધ અનુષ્ઠાન કરનારા મનુષ્યોને જોઈને તેમની બહુમાન અને પ્રશંસા કરવા દ્વારા શુદ્ધ ક્રિયા કરવાની ઇચ્છા થાય તે અહીં બીજ છે.
૧૫૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org