________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
કહેવામાં આવે છે. દારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, આહારક, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન, એ આઠ વર્ગણામાંથી આહારક સિવાયની સાત વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન જીવ અનેક વાર કરે છે, પરંતુ આહારક વર્ગણા તો જીવને સમગ્ર ભવચક્રમાં ફક્ત ચાર વાર જ પ્રાપ્ત થઈ શકે છે.
ચૌદ રાજલોકમય આ વિશ્વમાં પુલ પરમાણુઓ સર્વત્ર ભરેલા છે. એમાંથી સાત વર્ગણાના દરેક દરેક પુદ્ગલ પરમાણુને જીવ ભોગવે એટલે કે પરિણમાવે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. આ પુદ્ગલ પરાવર્તન તે દ્રવ્યથી થયું કહેવાય. વળી એમાં કોઈ કમ ન હોવાથી તે બાદર કહેવાય. એટલે આ દ્રવ્યથી બાદર પુગલ પરાવર્તન કહેવાય. તદુપરાંત વૈક્રિય, તેજસ વગેરે સાત વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને અનુક્રમે ભોગવે તો તે દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય.
હવે ક્ષેત્રથી પુદ્ગલ પરાવર્તન લઈએ. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શવામાં આવે અને એ રીતે લોકાકાશના સર્વ પ્રદેશને સ્પર્શવામાં આવે તે ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય. તદુપરાંત લોકાકાશના પ્રત્યેક પ્રદેશને મરણથી અનુક્રમે સ્પર્શવામાં આવે. (વચમાંના સમયમાં અન્ય પ્રદેશોને ગમે તેટલી વાર સ્પર્શવામાં આવે તે ન ગણાય.) અને એમ સર્વ લોકાકાશના પ્રદેશોને સ્પર્શવામાં આવે તે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. તેવી જ રીતે ઉત્સર્પિણીના અને અવસર્પિણીના સર્વ સમયોને મરણથી સ્પર્શવામાં આવે તે કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય અને કાળચક્રના સમયને અનુક્રમે સ્પર્શવામાં આવે તે કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. એ જ પ્રમાણે કષાયોના અસંખ્ય અનુબંધસ્થાનોને બધાંને સ્પર્શવામાં આવે તે ભાવથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય અને કષાયોનાં અનુબંધસ્થાનોને અનુક્રમે સ્પર્શવામાં આવે તે ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. આમ જીવ અનંત પુલ પરાવર્તન કરતો કરતો જયારે છેલ્લાં પુદ્ગલ પરાવર્તનમાં (ચરમાવર્તિમાં) આવે, ત્યારે જીવની ઔધદષ્ટિ મટીને યોગદષ્ટિ થવા માંડે છે અને ત્યારે એને આ તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. [૨૮૨] ઘવનનોર્થ અવબત્રિપાડા !
अत्र स्यात् सत्क्रियारागोऽन्यत्र चासत्क्रियादरः ॥१८॥ અનુવાદ : આ ધર્મનો યૌવનકાળ છે. તે પહેલાં ભવની બાલદશા હોય છે. અહીં સતુ ક્રિયાનો રાગ હોય છે તથા બીજામાં અસત્ ક્રિયાનો આદર હોય છે.
વિશેષાર્થ : તદ્હેતુ અનુષ્ઠાનવાળો જીવ ચરમાવર્તમાં આવે છે. એને સત્ ક્રિયાનો અનુરાગ હોય છે. અસત્ ક્રિયા પ્રત્યે હવે એને અનુરાગ થતો નથી. | આવી રીતે ચરમાવર્તમાં આવેલા જીવ માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ એનો ધર્મયૌવનનો કાળ
છે. યૌવનમાં શક્તિ, પુરુષાર્થનો ઉત્સાહ, ધ્યેયની સ્પષ્ટતા, તરવરાટ, સમજણ, સારાસાર વિવેક વગેરે હોય છે. એટલે ચરમાવર્તને યોગ્ય રીતે જ ધર્મના યૌવનકાળ તરીકે ઓળખાવવામાં આવે છે. ચરમાવર્તમાં | ન આવેલા જીવો સંસારની બાલદશાના જીવો કહેવાય છે, કારણ કે એવા જીવોને પુનર્જન્માદિમાં શ્રદ્ધા - કદાચ હોય કે ન હોય. બુદ્ધિથી કદાચ તે સ્વીકારે પણ અંતરમાં તેની પ્રતીતિ ન પણ હોય. તેને ભૌતિક | ઐહિક જીવન જ સારી રીતે સુખમય જીવવા જેવું છે એવું રહ્યા કરે છે. એની તમામ પ્રવૃત્તિઓ પોતાના વર્તમાન જીવનને ધન, પુત્ર પરિવાર વગેરેની દષ્ટિએ સાર્થક કરવા યોગ્ય લાગે છે. ધર્મના આવા
૧ ૫૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org